દ્વારકા:કલકત્તામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ તેમજ ડોક્ટરની હત્યાની ઘટનાના પ્રત્યાઘાત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પડયા હતા. દ્વારકામાં જિલ્લા મેડિકલ એસોસિએશન દ્વારા એક દિવસ હોસ્પિટલ બંધ કરવામાં આવી હતી. સાથે જ રેલી પણ યોજવામાં આવી છે.
દ્વારકામાં પડ્યા કલકત્તામાં બનેલી ડોક્ટર સાથે દૂષ્કર્મની ઘટનાના પડઘા: તબીબોની હડતાલ - Kolkata rape case
કલકત્તામાં ડોક્ટર યુવતી પર દૂષ્કર્મની ઘટના ગુજરાતભરમાં ધીમે ધીમે નારાજગીના સૂર ઉઠાવી રહી છે. દરમિયાનમાં કોલકત્તાની ડોક્ટર યુવતી પર કરવામાં આવેલા દૂષ્કર્મને મામલે હવે ઠેરઠેર તબીબો મેડિકલ કાર્યોથી દૂર રહી હડતાલ કરી રહ્યા છે. આવું જ કાંઈક દ્વારકામાં પણ બન્યું છે.- Kolkata rape case
દ્વાકામાં કલકત્તાની ઘટનાના પડઘા (Etv Bharat Gujarat)
Published : Aug 17, 2024, 3:32 PM IST
રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદન
કલકત્તામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસ મામલો ગરમાયો દ્વારકા જિલ્લા મેડિકલ એસોસિએશન દ્વારા એક દિવસ માટે હોસ્પિટલ બંઘ રાખી રેલી યોજી હતી. ડોક્ટર એસોસિએશન દ્વારા પ્લે કાર્ડ સાથે રેલી યોજી વિરોઘ નોંઘાવામાં આવ્યો હતો. સાથે જ કલેક્ટરને આવેદન આપીને દ્વારકા જિલ્લાની સમગ્ર ખાનગી હોસ્પિટલએ બંધ પાળી વિરોઘ નોંધાવ્યો હતો.
- ઘટનાના વિરોધમાં 24 કલાક ઓપીડી બંધ રાખી પીડિતને ન્યાય મળે એ માટે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. દોષિતોને કડકથી કડક સજા આપી ન્યાય આપવા માંગ કરી હતી. તો આ તકે 150 જેટલા ડોકટર્સ બંધમાં હાજર રહ્યા હતા.
મારાં જીવનની બીજી સૌથી મોટી ક્ષણ છે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પ્રાપ્ત થયો એ: માનસી પારેખ - actress Manasi Parekh interview- હજીરા વિસ્તારના દરિયા કિનારેથી 10 કિલોથી વધુ ચરસ મળ્યું, કિંમત 5 કરોડથી વધુ - hashish Found at surat