નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (ED) વિવધ ટીમો દ્વારા એક પછી એક ગુરુવારના રોજ ગુજરાતનાં શહેર જેવા કે સુરત, રાજકોટ, જૂનાગઢ, અહમદવાદ, ભાવનગર, અને વેરાવળમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ સંપૂર્ણ ઘટનાક્રમથી વાકેફ સત્તાવાર અધિકારીઓ દ્વારા મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, GST ફ્રોડ કેસ સાથે જોડાયેલા તમામ શંકાસ્પદ વ્યક્તિઓના ઓફિસ અને રહેણાંક વિસ્તારોમાં દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જાણવા જેવી બબત એ છે કે, આ સંપૂર્ણ સર્ચ ઓપરેશનનું પગલું સિનિયર પત્રકાર મહેશ લાંગા દ્વારા સોમવારે ગુજરાત હાઇ કોર્ટમાં તેમણે કરેલી GST ફ્રોડ કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટના 10 દિવસના રિમાન્ડના આદેશને પડકારતી અરજી પાછી ખેચી લીધા બાદના ત્રણ દિવસ પછી લેવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગ્રણી સમાચાર પત્રના સિનિયર પત્રકાર મહેશ લાંગાની ફ્રોડના કેસમાં 8 ઓક્ટોમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેના બીજા દિવસે કોર્ટે તેને 10 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખોટા ઈનપુટ ટેક્સ ક્રેડિટ્સ અને કપટપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા સરકારને છેતરવા માટે રચાયેલ શેલ કંપનીઓને સંડોવતા કથિત સ્કીમ અંગે સેન્ટ્રલ GSTની ફરિયાદ બાદ ઘણી બધી વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કર્યો હતો.
સેન્ટ્રલ GSTએ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેની પત્ની અને પિતાના નામ પર સ્થપાયેલી નકલી કંપનીઓ સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યવહારોનો પર્દાફાશ કર્યા હતો અને પછી લાંગાને કસ્ટડીમાં લીધો હતો.
FIR પછી ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાતની ઈકોનોમિક ઓફેન્સ વિભાગ દ્વારા અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવનગર જેવા શહેરો સહિત રાજ્યભરમાં 14 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ કેસમાં અત્યાર સુધીમાં ક્રાઈમ બ્રાન્ચે આઠ લોકોની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચના અહેવાલો અનુસાર 200 થી વધુ ગેરકાયદેસર રીતે સ્થાપિત કંપનીઓ કે જે સંપૂર્ણ બહારતભરમાં બનાવટી દસ્તાવેજો અને કરચોરી માટે ઉપયોગમાં લેવાતી ઓળખ સાથે છેતરપિંડી કરી ઇનપુટ ટેક્સ ક્રેડિટ્સનો દાવો કરીને સરકારને છેતરવાના કર્યો કરી રહી છે. (ANI)
આ પણ વાંચો:
- વહેલી પરોઢે કચ્છની ધરા ધ્રુજી : ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે 4.0 તીવ્રતાનો ભૂકંપનો આંચકો
- ખાલિસ્તાની આતંકવાદી પન્નુનો મોટો ખુલાસો, કેનેડાના પીએમ ટુડો સાથે મારા સીધા સંબંધો