ગુજરાત

gujarat

ETV Bharat / state

એ ભાગો... ધરતીકંપના આંચકાથી રત્ન કલાકારો ડરના માર્યા ભાગ્યા, CCTV થયા વાયરલ

અમરેલીમાં આવેલા 3.7ની તીવ્રતા ધરાવતા ધરતીકંપના આંચકાથી ગભરાયેલા રત્ન કલાકારોના સીસીટીવી થયા સોશીયલ મીડિયામાં વાયરલ થયો.

ધરતીકંપના આંચકાથી ગભરાયેલા રત્ન કલાકારોના સીસીટીવી થયા વાયરલ
ધરતીકંપના આંચકાથી ગભરાયેલા રત્ન કલાકારોના સીસીટીવી થયા વાયરલ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2024, 7:52 PM IST

અમરેલી:જિલ્લાની ધરા ધ્રુજી ઉઠાવન સમાચારો સામે આવી રહ્યા છે. અમરેલીના ખાંભાના તાતણીયા ગામે રત્ન બનાવવાની ફેક્ટરીમાં કામ કરતાં રત્ન કલાકારોમાં ધરતીકંપના આંચકાથી દોડધામ મચી હોવાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં રત્ન કલાકારો ધરતીકંપના આંચકાથી ગભરાઈને આમતેમ દોડતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ઘટનાનો સીસીટીવી વીડિયો થયા સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

3.7 નો આંચકો અનુભવાયો:ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ વિભાગે 3.7 તિવ્રતાનો આંચકો અનુભવ્યો હોવાની માહિતી આપી છે. જે અક્ષાંશ 21.247 તેમજ રેખાંશ 71.105 પર આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, સાંજના 5.16 મિનિટ અમરેલી જિલ્લાની ધરતી ધ્રુજી ઉઠી હતી.

ધરતીકંપના આંચકાથી ગભરાયેલા રત્ન કલાકારોના સીસીટીવી થયા વાયરલ (Etv Bharat Gujarat)

સાવરકુંડલામાં રવિવારે સાંજે ધરતીકંપનો આંચકો અનુભવાયો: સાવર કુંડલા ખાતે દિવાળીને લઈને તહેવાર પહેલાના છેલ્લા રવિવારે સાંજે લોકો તહેવારની તૈયારીમાં વ્યસ્ત હતા. ત્યારે સાંજના 5:20 કલાકે ધરતીકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. દિવાળીના તહેવારોનો છેલ્લો રવિવાર હોવાથી બજારમાં ખરીદીનો ધમધમાટ હતો. ઉપરાંત ઘરે-ઘરે સાફ-સફાઈનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે જ ભારે ઝનઝાનાટીવાળો આંચકો અનુભવાતા લોકો ડરના માર્યા બહાર દોડી આવ્યા હતા અને એકબીજાને પૂછપરછ કરવા લાગ્યા હતા.

ભુકંપના આ આંચકાના અનુભવથી ભયંકર ધરતીકંપની યાદ લોકોને તાજી થઈ ગઈ છે. ચિંતાગ્રસ્ત લોકો પોત-પોતાના સગા સંબંધીઓને ફોન મારફત સમાચાર પૂછવા લાગ્યા છે.

લોકોમાં ભયનો માહોલ: અમરેલી જિલ્લામાં ધારી ગીર પંથક, ખાંભા ગીર પંથક, લાઠી, લીલીયા, સાવરકુંડલાના મીતી યાળા, ધજડી, સાકરપરા, સહિતના ગામો સુધી ભૂકંપનો આ આંચકો અનુભવાયો હતો. ધારી ગીરના ગામડાઓમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા તો બીજી તરફ સાવર કુંડલા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકાથી ફફડાટ મચી ગયો હતો.

આ પણ વાંચો:

  1. અમરેલી પંથકની આ નદીનું થયું નવસર્જન, જોઈને જ બોલી ઉઠશો વાહ...
  2. સૌરાષ્ટ્રમાં ધરા ધ્રુજી, 3.7ની તિવ્રતાના ભૂકંપના આંચકાથી સાવર કુંડલા પંથક ધણધણી ઉઠ્યું

ABOUT THE AUTHOR

...view details