ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, ભચાઉ નજીક ધરા ધ્રુજી - Earthquake again in Kutch

કચ્છમાં ફરી એક વાર ભૂકંપનો આચકો નોંધાયો છે. 2001માં થયેલ ભૂકંપની ઘટના બાદ અહીંના વિસ્તારોમાં અવારનવાર ભૂકંપના નાના નાના આંચકાઓ અનુભવતા હોય છે, હજુ સુધી કોઈ નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ 4 કે તેથી વધુની તીવ્રતાનો આંચકો આવે તો સમસ્યા ગંભીર બની શકે છે. આ વખતે કેટલી તીવ્રતાનો આંચકો અનુભવાયો છે જાણવા માટે વાંચો આ અહેવાલ. Earthquake again in Kutch

By ETV Bharat Gujarati Team

Published : Jul 11, 2024, 9:48 AM IST

Updated : Jul 11, 2024, 11:24 AM IST

કચ્છના સરહદી વિસ્તારમાં આજે વહેલી સવારના 10:53 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો
કચ્છના સરહદી વિસ્તારમાં આજે વહેલી સવારના 10:53 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો (Etv Bharat Gujarat)

કચ્છ:ગુજરાતનાં સરહદી જિલ્લા કચ્છના સરહદી વિસ્તારમાં આજે વહેલી સવારના 10:53 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. ગત રાત્રે પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તારમાં 3.0 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

3.0ની તીવ્રતાનો આંચકો: વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. તો ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ છે. ગત રાત્રે 10:53 કલાકે 3.0 ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ ભચાઉથી 12 કિલોમીટર નોર્થ અને નોર્થ-વેસ્ટમાં નોંધાયો છે.

ભચાઉની ફોલ્ટલાઈન વિસ્તારમાં નોંધાયો આંચકો: ઉલ્લેખનીય છે કે, કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર જ નોંધાઈ રહ્યા છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલ ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી 4.0 ની તીવ્રતાના આંચકાઓ નોંધાતા હોય છે. આમ તો ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકાઓ અનુભવાતા હોય છે.

4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભય:કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈન સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાની થતી નથી પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ઘટના ગંભીર થવાની શકયતા રહે છે પરિણામે લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે.

  1. હાલાર પંથકમાં આકાશી વીજળીની આફત, બે યુવક અને એક યુવતીનું દુઃખદ મોત - Death due to lightning in rain
  2. સરહદી વિસ્તાર કચ્છના લખપત પાસે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો - earthquake in lakhpat Kutch
Last Updated : Jul 11, 2024, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details