ETV Bharat / state

ધો.12ના પેપર તપાસવામાં ભૂલો કરનાર શિક્ષકો દંડાયા, 121 શિક્ષકો પાસેથી 2 લાખ વસૂલાશે

ધોરણ 12 ના પેપર તપાસવામાં ભૂલો કરનાર 121 શિક્ષકોને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બે લાખ રૂપિયાનો દંડ ફટકારોમાં આવ્યો છે.

સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી
સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 8, 2024, 1:19 PM IST

સુરત: ધોરણ 12 ના પેપર તપાસવામાં ભૂલો કરનાર 121 શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બે લાખ રૂપિયાનો દંડ ફટકારોમાં આવ્યો છે. શિક્ષકોએ દંડની રકમ જમા કરાવી ન હોવાથી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શિક્ષકોને નોટિસ પણ આપવામાં આવી છે. જો શિક્ષકોએ દંડની રકમ જમા કરાવી હોય તો 7 દિવસની અંદર રસીદ જમા કરવા માટે આદેશ પણ કરવામાં આવ્યો છે. અને જો દંડ ન ભર્યો હોય તેવા શિક્ષકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આદેશ પણ કરવામાં આવ્યો છે.

પેપર ચેકિંગમાં ભૂલ કરનાર શિક્ષકોને સજા: સુરતમાં ધોરણ 12 ના પેપર તપાસવામાં ભૂલો કરનાર 121 શિક્ષકોને દંડ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બે લાખ રૂપિયાનું દંડ ફટકારોમાં આવ્યો છે. આ બાબતે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું કે, રાજ્યમાં શિક્ષણ વિભાગના નવા નીતિ નિયમ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે લીધેલી ધોરણ 12ની પરીક્ષામાં ઉત્તરવહી ચકાસણીમાં ભૂલ થયાની અનેક ફરિયાદો ઊઠી હતી.

ધો.12ના પેપર તપાસવામાં ભૂલો કરનાર શિક્ષકો દંડાયા (Etv Bharat Gujarat)

શિક્ષકોએ ખોટી રીતે કાપ્યા વિદ્યાર્થીઓના માર્ક્સ: જે મામલે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા તમામ શહેરના શિક્ષણ અધિકારીઓને તપાસ માટે આદેશ આપ્યા હતા. જે મામલે તપાસ કરતાં ઘણા વિદ્યાર્થીઓને અપાયેલા માર્ક્સમાં એકથી વધારે માર્કથી ભૂલ થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં સુરતના 121 શિક્ષકો હતા. આ શિક્ષકોએ વિદ્યાર્થીઓના ખોટી રીતે એકથી વધુ માર્કસ કાપી લીધા હતા. આ તમામ શિક્ષકોને શિક્ષણ વિભાગે કુલ રૂપિયા 2,00,750નો દંડ કર્યો હતો.

ગાંધીનગરથી તપાસમાં પકડાઈ શિક્ષકોની ભૂલો: આ પેહલા પણ બોર્ડમાં જે વિદ્યાર્થીઓએ પોતાના ઉત્તરવહીઓનું રીચેકિંગ કરાવ્યું હતું તેમાં તપાસ કરતા શિક્ષકોની ઘણી ભૂલો મળી આવી હતી. અને તે માર્કની તપાસ ગાંધીનગરથી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સુરતમાં પેપર ચેકિંગમાં શિક્ષકો દ્વારા કયા પ્રકારની ભૂલો કરવામાં આવી છે તે ભૂલો સામે આવી હતી. રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આ પ્રકારના શિક્ષકો ઉપર કડક વલણ અપનાવ્યું છે.

આ પણ વાંચો:

  1. GST વિભાગની મોટી કાર્યવાહીઃ અમદાવાદ, જુનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિત રાજ્યભરમાં મોટા પાયે દરોડા
  2. ફરિયાદી જ નીકળ્યો આરોપી ! સાબરકાંઠામાં દોઢ કરોડની ચકચારી ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.