ગુજરાત

gujarat

રાજકોટ જિલ્લા પર મેઘરાજા મહેરબાન , મોજ ડેમની જળ સપાટી 37 ફૂટે પહોંચી... - Heavy Rain In Rajkot

By ETV Bharat Gujarati Team

Published : Jul 19, 2024, 2:00 PM IST

રાજકોટમાં પડી રહેલા સતત વરસાદને લઈને ઠેર ઠેર ઝડકાની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે હાલ ધોધમાર વરસાદને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થઈરહ્યું છે. જાણો વરસાદની પરિસ્થિતિ અંગેની વિસ્તૃત અને આંકડાકીય માહિતીઓ... Heavy Rain In Rajkot

રાજકોટમાં સાર્વત્રિક વરસાદથી સમગ્ર જીલ્લો જળમગ્ન
રાજકોટમાં સાર્વત્રિક વરસાદથી સમગ્ર જીલ્લો જળમગ્ન (Etv Bharat Gujarat)

રાજકોટમાં સાર્વત્રિક વરસાદથી સમગ્ર જીલ્લો જળમગ્ન (Etv Bharat Gujarat)

રાજકોટ:જિલ્લામાં પડી રહેલા સતત વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં આ વરસાદને લઈને ધોરાજી, ઉપલેટા પંથકમાં છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થઈ છે. વરસાદ ઠંડક તો આપી રહ્યું છે પણ સાથે સાથે લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે. આ ધોધમાર વરસાદમાં જનજીવન ખોરવાઇ ગયું છે.

વહેલી સવારથી જ ધોધમાર વરસાદ:રાજકોટના ધોરાજી અને ઉપલેટામાં આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ધોરાજી અને ઉપલેટામાં ગઈકાલથી અવિરત વરસાદને લઈને તરબતોળ થયું છે. ધોરાજીના ગ્રામ્ય વિસ્તાર તેમજ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલથી મેઘ મહેરબાન થયો છે. ઉપલેટા શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદને લઈને તારાજીના દ્રશ્યો સર્જાયા છે. વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાયા, તો બીજી તરફ ગાડા માર્ગ પર પાણી ભરાતા રસ્તા બંધ થયા છે. ધોધમાર વરસાદને લઈને મોજ ડેમ, વેણુ 2 ડેમ, તેમજ ભાદર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપલેટામાં અને ધોરાજીમાં રાત્રિના થોડા વિરામ બાદ પહેલી સવારથી પુનઃ વરસાદનું ધોધમાર આગમન જોવા મળ્યું છે. વરસાદને કારણે રસ્તાઓ પર ઘુટણ સમા પાણી વહેતા થયા છે. આ ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું હોવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

3 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા: વરસાદને લઈને મોજ ડેમ, વેણુ 2 ડેમ તેમજ ભાદર 2 ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. જેમાં મોજ ડેમની જળ સપાટીમાં વધારો થતા મોજ ડેમની જળ સપાટી 37 ફૂટ પહોંચી છે. આ દરમિયાન વેણુ 2 ડેમની જળ સપાટીમાં વધારો થતા રાતે 10 દરવાજા આઠ ફૂટ ખોલવામાં આવ્યા હતા. અને નીચાણવાળા વિસ્તારોને હેડ કરી દેવામાં આવ્યા હતા. તો બીજી તરફ ભાદર 2 ડેમની જળ સપાટીમાં વધારો થતા બે દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.

સૌથી વધુ અને સૌથી ઓછો વરસાદ:રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધોરાજીમાં 539MM નોંધાયો છે. ત્યારે સૌથી ઓછો વરસાદ જસદણમાં 122MM પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજકોટ શહેરમાં 19 જુલાઈ 2024 ના રોજ સવારના 08 વાગ્યા સુધીમાં પડેલા વરસાદ અંગેની રાજકોટ કંટ્રોલરૂમ દ્વારા આપવામાં આવેલી આંકડાકીય માહિતીઓ અનુસાર રાજકોટ જિલ્લામાં નીચે મુજબ વરસાદ પડ્યો છે.

રાજકોટમાં જિલ્લામાં કયા પડ્યો કેટલો વરસાદ:

ક્રમ સ્થળ વરસાદ
1. પડધરી 142 MM
2. રાજકોટ શહેર 229 MM
3. લોધિકા 438 MM
4. કોટડા સાંગાણી 250 MM
5. જસદણ 122 MM
6. ગોંડલ 341 MM
7. જામકંડોરણા 333 MM
8. ઉપલેટા 377 MM
9. ધોરાજી 539 MM
10. જેતપુર 394 MM
11. વિછીયા 193 MM
  1. પોરબંદરમાં આભ ફાટ્યું, 17 ઇંચ વરસાદથી હોનારત જેવી સ્થિતિ, રેલવે ટ્રેક ઘોવાતા રેલ વ્યવહાર ખોરવાયો - Heavy Rain in Porbandar
  2. સોરઠ પંથકમાં સાર્વત્રિક વરસાદ, છેલ્લાં 24 કલાકમાં કેશોદ-વંથલીમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ - heavy rainfall in Sorath area

ABOUT THE AUTHOR

...view details