ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh Crime : નશામાં ધૂત હેવાન, પુત્રીને હવસનો શિકાર બનાવનાર પિતાને પોલીસે દબોચ્યો - Junagadh Taluka Police

ફરી એક વખત માનવતા શર્મસાર થઈ છે. જૂનાગઢ શહેરની ભેસાણ ચોકડી નજીક ચિક્કાર દારૂ પીધેલા વયોવૃદ્ધ પિતાએ નશાની હાલતમાં પોતાની જ પુત્રીને હવસનો શિકાર બનાવી હતી. આ મામલે પાડોશીની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી ગોરધન મીઠાપરાની અટકાયત કરીને જેલ હવાલે કર્યો છે.

નશામાં ધૂત હેવાન
નશામાં ધૂત હેવાન

By ETV Bharat Gujarati Team

Published : Feb 17, 2024, 10:53 AM IST

Updated : Feb 19, 2024, 5:06 PM IST

પુત્રીને હવસનો શિકાર બનાવનાર પિતાને પોલીસે દબોચ્યો

જૂનાગઢ :ખૂબ જ ચિંતાજનક રીતે જાતીય દુષ્કર્મના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યના કોઈ પણ ખૂણામાં માનવતા કલંકિત થઈ રહી છે. આવો જ એક ઘૃણાસ્પદ કિસ્સો જૂનાગઢ શહેરની ભેંસાણ ચોકડી નજીક બન્યો છે. જીવનના 65 વર્ષ વટાવી ચૂકેલા શખ્સે ચિક્કાર દારૂ પીધા બાદ નશામાં અંધ બની પોતાની પુત્રીને હવસનો શિકાર બનાવી છે.

નશામાં અંધ પિતા બન્યો હેવાન :આરોપી ગોરધન ધામેલીયા પર તેની સગી પુત્રી પર જાતીય દુષ્કર્મ કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 65 વર્ષીય આરોપી ગોરધન દારૂના નશામાં એટલો અંધ બની ગયો કે તેને પિતા-પુત્રીના અતિ પવિત્ર સંબંધનું પણ ભાન ન રહ્યું. આરોપીએ પોતાની સગી પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. જેની જાણ પાડોશીને થતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. થોડા વર્ષો પૂર્વે આરોપી ગોરધન મીઠાપરાની પત્નીનું અવસાન થયું હતું. આ વિધુરે પોતાની સગી પુત્રીને હવસનો શિકાર બનાવતા સમગ્ર જૂનાગઢ શહેરમાં ફિટકાર વરસી રહ્યા છે.

માનવતા શર્મસાર : 65 વર્ષીય પિતાએ પોતાની જ પુત્રીને હવસનો શિકાર બનાવી હોવાની સમગ્ર ઘટનાની જાણ પાડોશમાં રહેતા વ્યક્તિને થઈ હતી. પાડોશી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે 65 વર્ષના ગોરધન મીઠાપરાની અટકાયત કરી અને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કરી તેને જેલ હવાલમાં મોકલવાનો હુકમ કર્યો છે.

આરોપી જેલ હવાલે :સગી દીકરી પર દુષ્કર્મ ગુજારવાના આરોપ હેઠળ ગોરધન મીઠાપરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તાલુકા પોલીસે આરોપી ગોરધન મીઠાપરાને રિમાન્ડ અર્થે જૂનાગઢ કોર્ટમાં રજૂ કર્યો હતો. પરંતુ 65 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા આરોપીને જૂનાગઢ કોર્ટે રિમાન્ડ નહીં આપીને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

  1. Cop Sexually Assaults Woman: રક્ષક જ ભક્ષક બન્યા, મહિલાને પોલીસ કર્મચારીએ બનાવી જાતીય દુષ્કર્મનો શિકાર
  2. Junagadh Crime News: દોસ્ત કે દુશ્મન ??? મિત્ર જ સોની પાસેથી 81 લાખ લૂંટીને ફરાર
Last Updated : Feb 19, 2024, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details