ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલ-ભાઠા ગામ ખાતે આવેલ ગ્રીન સીટી રેસિડેન્સીમાં પાણીની સમસ્યા, માટલા ફોડી પાલિકા તંત્ર સામે પોતાનો રોષ વ્યકત કર્યો - Water problem in Pal Bhatha village - WATER PROBLEM IN PAL BHATHA VILLAGE

સુરતના પાલ-ભાઠા ગામ ખાતે આવેલ ગ્રીન સીટી રેસિડેન્સીના રહીશો દ્વારા પીવાના પાણીની સમસ્યાને લઈ માટલા ફોડી પાલિકા તંત્ર સામે પોતાનો રોષ વ્યકત કર્યો હતો.

ગ્રીન સીટી રેસિડેન્સીમાં પાણીની સમસ્યા
ગ્રીન સીટી રેસિડેન્સીમાં પાણીની સમસ્યા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 14, 2024, 10:19 PM IST

સુરત: પાલ-ભાઠા ગામ ખાતે આવેલ ગ્રીન સીટી રેસિડેન્સીના રહીશો દ્વારા પીવાના પાણીની સમસ્યાને લઈ માટલા ફોડી પાલિકા તંત્ર સામે પોતાનો રોષ વ્યકત કર્યો હતો. લોકોએ સ્થાનિક વિસ્તારમાં હાથમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે પ્રતીક રેલી યોજી પાલિકા તંત્ર સામે દેખાવ કરી વિરોધ નોંધાવ્યો હતો. ઓછા પ્રેસરથી પાણી અને દૂષિત પાણી આવતું હોવાની વ્યાપક ફરિયાદ પાલિકા તંત્રને કરવા છતાં કોઈ નિવેદનો નહીં આવતા લોકો રોષે ભરાયા હતા.

સુરતના પાલ-ભાઠા વિસ્તારમાં આવેલી ગ્રીન સીટી રેસીડેન્સીના રહીશો દ્વારા પીવાના પાણીની સમસ્યાના મુદ્દે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાને લેખિતમાં વારંવાર ફરિયાદ કરવા છતાં પીવાના પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઊઠેલા લોકોએ માટલા ફોડી સુરત મહાનગરપાલિકાના તંત્રની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો. ગ્રીન સિટી રેસીડેન્સીમાં 13 માળની 50 બિલ્ડિંગોના રહીશો રહે છે. અંદાજીત 1700 ઘરોમાં પીવાની પાણીની સમસ્યા ચાલી આવી છે.

રેસીડેન્સી ના રહીશોએ કરેલા આક્ષેપ મુજબ ઓછા પ્રેશરથી ક્યારેક પાણી મળે છે તો ક્યારેક દુર્ગંધ મારતું પાણી આવે છે. પાલિકા તંત્રને લેખિતમાં આ મામલે ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ પાણીની લાઈનમાં હાલ લીકેજના કારણે કામગીરી ચાલતી હોવાથી સમસ્યા ઉદભવી રહી હોવાનું નિવેદન આપી અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. તેમ રેસીડેન્સીના રહીશો જણાવી રહ્યા છે. પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળતા બહારથી રૂપિયા આપી ટેન્કર મંગાવાની ફરજ પડી રહી છે. જેના વિરોધમાં રેસીડેન્સીના રહીશો દ્વારા પ્રતીક રેલીયોજી રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

  1. શાળામાં લાગી આગ: બાળકો અફરાતફરી ના મચાવે એ માટે આગની ઘટનાને છુપાવાઈ - Ahmedabad school fire incident

ABOUT THE AUTHOR

...view details