ગુજરાત

gujarat

ETV Bharat / state

CM પટેલ ગાંધીનગરમાં PMAYના લાભાર્થીઓ સાથે ઉજવશે દિવાળી - DIWALI 2024

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)ના લાભાર્થી પરિવારો સાથે અનોખી રીતે દિવાળી ઉજવવા માટે તૈયાર છે.

CM ભુપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં PMAYના લાભાર્થીઓ સાથે ઉજવશે દિવાળી (ફાઈલ તસ્વીર)
CM ભુપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં PMAYના લાભાર્થીઓ સાથે ઉજવશે દિવાળી (ફાઈલ તસ્વીર) (CMO Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 31, 2024, 12:54 PM IST

ગાંધીનગર: મુખ્યમંત્રી આજે ગુરુવારે સાંજે લગભગ 7 વાગ્યે સરગાસણમાં 'નમો નારાયણ રેસિડેન્સી' PMAY કોલોનીની મુલાકાત લેશે અને પરિવારોને વ્યક્તિગત રીતે દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવશે અને તેમની ઉજવણીની ખુશીમાં સહભાગી થશે.

ગુજરાત સરકારના સત્તાવાર નિવેદન અનુસાર, ફેબ્રુઆરી 2024માં ગાંધીનગરમાં PMAY હેઠળ 1,208 મકાનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પહેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતમાં સામાન્ય અને મધ્યમ આવક ધરાવતા પરિવારોને ઘરનું ઘર મળે તે માટે શરૂ કરવામાં આવી હતી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે PMAY લાભાર્થી પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરવા માટેની પહેલ કરી છે. 31 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યે, મુખ્યમંત્રી ગાંધીનગરના સરગાસણ ખાતે PMAY કોલોની 'નમો નારાયણ રેસિડેન્સી'ની મુલાકાત લેશે, જ્યાં તેઓ વ્યક્તિગત રીતે લાભાર્થી પરિવારોને દિવાળીની હાર્દિક શુભેચ્છા પાઠવશે અને તેમની ખુશીઓમાં સહભાગી થશે. તો બીજી રાજ્યના અન્ય કેબિનેટ મંત્રીઓ પણ ગુજરાતના વિવિધ શહેરો અને ગામડાઓમાં PMAY લાભાર્થીઓને મળીને ઉજવણીમાં ભાગ લેશે.

ક્યા મંત્રી ક્યાં કરશે દિવાળીની ઉજવણી ?

  1. મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડના ભગાડા વાડા ખાતે PMAY (શહેરી) લાભાર્થીઓ સાથે દિવાળીની ઉજવણી કરશે.
  2. મંત્રી ઋષીકેશ પટેલ મહેસાણાના રંગપુર ખાતે PMAY (ગ્રામીણ) લાભાર્થીઓ સાથે દિવાળી મનાવશે
  3. મંત્રી રાઘવજી પટેલ જામનગરના બેડી ખાતે PMAY (શહેરી) લાભાર્થીઓ સાથે ઉજવણી કરશે.
  4. મંત્રી બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુર, પાટણમાં PMAY (ગ્રામીણ) લાભાર્થીઓ સાથે દિવાળી પર્વની ખુશીઓ વહેંચશે
  5. મંત્રી કુંવરજી બાવળિયા અમરેલીના બાબરા તાલુકાના ખાખરીયા, કરીયાણા અને કુંવરગઢ ખાતે PMAY (ગ્રામીણ) લાભાર્થીઓને મળશે.
  6. ડેપ્યુટી ચીફ વ્હીપ કૌશિક વેકરીયા અમરેલી તાલુકાના નાના માચીયાળા ખાતે PMAY (ગ્રામીણ) લાભાર્થીઓ સાથે ઉજવણી કરશે.
  7. મંત્રી મુળુભાઈ બેરા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના સિહાન કાકભાઈ ખાતે PMAY (ગ્રામીણ) લાભાર્થીઓને મળશે
  8. મંત્રી કુબેર ડીંડોર મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બકવાડા ખાતે PMAY (ગ્રામીણ) લાભાર્થીઓને મળશે
  9. મંત્રી ભાનુબેન બાબરિયા રાજકોટના વાવડી ખાતે PMAY (શહેરી) લાભાર્થીઓ સાથે ઉજવણી કરશે
  10. મંત્રી હર્ષ સંઘવી સુરતના પાલનપુર ખાતે PMAY (શહેરી) લાભાર્થીઓને મળશે.
  11. મંત્રી મુકેશ પટેલ સુરતના વાંકલ ખાતે PMAY (શહેરી) લાભાર્થીઓને મળશે
  12. મંત્રી પ્રફુલ પાનશેરિયા PMAY (શહેરી) લાભાર્થીઓ સાથે NANSAD, સુરત ખાતે ઉજવણી કરશે
  1. અયોધ્યા દીપોત્સવમાં બન્યો વર્લ્ડ રેકોર્ડ: રામનગરી 25 લાખ દીવાઓથી ઝગમગી ઉઠી
  2. જૂનાગઢના આ મહાલક્ષ્મી મંદીરમાં દર્શનનો અનેરો મહિમા, દિવાળીની વહેલી સવારથી લાગે છે ભાવિકોની ભીડ

ABOUT THE AUTHOR

...view details