ભાવનગર: ભાવનગરના સર્કલમાં દર વર્ષે શહેરવાસીઓને જાહેરમાં પોતાની રંગોળી કળાને પ્રદર્શિત કરવાનો મોકો કલા સંઘ આપી રહ્યું છે. સમાજમાં જાગૃતિ હેઠળ અને વિવિધ, ફ્રુટ, લાકડાનું ભુસુ વગેરેની વિવિધ રંગોળીઓ સર્કલમાં રજૂ કરવામાં આવી હતી. ભાગ લેનારાઓએ પોતાની કળાને જાહેરમાં મુકતા આવતા જતા લોકો તેને માણી રહ્યા હતા.
કલા સંઘ દ્વારા 17 વર્ષથી જાહેર સ્પર્ધાનું સર્કલમ આયોજન: કલા સંઘના પ્રમુખ અજય ચૌહાણે જણાવ્યું હતું કે,'આ તમે રંગોળી હરીફાઈ જોઈ રહ્યા છો, એ છેલ્લા 17 વર્ષથી કરીએ છીએ અને દર વખતે અમારો નિયમ છે કે ધનતેરસના દિવસે રંગોળી હરીફાઈ કરવી. જેના મુખ્ય આયોજક અમારા કલા સંઘ ટીમ છે. અહીંયા 4 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના લોકોએ ભાગ લીધો છે. અલગ અલગ રંગોળી કોઈએ કલરમાં કરી છે, ચિરોડીમાં કરી છે, કોઈએ ફ્રુટમાં કરી છે, કોઈએ પૈસાના સિક્કામાં કરી, કોઈએ લાકડાના ભૂંસામાં કરી છે. અલગ અલગ મીડિયમમાં રંગોળી થઈ રહી છે. 80 જેટલા લોકોએ ભાગ લીધો છે. દર વર્ષે અમે રંગોળી સ્પર્ધાનું આયોજન કરીએ છીએ અને આ ભાવનગરના લોકો આખો દિવસ આ રંગોળીનો આનંદ માણે છે અને દિવાળીનો માહોલ ખૂબ જ જામે છે.
રંગોળી હરીફાઈનું આયોજન (ETV Bharat Gujarat) પૈસાની રંગોળી (ETV Bharat Gujarat) રંગોળી સ્પર્ધાનું આયોજન (ETV Bharat Gujarat) સામાજિક સંદેશાઓને લઈને વિવિધ રંગોળીઓ: સ્પર્ધક રાજ્યગુરુ પાર્થિવે જણાવ્યું હતું કે,'કલા સંઘ ભાવનગર દ્વારા છેલ્લા 17 વર્ષથી રંગોળી કોમ્પિટિશન આયોજન કરવામાં આવે છે, જેમાં લોકોના ત્રણ ગ્રુપ હોય છે. નાના બાળકોથી માંડીને મોટા વડીલો સુધીના બધા પાર્ટીસિપેટ કરે છે. જેમાં આપણે વિવિધ મીડિયમથી રંગોળી કરી શકીએ છીએ. ફુલ છે, ચિરોડી છે અને અલગ અલગ વિષય ઉપર ખૂબ સુંદર રંગોલી કરવામાં આવે છે. ભ્રુણ હત્યા છે, દુષ્કર્મના બનાવો છે તેના ઉપર પણ રંગોળી જાગૃતિ હેઠળ કરવામાં આવે છે.'
રંગોળી હરીફાઈનું આયોજન (ETV Bharat Gujarat) રંગોળી હરીફાઈનું આયોજન (ETV Bharat Gujarat) ફ્રુટની રંગોળી (ETV Bharat Gujarat) રંગોળી હરીફાઈનું આયોજન (ETV Bharat Gujarat) ફ્રુટની રંગોળી સહિત વિવિધ રંગોળી:કલા સંઘની સ્પર્ધામાં ભાગ લેનાર જાગૃતીબેન અનંતરાય શાહે જણાવ્યું હતું કે,' આજના ધનતેરસના દિવસે મેં રીયલ ફ્રુટની રંગોળી કરે છે. છેલ્લા 15 વર્ષથી હું ભાગ લઉં છું, મને રંગોળીનો ખુબ શોખ છે અને કલા સંઘ દર વર્ષે નવું નવું આયોજન કરવાની અમને તક આપે છે અને અમે લોકો દર વખતે મૌલિકતાથી કોઈપણ વસ્તુ નવી નવી કરી, ગત વર્ષે મેં ગરબાની રંગોળી કરી હતી, એની પહેલા મોતીની કરી હતી, એની પહેલા પૈસાની કરી હતી. હું દર વર્ષે નવી નવી રંગોળી કરતી આવી છું.'
આ પણ વાંચો:
- જૂનાગઢમાં યોજાયું રંગોળી પ્રદર્શન, રતન ટાટાને શ્રદ્ધાંજલિ અને મહિલા અત્યાચારને કર્યા ઉજાગર
- આજથી દિવાળી પર્વની વિધિવત શરૂઆત : ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળીના મુહૂર્ત જાણો...