દીવ:જો તમે દીવમાં વેકેશન કે ફરવા માટે આવતા હોવ તો આ અહેવાલ તમારા માટે સૌથી મહત્વનો છે. દીવ પોલીસે હોટલમાં સ્પાઇ કેમેરા લગાવીને રૂમમાં રહેલા વ્યક્તિની અંગત પળો કેમેરામાં કેદ કરવાના આરોપસર હોટલ સંચાલક અને મેનેજર અને અન્ય એક યુવતી મળીને ત્રણ વ્યક્તિની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં આરોપી પાસેથી મળેલા મોબાઇલમાં અશ્લિલ કહી શકાય તેવા અનેક વિડીયો પણ કબજે કરીને તપાસ શરૂ કરી છે.
દીવમાં હોટલ રૂમમાં સ્પાય કેમેરા (ETV Bharat Gujarat) દીવની હોટેલમાં ગુપ્ત કેમેરાથી અંગત પળોનું રેકોર્ડિંગ
દીવ પોલીસે હોટેલ કેશવમાં પ્રવાસીઓની અંગત પળોના રેકોર્ડિંગ કરવા માટે લગાવવામાં આવેલા સ્પાઇ કેમેરા સાથે લીઝ પર હોટેલ રાખનાર સંજય અને મેનેજર અલ્તાફની સાથે હોટેલમાં મસાજ માટે રાખવામાં આવેલી એક યુવતી મળીને કુલ ત્રણ વ્યક્તિની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે. દીવ પોલીસને 25 ડિસેમ્બરના રોજ ઇન્ટેલિજન્સ મારફતે આ પ્રકારની ફરિયાદ પ્રાપ્ત થઈ હતી. જેમાં તપાસ કરતા સમગ્ર મામલો સેક્સટોર્સન સુધી પહોંચતો જોવા મળતા પોલીસે આજે બે પુરુષ અને એક મહિલાની અટકાયત કરી છે.
ત્રણે આરોપીઓ પૈસા પડાવવા માટે રચ્યું કારસ્તાન
દીવ જિલ્લા પોલીસવડા સચિન યાદવે સમગ્ર મામલામાં વિગતો આપતા જણાવ્યું હતું કે, હોટેલ લીઝ પર લેનાર સંજય રાઠોડ અને મેનેજર તરીકે કામ કરતા અલ્તાફની સાથે મસાજ માટે રાખવામાં આવેલી એક યુવતી હોટલમાં આવતા ગ્રાહકોને ફસાવીને તેમની અંગત પળોનું રેકોર્ડિંગ કરી જે તે વ્યક્તિ પાસેથી પૈસાનો તોડ કરતા હોવાનું સામે આવ્યું છે. દીવ પોલીસે સંજય અને અલ્તાફના બંને મોબાઈલ કબજે કરીને તપાસ કરતા તેમાંથી 20 થી 25 જેટલા પ્રવાસીઓના અંગત પળોના વિડીયો મળી આવ્યા હતા. જે સ્પાઈ કેમેરા થકી હોટલના રૂમની અંદર ઉતારવામાં આવ્યા હતા. જેમાં મસાજ માટે રાખવામાં આવેલી યુવતી ગ્રાહકોને ફસાવીને તેમની સાથે અંગત પળો માણતી હતી. જેનું રેકોર્ડિંગ ઇલેક્ટ્રીક સ્વીચ બોર્ડમાં ખૂબ જ ગુપ્ત રીતે ફીટ કરેલા સ્પાઈ કેમેરા દ્વારા સમગ્ર રેકોર્ડિંગ થતું હતું.
દીવમાં હોટલ રૂમમાં સ્પાય કેમેરા (ETV Bharat Gujarat) જિલ્લા પોલીસ વડાએ પ્રવાસીઓને કરી અપીલ
દીવ જિલ્લા પોલીસ વડા સચિન યાદવે જે લોકો હોટલ કેશવ માં પાછલા સમય દરમિયાન રોકાયા છે. તેમને પોલીસનો સહકાર આપવા અપીલ પણ કરી છે. જે લોકો હોટલ કેશવમાં ગોરખધંધાના સમય દરમિયાન રોકાયા હતા. તેમને પોલીસ દ્વારા વિક્ટમ પ્રોટેક્શન એક્ટ મુજબ પોલીસ તેમને સાક્ષી બનાવીને પકડાયેલા ત્રણેય આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસને સહકાર આપવા વિનંતી પણ કરી છે. પાછલા 6 મહિનાથી આ પ્રકારના ગોરખધંધા દીવની હોટલ કેશવમાં ચાલી રહ્યા હતા. જેમાં છેલ્લા એક મહિનાથી સેક્સટોર્સનનું કામ પણ થતું હતું. જેમાં અનેક લોકોને આ ત્રિપુટીએ ફસાવ્યા હોવાની વિગતો પણ પોલીસને મળી છે.
આ પણ વાંચો:
- રાજકોટના વિંછીયામાં હત્યાના આરોપીઓનો વરઘોડો ન નીકળતા બબાલ, પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ
- 'બુલ્ડોઝર સેલેબ્રેશન' વાવ-થરાદ અલગ થવાને લઈને ભાજપ નેતાઓએ કરી કાંઈક આવી ઉજવણી- Video