રાજકોટ: જિલ્લાનાં 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલા એક કોમર્શિયલ બિલ્ડીંગમાં ઓફિસ ધારકને સારી ફેસિલિટી આપવાની વાત કરવામાં આવી હતી. તે મુજબની ફેસિલિટી ન આપી હોવાનું ઓફિસ ધારકે આક્ષેપ કર્યો છે. જે બાબતે તેણે અરજી પણ કરી છે. આ અંગે અરજીની તપાસ કોર્ટમાં કરી હતી જેની તપાસ પોલીસને સોંપી છે.
બિલ્ડર પર ઓફિસ ધારકે કર્યો આક્ષેપ: રાજકોટના 150 ફૂટ રોડ ઉપર આવેલ આર.કે પ્રાઇમ ટુ નામના બિલ્ડિંગમાં એક ઓફિસ ધારકે ઓફિસની ખરીદી કરી હતી. જે ઓફિસમાં તેને પાર્કિંગ તેમજ લિફ્ટ માટેની અમુક સુવિધાઓની આપવામા આવશે તેવું કહેવામાં આવ્યું હતું. જે બાબતે તે સુવિધાઓ બિલ્ડર દ્વારા ન આપતું હોવાની ઓફિસ ધારકે અરજી વકીલ વિકાસ શેઠ દ્વારા તેમણે કોર્ટમાં કરી હતી.
રાજકોટ કોમર્શિયલ બિલ્ડીગમાં પાર્કિગ બાબતે વિવાદ (Etv Bharat Gujarat) કોર્ટે યોગ્ય તપાસ કરવાની સૂચના આપી:કોર્ટે આ અરજીને ધ્યાનમાં લઇને પોલીસને આ અંગે યોગ્ય તપાસ કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને હાલ આ બાબતની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. વધુમાં મળતી વિગત પ્રમાણે આર. કે. બિલ્ડરના PRO દિલીપ ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ ગ્રુપ વર્ષોથી સારા કન્સ્ટ્રક્શન કામ કરે છે અને ઓફિસ ધારકે કોર્ટમાં અરજી કરી હતી. તેની તપાસ હાલ કોર્ટમાં થઇ રહી હોવાથી આ બાબતે વધુ કંઈ ન કહી શકાય. અમે તો ઓફિસ ધારકને કોઈ નુકસાન થાય તેની સતત તકેદારી રાખતા હોય છીએ.
આ પણ વાંચો:
- મોરબીમાં ભાજપ અગ્રણી પર સરકારી જમીનમાં દબાણ કર્યાનો આરોપ, કલેકટરે કાર્યવાહીની ખાતરી આપી - Illegal occupation of govt land
- છ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા બાબતે દાહોદ ખાતે કેન્ડલ માર્ચનું આયોજન, ઈસુદાન ગઢવીએ ભાજપ પર કર્યા આકરા પ્રહારો - Dahod crime