જુનાગઢ:ગરીબી અને બેરોજગારી સામે લડત આપી શકે તેવા એકમાત્ર સંકલ્પ તરીકે ઉદ્યમિતા લોકોમાં અને ખાસ કરીને અભ્યાસ કરતા યુવાનોમાં જાગૃત થાય તે માટે રાષ્ટ્ર અને રાજ્ય સ્તરે ઉદ્યમિતા આયોગની રચના થાય તે માટે ડિજિટલ પ્રયાસ શરૂ થયો છે. અભ્યાસ કરતો વિદ્યાર્થી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરીની રાહમાં બેસી રહે તેના કરતાં તે સ્વયંમ નોકરી દાતા બને તે માટે ઉદ્યમિતા કૌશલ્ય વિકસાવવા માટે આયોગની રચના થાય તે હેતુસર ડિજિટલ સિગ્નેચર અભિયાન શરૂ થયું છે.
ઉદ્યમિતા આયોગની રચના માટે ડિજિટલ અભિયાન
અભ્યાસ કરતો યુવાન અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરીની રાહમાં ન બેસી રહે અને તે સ્વયંમ નોકરી દાતા બને તે માટે પ્રત્યેક યુવાનમાં ઉદ્યમિતા સાહસિકતાનું સર્જન થાય તે માટે રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે ઉદ્યમિતા આયોગની સ્થાપના થાય તે હેતુસર ડિજિટલ કેમ્પિંગ અભિયાન શરૂ થયું છે.
જુનાગઢમાં ઉદ્યમિતા આયોગની રચના માટે ડિજિટલ સિગ્નેચર અભિયાન (Etv Bharat Gujarat) જૂનાગઢની શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતા યુવાનો કે જે આવનારા સમયમાં કોઈપણ પ્રકારની રોજગારી માટે બહાર આવશે, આવા વિદ્યાર્થીઓમાં ઉદ્યમિતાનો ગુણ વિકશે અને તે નોકરીની લાઈનમાં ઊભા રહેવાને બદલે અન્ય લોકોને નોકરી દાતા બને તેવા કૌશલ્યનો વિકાસ થાય તે માટે રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે ઉદ્યોમિતા આયોગની રચના માટે ખાસ ડિજિટલ અભિયાનની શરૂઆત થઈ છે.
રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે ઉદ્યમિતા આયોગની સ્થાપના થાય તે હેતુસર ડિજિટલ કેમ્પિંગ અભિયાન શરૂ (Etv Bharat Gujarat) યુવાનોને જોડવા ડિજિટલ અભિયાન
રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે ઉદ્યમિતા આયોગનું નિર્માણ થાય તે માટે જૂનાગઢમાં ખાસ સિગ્નેચર અભિયાન ડિજિટલ માધ્યમથી શરૂ થયું છે, 12 મી જાન્યુઆરીથી લઈને 12મી ફેબ્રુઆરી સુધી મહિનો ઉદ્યમિતા મહીના તરીકે મનાવવામાં આવે છે. જે અંતર્ગત ડિજિટલ સિગ્નેચર અભિયાન થકી ઉદ્યમિતા આયોગ બને અને તેમાં ખાસ કરીને નારી શક્તિ સામેલ થાય તેવા પ્રયાસો શરૂ થયા છે.
ઉદ્યમિતા કૌશલ્ય વિકસાવવા માટે આયોગની રચના થાય તે હેતુસર ડિજિટલ સિગ્નેચર અભિયાન (Etv Bharat Gujarat) જે યુવાનો આજે અભ્યાસ પૂર્ણ કરીને આવતી કાલે રોજગારીની રાહમાં જોવા મળશે તેવા યુવાનો પણ ઉદ્યોમિતાના ગુણ સાથે સ્વયંમ પોતાનો નાનો ધંધો કે રોજગાર શરૂ કરી શકે તે માટે પણ આ આયોગ બનવું ખૂબ જરૂરી છે. જેમાં યુવાનોના પરિવારજનો પણ જોડાઈને નોકરી મેળવવાની માનસિકતા બદલીને પોતે કોઈને નોકરી આપી શકે છે. આવી માનસિકતા સાથે ઉદ્યોગ સાહસિક બને તે માટે આયોગ આજના દિવસે ખૂબ જરૂરી છે, જેથી જૂનાગઢમાં આજે ઉદ્યમીતા આયોગ બને તે માટે ડિજિટલ સિગ્નેચર અભિયાન શરૂ થયું છે.
- ભુજના પ્રાગમહેલમાં 'જ્ઞાનની ગંગા' વહી, ભારતની પ્રાચીન લિપિઓ અને હસ્તપ્રત અંગે જાણવાની ત્રિદિવસીય તક
- 24 જાન્યુ.થી ઠંડીના નવા રાઉન્ડ માટે રહેજો તૈયાર, પવનની ગતિ સામાન્ય થી વધારે રહેવાની શક્યતા