ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉપલેટાની સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી - ACCUSED SENTENCED IN RAPE CASE

રાજકોટના ઉપલેટાની સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં ધોરાજીની સેશન્સ કોર્ટ આરોપીને ગુન્હેગાર ઠરાવી 20 વર્ષની સજા ફટકારી છે.

ઉપલેટાની સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં ધોરાજીની સેશન્સ કોર્ટ આરોપીને 20 વર્ષની સજા ફટકારી
ઉપલેટાની સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં ધોરાજીની સેશન્સ કોર્ટ આરોપીને 20 વર્ષની સજા ફટકારી (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 9, 2024, 6:22 PM IST

રાજકોટ: જિલ્લાના ઉપલેટાની સગીરા સાથેના દુષ્કર્મના આરોપમાં ધોરાજીની સેશન્સ કોર્ટ આરોપીને ગુનેગાર ઠરાવી 20 વર્ષની સજા ફટકારી છે. જેમાં આરોપી દ્વારા લલચાવી, ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયેલો હોવાની બાબત સામે આવી હતી અને સાથે ખોટા દસ્તાવેજી પુરાવા અને ઓળખ પુરાવા તૈયાર કરી યુવતી, યુવક સાથે ગઈ હોવાનું પણ સામે આવ્યું હતું.

આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી: રાજકોટ જિલ્લાના ધોરાજીની એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ અલીહુસેન મોહીબુલ્લાહ શેખ દ્વારા આરોપી મયુર ઉર્ફે કાનો ભીખાભાઈ વાઢેરને દુષ્કર્મ અને પોકસોના કેસમાં ગુનેગાર ઠરાવી અને 20 વર્ષની સજા ફટકારેલી છે અને આ સાથે રૂપિયા 9 હજારનો દંડનો હુકમ કર્યો છે. આ કેસમાં ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે, તેમની દીકરીને આરોપી લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. ત્યારે ઉપલેટા પોલીસ દ્વારા આ બાબતનો ગુનો નોંધી અને આગળની તપાસ કરી હતી. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જામનગરથી ભોગ બનનાર સગીરા અને આરોપીને પકડી લીધા હતા. ત્યારબાદ આ કેસ ચલાવવામાં આવ્યો હતો. જેમાં સેશન્સ કોર્ટે આરોપીને ગુનેગાર ઠરાવ્યો હતો.

ઉપલેટાની સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં ધોરાજીની સેશન્સ કોર્ટ આરોપીને 20 વર્ષની સજા ફટકારી (Etv Bharat gujarat)

ભોગ બનનારી સગીરા આરોપીના સંપર્કમાં હતી: જ્યારે આરોપી પક્ષે બચાવ કરતા દલીલ કરવામાં આવી હતી કે, ભોગ બનનાર સગીરા આરોપીના સંપર્કમાં હતી. ભોગ બનનાર સગીરાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પોતાના મોટા બેનની જન્મ તારીખ દર્શાવીને એક્ઝામિનેશન હોલ રીસીપ્ટમાં પોતાનો ફોટો ચોંટાડી અને આધાર કાર્ડમાં પોતાનો ફોટો ચોંટાડી અને આરોપી પાસે સામેથી ગઇ હતી. આ કિસ્સામાં ભોગ બનનાર સગીરા સહમતીથી ડોક્યુમેન્ટ ટેમ્પર કરીને ગયેલી છે. જ્યારે સરકાર પક્ષે પબ્લિક પ્રોસિકયુટર કાર્તિકેય પારેખ તરફથી દલીલો કરવામાં આવી હતી કે, ભોગ બનનારના જન્મની નોંધ કાયદેસરની પ્રક્રિયાના અંતે થયેલી છે. ભોગ બનનારની જુબાની જોવામાં આવે તો આરોપી તેને લગ્નની લાલચે ફોસલાવીને લઈ ગયાનો નક્કર પુરાવો છે.

ઉપલેટાની સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં ધોરાજીની સેશન્સ કોર્ટ આરોપીને 20 વર્ષની સજા ફટકારી (Etv Bharat gujarat)

આરોપી પર સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યાનો આરોપ: આ કેસમાં એવું પણ સામે આવ્યું હતું કે, આ સગીરા સાથે આરોપીએ શરીર સંબંધ બાંધેલો છે અને તેને મુંબઈ લઈ ગયો હોવાનો આરોપ છે. ત્યારે આરોપી સારી રીતે જાણતો હોય કે ભોગ બનનાર સગીરા નાની ઉંમરની છે. ભોગ બનનારે પોતાની જુબાનીમાં જણાવ્યું હતું કે, આવા ખોટા દસ્તાવેજો ઊભા કરવા આરોપીએ દબાણ લાવેલું હતું. તે હકીકત ન માનવાને કારણ નથી તેવી પણ બાબતો ધ્યાને આવી છે. આ કેસમાં તમામ દલીલો, ડોક્ટર રૂબરૂની આરોપી તથા ભોગ બનનારની હિસ્ટ્રી અને ફોરેન્સિક સાયન્સ એવિડન્સના અહેવાલો જોતા ભોગ બનનાર સગીરાના યુરેથલ સ્વભાવ ઉપર માનવ વીર્યની હાજરી મળી હતી.

ઉપલેટાની સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં ધોરાજીની સેશન્સ કોર્ટ આરોપીને 20 વર્ષની સજા ફટકારી (Etv Bharat gujarat)

ધોરાજી કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી: ત્યારે આ ભોગ બનનાર સગીરાની ઉંમર 18 વર્ષથી નાની હોય તે સહમતીનો બચાવ પણ ઉભો રહી શકે નહીં તેવી દલીલો કરી હતી. ત્યારે આ તમામ દલીલોને ધ્યાને લઈ અને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલીહુસેન મોહીબુલ્લાહ શેખ દ્વારા આરોપી મયુર ઉર્ફે કાનો ભીખાભાઈને ભારતીય દંડ સંહિતાની કલમ 363 કલમ 366 કલમ 376 (2) (N) તથા પોક્સો એક્ટની કલમ 6 મુજબ ગુન્હેગાર ઠરાવી અને રૂપિયા 9,000 દંડ ફટકાર્યો હતો અને સાથે 20 વર્ષની પણ સજા ફટકારી હતી. આ ઉપરાંત કોર્ટે ભોગ બનનારને રૂપિયા 7 લાખ વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

ઉપલેટાની સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં ધોરાજીની સેશન્સ કોર્ટ આરોપીને 20 વર્ષની સજા ફટકારી (Etv Bharat gujarat)

આ પણ વાંચો:

  1. વડોદરામાં ગેંગરેપની તપાસ પોલીસને મગરથી ભરેલી વિશ્વામિત્રી નદી સુધી લઈ ગઈ, કલાકો સુધી પાણીમાં પુરાવાની શોધ
  2. શિક્ષક પર લાગ્યો વિદ્યાર્થિનીને ભગાડી જવાનો આરોપ, જાણો કચ્છના ગાંધીધામનો ચકચારી કિસ્સો

ABOUT THE AUTHOR

...view details