રાજકોટ :ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલીહુસૈન મોહીબુલ્લાહ શેખ દ્વારા દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાના પિતાની પોલીસ ફરિયાદ પરથી ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર એ. બી. ગોહિલ દ્વારા કરેલી તપાસના અંતે થયેલ ચાર્જશીટમાં હરસિંગ ઉર્ફે હરેશ ભાયલાભાઈ રાઠવાને 20 વર્ષની સજા ફટકારી છે.
સગીરા સાથે દુષ્કર્મ કેસ :આ બનાવની વિગત અનુસાર ધોરાજી તાલુકાના એક ગામમાં પરિવાર ખેતીની મજૂરી માટે આવ્યો હતો. તેમની દીકરી શાળામાં અભ્યાસ કરતી હતી. આ ઘટનામાં ભોગ બનનાર સગીરા ખેતરે હતી, ત્યારે આરોપી તેનું અપહરણ કરી અને પોતાના ગામ લઈ ગયો હતો. આ સમયગાળા દરમિયાન આરોપીએ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મનો ભોગ બનનારની ઉંમર બનાવ વખતે માત્ર 14 વર્ષ 04 મહિના જ હતી.
સગીરા સાથે દુષ્કર્મ કરનારને ધોરાજી કોર્ટે સજા ફટકારી (ETV Bharat Gujarat) બચાવ પક્ષની દલીલ :
આ બનાવ અંગે બચાવ પક્ષ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, જ્યારે પોક્સો એક્ટ લગાડવામાં આવે ત્યારે સૌથી વધુ મહત્વનો પુરાવો ભોગ બનનારના જન્મનો આધાર થાય છે. ત્યારે હાલના કિસ્સામાં ભોગ બનનારના પિતાને ઉલટ તપાસમાં પૂછતા તેમણે જન્મનું ગામ અલગ જણાવેલ છે, જ્યારે જન્મની નોંધણી અલગ ગામમાં થઈ છે. ભોગ બનનારના જન્મ તારીખના દાખલામાં દાદાના નામમાં પણ ફરક છે, આવી રીતે આખો જન્મ તારીખનો દાખલો શંકાસ્પદ છે.
ભોગ બનનાર પુખ્ત વયની છે, તેણી સહમતિથી પોતાની રીતે પ્રેમ સંબંધ હોવાના લીધે ભાગી અને આરોપી પાસે આવેલ છે. આવા સંજોગોમાં પોક્સો એક્ટ મુજબ કોઈ ગુનો બનતો ન હોય અને દુષ્કર્મનો પણ કોઈ કેસ નથી. આ બાબતમાં ભોગ બનનારના પરિવારજનોએ ફરિયાદ પણ મોડી નોંધાવી છે, જેથી આખી ફરિયાદ અને બનાવ તાર્કિક રીતે આરોપીને તકસીરવાન ઠરાવવા માટે પૂરતો નથી તેવું બચાવ પક્ષે જણાવ્યું હતું.
સરકાર પક્ષની દલીલ :
આ કેસમાં સરકાર પક્ષે રહેલા ધોરાજી સેશન્સ કોર્ટના એડિશનલ પબ્લિક પ્રોસિટર કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવી કે, આ કિસ્સામાં જોવામાં આવે તો વિરુદ્ધ અનુમાન છે. જેમાં ફરિયાદ પક્ષે પોતાનો કેસ પુરવાર નથી કરવાનો, પરંતુ આરોપીએ પોતાની નિર્દોષતા પુરવાર કરવાની છે. કારણ કે, આરોપી પક્ષ તરફથી ભોગ બનનાર તેમની સાથે હતા તેવું ઊલટ તપાસ દરમિયાન કબૂલાત છે. ભોગ બનનારના જન્મની નોંધ કાયદેસરની પ્રક્રિયા કરી થયેલી છે, તે નોંધના રજીસ્ટરનો ઉતારો રજૂ થયો છે. તે એક સરકારી રેકર્ડ છે, તેને ન માનવાને કોઈ કારણ નથી.
આ કેસમાં રજૂ રાખવામાં આવેલ આ રેકોર્ડ પ્રમાણે ભોગ બનનારની ઉંમર બનાવ વખતે 14 વર્ષ 04 મહિના છે, તે સમયગાળાની ઉંમર પોતાનું ભલું બુરૂ વિચારવા માટે પોતે સક્ષમ કે સમર્થ ન હોઈ શકે જેથી આ ભોગ બનનારની માતાએ પણ પોતાની જુબાનીમાં જણાવેલી છે કે, "એ વાત ખરી છે કે, ત્યાર પછી અમારી જ્ઞાતિનું પંચ બેસેલ અને સમાધાન થતા દીકરી પાછી આવેલ ત્યારે મારી દીકરીની ઉંમર ઓછી હોય તેને સારા નર્સાની ખબર પડતી ન હોય તેને લઈ ન જવાય" આમ આ તમામ પુરાવાઓને ધ્યાનમાં લેવામાં આવેલ હતા.
કેસની તપાસ :આ કેસમાં નિવૃત્ત સાયન્ટિફિક ઓફિસર વેદ પ્રકાશ ઓમકારસિંહ યાદવે જણાવ્યું કે, ભોગ બનનારના સર્વાઇકલ્સ સમિયાર (ગર્ભાશયના મુખના નમૂના) પર માનવ વીર્યની હાજરી મળી અને તેનું બ્લડ ગ્રુપ આરોપી સાથે મેચ થતું હતું. પોસ્ટ ફોનીક્સ સમિયાર અને પેરેનિયલ સ્મિયરમાં પણ માનવ વીર્યની હાજરી મળી હતી. પરંતુ તે નમૂના પર્યાપ્ત માત્રામાં ન હોવાથી તેનું બ્લડ ગ્રુપ નક્કી થઈ શક્યું ન હતું. આ બધા મુદ્દા તથા સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈને સરકાર પક્ષે રહેલ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરે આરોપીને તકસીરવાન ઠરાવવા માંગણી કરી હતી.
ધોરાજી કોર્ટનો ચુકાદો : આ કેસમાં ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલીહુસૈન મોહીબુલ્લાહ શેખ દ્વારા આરોપી હરસિંગ ઉર્ફે હરેશ ભાયલાભાઈ રાઠવાને પોક્સો એક્ટ તથા દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા તથા રૂપિયા આઠ હજારનો દંડ ફટકાર્યો હતો. સાથે ભોગ બનનારને વિકટીમ કંપેન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા સાત લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
- હત્યાના કેસમાં ધોરાજી સેશન્સ કોર્ટે આરોપીને ફટકારી આજીવન કેદની સજા
- દુષ્કર્મ કેસના આરોપીને સજા, પીડિતાનું મૃત બાળક બન્યું મજબૂત પુરાવો