ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના સોની વેપારીઓને ધનતેરસ ફળી, ઉપલેટાની દુકાનોમાં જોવા મળી ગ્રાહકોની ભીડ

રાજકોટ જિલ્લાના સોની વેપારીઓને ધનતેરસ ફળી હોય તેમ કરોડો રૂપિયાના સોના-ચાંદીની ખરીદી કરવામાં આવી હતી.

રાજકોટના સોની વેપારીઓને ધનતેરસ ફળી
રાજકોટના સોની વેપારીઓને ધનતેરસ ફળી (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 29, 2024, 8:06 PM IST

Updated : Oct 29, 2024, 9:03 PM IST

રાજકોટ: ધનતેરસના પાવન પર્વ નિમિત્તે રાજકોટ જિલ્લામાં કરોડો રૂપિયાના સોનાની ખરીદી કરવામાં આવશે જેમાં ઘણા ખરા ગ્રાહકોએ ધનતેરસ નિમિત્તે સોનાની ડીલેવરી લેવાની હોય તે સંદર્ભે અગાઉ બુકિંગ પણ કરાવેલ હોય અને ધનતેરસના દિવસે તેઓ ઘરમાં સોનાની ખરીદી લાવવા માંગતા હોય તે મુજબ ધનતેરસના દિવસે ડીલેવરી પણ લેતા હોય છે તો આ ધનતેરસના પાવન પર્વ નિમિત્તે રાજકોટ જિલ્લાના ઉપલેટાના સોની વેપારીને ત્યાં ગ્રાહકોએ અગાઉ બુકિંગ કરાવેલ હતું તે લેવા માટે ભારે ભીડ જોવા મળી હતી તો ઘણા ખરા ગ્રાહકોએ સોનાના બિસ્કીટની પણ ખરીદી કરી છે.

ધનતેરસ 29મી ઓક્ટોબર એટલે કે આજે છે,કેલેન્ડર મુજબ, ધનતેરસનો તહેવાર દર વર્ષે કારતક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે છે. તેથી આને ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે 2024માં ધનતેરસ 29 ઓક્ટોબર મંગળવારે આવી છે. ધનતેરસનો દિવસ ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે કરવામાં આવેલી ખરીદી 13 ગણી વધી જાય છે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી કરવાનો અનેરો મહિમા (Etv Bharat gujarat)

આ વખતે ધનતેરસના દિવસે ચંદ્ર કન્યા રાશિમાં હશે અને સંયોગ એ છે કે આ વખતે ગુરુનું પાંચમું સ્થાન પણ ચંદ્ર પર હશે. આ ઉપરાંત ધનતેરસનો દિવસ મંગળવાર છે. આ બધી પરિસ્થિતિઓમાં, યોગ્ય સામાનની ખરીદી તમારા માટે સૌથી વધુ શુભ સાબિત થશે. આ ગ્રહોની સ્થિતિઓ વચ્ચે આ વખતે ધનતેરસ પર સોના-ચાંદીની ખરીદી કરવી ખૂબ જ શુભ રહેશે. આ સિવાય તાંબા અને પિત્તળની વસ્તુઓથી પણ તમને ફાયદો થશે. વાસ્તવમાં, મંગળવાર હોવાથી, આ દિવસે તાંબુ ખરીદવું શ્રેષ્ઠ રહેશે. તમે સ્ટીલ, કાચની વસ્તુઓ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોની ખરીદી કરીને આટલો લાભ મેળવી શકશો નહીં. તમને ધનતેરસ પર 13 ગણો નફો ત્યારે જ મળે છે.

ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી કરવાનો અનેરો મહિમા (Etv Bharat gujarat)

ધનતેરસ પર સોનું, ચાંદી, તાંબુ અને અન્ય ધાતુઓની ખરીદી શુભ માનવામાં આવે છે. વાસ્તવમાં આ બધી વસ્તુઓ દેવી લક્ષ્મીને વધુ પ્રિય છે. આવી સ્થિતિમાં તેમને ખરીદવાથી પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા આવે છે. આ ઉપરાંત, આ વસ્તુઓની ખરીદી તમારા માટે આર્થિક રીતે મજબૂત બનવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

સોની વેપારીઓ ગ્રાહકોને આકર્ષવા અવનવી સ્કિમો આપી (Etv Bharat gujarat)

ધનતેરસના દિવસે તમે જે પણ સામાન ખરીદો અને લાવો. તેને અલમારીમાં રાખો. તમારે આ સામગ્રીનો ઉપયોગ દિવાળીના દિવસે જ કરવાનો છે. તમે જે પણ સોના અને ચાંદીની વસ્તુઓ લાવો છો, તેને લાલ રંગના કપડામાં શુદ્ધતા સાથે લપેટી રાખો. તમે જે પણ તાંબાના વાસણો વગેરે ખરીદો છો, તેનો ઉપયોગ તમારે દિવાળીના દિવસે દેવી લક્ષ્મીની પૂજામાં કરવો.

ઉપલેટાની સોની બજારમાં લોકોની જોવા મળી ભીડ (Etv Bharat gujarat)

વાસ્તવમાં ધનતેરસ પર લોકો પોતાની ક્ષમતા મુજબ અનેક પ્રકારની વસ્તુઓ ખરીદે છે. તમે માટીના દીવા અને મોંઘા ઘરેણાં પણ ખરીદી શકો છો. જો કે સોના-ચાંદીના દાગીનાની ખરીદી શુભ છે. જો તમે ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પહેલા જાણી લો કે આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાનો શુભ સમય કયો છે.

રાજકોટ જિલ્લામાં દિવાળીના તહેવાર નિમિત્તે આવતા ધનતેરસના પાવન પર્વ પર મોંઘવારી હોવા છતાં પણ સોનાની ખરીદીમાં બે રોકટોક ગ્રાહકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે અને દિવાળીના પાવન પર્વ તેમજ આવતા દિવસોની અંદર લગ્ન પ્રસંગ માટે જેમનો સૌથી વધુ મહત્વ હોય એવા સોનાની ખરીદી માટે ઉમટી પડ્યા હતા અને દિવાળી તેમજ લગ્ન પ્રસંગની ખરીદી કરી ધનતેરસના પાવન અને દિવાળીના પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આ ગ્રાહકોને આકર્ષવા માટે વેપારીઓ દ્વારા વિવિધ યોજનાઓ તેમજ ઓફરો પણ કાઢવામાં આવે છે જેમાં ગ્રાહકો પણ સોનાની ખરીદીની સાથે તેમને મળતા લાભ અને ફાયદા માટે વિવિધ વેપારીઓને ત્યાં ભીડ જમાવીને બેસતા હોય છે ત્યારે આ વર્ષે ભાવ વધારે હોવા છતાં પણ લોકોએ સોનાની ખરીદી મન મૂકીને કરી હોવાનું વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

  1. Dhanteras 2024: અમરેલીના સોની બજારમાં સોનુ ખરીદવા લોકોનું ઘોડાપૂર
  2. દિવાળી, દીવડા અને પાટણના દેવડા, ગુજરાત જ નહીં વિદેશમાં પણ છે દેવડા મીઠાઈની માંગ
Last Updated : Oct 29, 2024, 9:03 PM IST

ABOUT THE AUTHOR

...view details