દ્વારકાઃઆજરોજ પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર પવિત્ર દિવસ હોઈ, દ્વારકા નજીક આવેલા દ્વાદશ જ્યતિર્લિંગમાં આજે સોમવાર હોવાના કારણે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
શિવ ભક્તોની કતારો લાગીઃ વહેલી સવારની આરતીમાં પણ મોટી સંખ્યામાં ભક્તો એ દર્શન કર્યા હતા. બાર જ્યોતિર્લીંંગ માનું એક જ્યોતિર્લિંગ દ્વારકા તાલુકાના નાગેશ્વરમાં આવેલું છે. અહીં રોજના હજારો યાત્રિકો દર્શન કરવા આવે છે. અહીં ગુજરાત અને ભારત ભરમાંથી લોકો પોતાની મનોકામના અને આશાઓ લઇને આવે છે. આજ રોજ પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારના શિવ ભક્તોની લાંબી કતારો લાગી હતી.