ગાંધીનગર:ગુજરાતમાં લાખો શિક્ષિત યુવકો બેરોજગાર ફરી રહ્યા છે. સરકારી નોકરીની સામાજિક સ્વીકૃતિ હોવાને કારણે અનેક યુવાનો સરકારી નોકરીઓની તૈયારી કરે છે. છેલ્લા વર્ષથી ચિત્ર શિક્ષકની લાયકાત મેળવેલા ઉમેદવારો ભરતીની રાહ જોઈ રહ્યા છે. તેમાં દ્વીસ્તરીય -2023 TAT પાસ કરી છે. તો 7 ટકાની જોગવાઇ થયેલી છે તો તે પ્રમાણે ચિત્ર શિક્ષકની ભરતી વર્ષ 2024માં કરવાની માંગણી કરી છે. ચિત્ર વિષયના ઉમેદવારોની મુખ્ય માંગણીઓ એ છે કે જે માધ્યમિક શાળાઓમાં સાત વર્ગો નથી થતાં, ત્યાં બે શાળા મર્જ કરી શાળામાં ફરજિયાતપણે એક ચિત્ર શિક્ષક આપવામાં આવે.
ચિત્ર શિક્ષકની ભરતી છેલ્લાં 15 વર્ષથી પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં ન થવાના કારણે લાયકાત ધરાવતા ઉમેદવારોની ઉંમર પણ પૂર્ણ થવાના આરે છે. દર વર્ષે યોજાનાર જે ઈન્ટરમિડીએટ પરીક્ષા આવે છે તેમાં યોગ્ય માર્ગદર્શક ન હોવાના કારણે વિદ્યાર્થી તેમાં ભાગ લઈ શકતો નથી. આજના સ્પર્ધાત્મક યુગમાં ચિત્ર વિષયની પણ સ્પર્ધા થાય છે. પરંતુ તેનું નિરીક્ષણ કરવા માટે યોગ્ય શિક્ષક જ નથી. તો ચિત્ર શિક્ષકની નિમણૂક દ્વારા તે ખાલી પડેલી જગ્યાઓ ભરી શકાશે.
બાળકોમાં રહેલી સુષુપ્ત સર્જનાત્મક શક્તિ અને કલ્પનાશક્તિના વિકાસ માટે કાયમી ચિત્ર શિક્ષક હોવો જરૂરી છે. કલાઉત્સવ, પ્રવેશોત્સવ, હર ઘર તિરંગા, કલા મહાકુંભ, નારિવંદના ચિત્ર સ્પર્ધાઓનું દર વર્ષે જિલ્લા અને તાલુકા કક્ષાએ શાળાઓમાં આનંદભેર ઉજવણી થાય છે. તો કલાને જીવંત રાખવા માટે ગુજરાતના દરેક તાલુકામાં 1 ફરજિયાત કાયમી ચિત્ર શિક્ષક મળી રહે તેવી માંગણી કરી છે. જેમ કમ્પ્યુટર અને વ્યાયામ શિક્ષકોને વર્કલોડ પૂર્ણ કરવા સાક્ષરી વિષયો આપવા તેમ ચિત્ર શિક્ષકને પણ સાક્ષરી વિષય આપી કાર્યભાર સોપી શકાય.