ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Suicide: 'માતા-પિતાને ગર્વ થાય તેવું કોઈ જ કામ કર્યું નથી' - સુસાઇડ નોટ લખી GST આસિસ્ટન્ટ કમિશનરની દીકરીનો આપઘાત - GST આસિસ્ટન્ટ કમિશનરની દીકરી

મુંબઈમાં જીએસટી આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવનાર અધિકારીની દીકરીએ પરીક્ષાના તણાવમાં સુરત ખાતે આપઘાત કર્યો છે. નાપાસ થવાના તણાવમાં આવીને વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું હતું. એન્જિનિયરિંગ કરી રહેલી વિદ્યાર્થીનીએ આત્મહત્યા પહેલા અંગ્રેજીમાં સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, મોત માટે તે પોતે જવાબદાર છે. માતા પિતાને ગર્વ થાય તેવું કાર્ય તે કરી શકી નહોતી.

Surat Suicide
Surat Suicide

By ETV Bharat Gujarati Team

Published : Mar 4, 2024, 10:39 AM IST

સુરત:પરીક્ષામાં નાપાસ થવાના ડરથી અથવા નાપાસ થતાં તણાવમાં આવીને અનેકવિદ્યાર્થીઓ નિરાશ થઈને અડાજણ ખાતે આવેલા આમ્રપાલી રો હાઉસ ખાતે રહેતા અને મુંબઈ ખાતે જીએસટી વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા વેંકટેસ્ટ નાયકરની બે જુડવા દીકરી છે. પરિવાર સુરત ખાતે રહે છે અને વેંકટેશ મુંબઈ ખાતે ફરજ બજાવે છે. તેમની સંતાનો પૈકી એક વી મનુશ્રી સ્કેટ કોલેજમાં બીટેકના ત્રીજા વર્ષમાં હતી. આશાસ્પદ વિદ્યાર્થીનીએ પરીક્ષામાં નાપાસ થતાં આત્મહત્યા કરી લીધી હતી.

આ સમગ્ર મામલે અડાજણ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર આર. બી. ગોજીયાએ જણાવ્યું હતું કે, શનિવારે આશરે સાંજે પાંચ કલાકે વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે. સૌથી પહેલા વિદ્યાર્થીનીને પરિવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થીનીના પાસેથી એક અંગ્રેજીમાં લખેલી સુસાઇડ નોટ પોલીસને મળી આવી છે. જેમાં તેને જણાવ્યું છે કે પરીક્ષામાં નાપાસ થઈ જતાં તેણે આ પગલું ભર્યું છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

સ્યુસાઈડ નોટમાં નાપાસ થવાથી આપઘાત કર્યાનો ઉલ્લેખ: વિદ્યાર્થીનીએ આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે મારા મોત માટે હું જ જવાબદાર છું, માતા-પિતાને પ્રાઉડ થાય તેવું કોઈ જ કામ કર્યું નથી. પરીક્ષામાં પાસ થવા માટે મહેનત કરવી જોઈએ તે કરી નથી. પાંચમા સેમેસ્ટરની ફી પરત મળે તે માટે પ્રીન્ટ કાઢી લીધી છે. આવું અંગ્રેજીમાં લખીને વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હતો.

  1. Valsad: 'પાણી ટાંકીમાં પહોંચે છે પણ નળમાં પહોંચતું નથી' - ETV ભારત દ્વારા નલ સે જલ યોજનાનું રિયાલિટી ચેક
  2. Bhavnagar: પાણી છે, ટાંકી છે, નળ છે, યોજના સફળ છે, છતાં આજે નળમાં પાણી નથી...

ABOUT THE AUTHOR

...view details