ગુજરાત

gujarat

ETV Bharat / state

અનેક રાજ્યોમાં આતંક મચાવનારી 'મદારી ગેંગ' ઝડપાઈ, એક ટ્રિકથી મહિલાઓને ભોળવીને દાગીના પડાવી લેતા - MADARI GANG

સંઘપ્રદેશના કચીગામ સહિત અનેક વિસ્તારમાં તારીખ 9, 10 અને 14 જાન્યુઆરીના રોજ અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા.

મદારી ગેંગ પોલીસના હાથમાં આવી
મદારી ગેંગ પોલીસના હાથમાં આવી (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 16, 2025, 10:42 PM IST

દમણ:દમણમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓને નિશાન બનાવી એકલતાનો લાભ લઈ તેમને સંમોહિત કરીને તેમની પાસેથી દાગીના ઉતરાવી લઈને લૂંટ ચલાવતી ગેંગ સક્રિય બની છે. આ ગેંગના ત્રણ સાગરિકોને ઝડપી પાડવામાં દમણ પોલીસને સફળતા મળી છે. પોલીસે મદારી ગેંગના ત્રણ ઇસમોને ગાઝિયાબાદથી ઝડપી લીધા છે.

ઘટનાના 45 કલાકમાં જ આરોપીઓ ઝડપાયા
સંઘપ્રદેશના કચીગામ સહિત અનેક વિસ્તારમાં તારીખ 9, 10 અને 14 જાન્યુઆરીના રોજ અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. જેમાં એક જ મોડેસ ઓપરેન્ડી પ્રમાણે મહિલાઓને વાતમાં રાખીને સંમોહિત કરી તેમના દાગીના ઉતરાવી લઈને સ્થાનિક રીક્ષા ચાલકો સાથે મળીને કેટલાક શખ્સો ફરાર થઈ જતાં હતા. પોલીસને કચીગામ ખાતે મળેલી ફરિયાદને આધારે તપાસ હાથ ધરી હતી.

મદારી ગેંગ પોલીસના હાથમાં આવી (ETV Bharat Gujarat)

ગેગનું મુખ્ય કેન્દ્ર હરિયાણામાં
દમણ પોલીસે પકડી પાડેલી મદારી ગેંગનું મુખ્ય કેન્દ્ર ફરિદાબાદ, હરિયાણા વિસ્તારમાં આવેલું છે. મદારી ગેંગે દેશમાં 200થી વધુ ગુના કર્યા છે. જેમાં મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી, દમણ, દીવ, દિલ્હી ,યુપી, હરિયાણા તેમજ અન્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આ ટોળકી ખૂબ સક્રિય છે. અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવી તે ખાસ કરીને મહિલાઓનો પોતાનો શિકાર બનાવતી હતી.

સોડિયમનો ઉપયોગ કરીને હિપ્નોટાઈઝ કરતા
આ ગેંગના લોકો સામાન્ય મહિલાઓ તેમજ અંધશ્રદ્ધામાં માનતી મહિલાઓને પોતાનો ટાર્ગેટ બનાવી તેમના ઉપર સોડિયમનો ઉપયોગ કરતા હતા. આ રસાયણ હિપ્નોટાઈઝ કરવા માટે ઉપયોગી હોવાનું મનાય છે. ત્યારબાદ તેઓ રોકડ અને દાગીના લઈને ફરાર થઈ જતા હતા.

પ્રથમ ઘટના સીતાદેવી સાથે બની હતી
દમણમાં પ્રિન્સ ગાર્ડન પાસે અજાણ્યા શખ્સે 20,000 રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને પેન્ડેન્ટ છેતરપિંડી કરીને ઉતારી લીધા હતા. જ્યારે બીજી ઘટનામાં કચીગામ ગાર્ડન પાસે 35 વર્ષીય મીરાદેવીને સોનાની બુટ્ટી અને 60,000 ની કિંમતનું સોનાનું પેન્ડેડ લઈને શખ્સો ફરાર થઈ ગયા હતા. જ્યારે ત્રીજી ઘટના 14 જાન્યુઆરીના રોજ 53 વર્ષીય આશાદેવી નામની એક મહિલા સાથે બની હતી. તેમની ડાભેલ નજીક સરકારી શાળા પાસેથી 75 હજારની કિંમતના સોનાની બુટ્ટી અને પેડેન્ટ ચોરી કરી ગયા હતા.

મદારી ગેંગ પોલીસના હાથમાં આવી (ETV Bharat Gujarat)

આ પ્રકારે ગુનાના કિસ્સાઓ વધતા પોલીસે મામલાને ગંભીરતાથી લઈને વિશેષ ટીમની રચના કરી હતી અને દમણની આસપાસના 250થી વધુ સીસીટીવી ફૂટેજો ચેક કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં 80 થી વધુ ગેસ્ટ હાઉસ અને હોટલ રેસ્ટોરેન્ટોની પણ તપાસ કરવામાં આવી હતી. જેમાંથી કેટલાક પુરાવાઓ હાથ લાગ્યા હતા. જેમાં સીસીટીવી ફૂટેજ, મોબાઈલ નંબર તેમજ વિવિધ મુસાફરીના માર્ગો બાબતમાં ઉપયોગમાં લેવામાં આવેલી વિવિધ રીક્ષાઓની પણ ઓળખ થઈ હતી.

મદારી ગેંગના ત્રણને ગાઝિયાબાદથી પકડી લેવાયા
દમણ પોલીસે 12 જાન્યુઆરીના રોજ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ વિસ્તારમાંથી આવેલા વિજયનગર ક્ષેત્રમાં ઈરફાન અને શીકલ ઉર્ફે શેરખાન ઉર્ફે મૈલુંની ધરપકડ કરી હતી. જ્યારે 13 જાન્યુઆરીના રોજ સ્થાનિક રિક્ષાચાલક રાધે કુમાર યાદવની કચીગામ ખાતેથી અટકાયત કરી હતી. આમ પોલીસે મદારી ગેંગને ઉત્તર પ્રદેશથી ઝડપી લેવામાં સફળતા મળી હતી.

લૂંટી લેવાયેલો કેટલોક મુદ્દા માલ પોલીસને મળી આવ્યો
પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસને 28 ગ્રામ સોનું, 4 મોબાઈલ ફોન, ગોલ્ડ વેઇટ કેલિબ્રેશન મશીન, ₹1,00,000 ની કિંમતની રીક્ષા કબજે લીધી હતી. આમ પોલીસે કુલ 3.10 લાખનો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા ત્રણે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ પકડાયેલા આરોપીને નામદાર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે. જે બાદ તપાસમાં વધુ પણ લૂંટની કબુલાત થઈ શકે છે.

આ પણ વાંચો:

  1. "પરિવાર તેને ભેટીને રડી પડ્યો": અમદાવાદ પોલીસે કર્યું કાંઈક એવું કે દિલ જીતી લીધા
  2. VIDEO: 'રૂપિયાથી મહોબ્બત છે, અમને મામુ બનાવે છે', અધિકારી પર નોટોનો વરસાદ કરીને લોકોએ ઉધડો લીધો

ABOUT THE AUTHOR

...view details