જુનાગઢ: 31મી મેના દિવસે જૂનાગઢના સંજય સોલંકી નામના દલિત યુવાન પર ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને અન્ય લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેના વિરુદ્ધમાં આજે દલિત સમાજે જુનાગઢથી ગોંડલ રેલીનું આયોજન કર્યું હતું, જેમાં દલિત સમાજના યુવાનો જોડાયા હતા. બપોર સુધીમાં આ રેલી ગોંડલ પહોંચે તેવી શક્યતા છે.
દલિત યુવાન પર થયેલા હુમલાના વિરોધમાં, દલિત સમાજે જુનાગઢ થી ગોંડલ સુધી રેલીનું કર્યું પ્રસ્થાન - Rally of Dalit Samaj from Junagadh - RALLY OF DALIT SAMAJ FROM JUNAGADH
31મી મેના દિવસે જૂનાગઢના સંજય સોલંકી નામના દલિત યુવાન પર ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને અન્ય લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેના વિરુદ્ધમાં આજે દલિત સમાજે જુનાગઢથી ગોંડલ રેલીનું આયોજન કર્યું હતું. જાણો વધુ વિગતો.. Protest rally of Dalit society
Published : Jun 12, 2024, 1:21 PM IST
|Updated : Jun 12, 2024, 5:40 PM IST
જુનાગઢથી ગોંડલ સુધી દલિત સમાજની રેલી: 31મી મેના દિવસે જૂનાગઢના સંજય સોલંકી નામના દલિત યુવાન પર ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના કેટલાક નાગરિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેના વિરોધમાં આજે દલિત સમાજ દ્વારા વિરુદ્ધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં દલિત સમાજના યુવાનો અને લોકો જોડાયા હતા. ડો આંબેડકની પ્રતિમાથી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. દલિત સમાજની આ બાઈક રેલી બપોર સુધીમાં ગોંડલ પહોંચે તેવી શક્યતાઓ છે. સમગ્ર રેલીને લઈને જુનાગઢ પોલીસ પણ સુરક્ષાના ભાગરૂપે રેલીના સમય દરમિયાન સતત સાથે જોવા મળતી હતી.
તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં: સંજય સોલંકીએ મુખ્ય આરોપી તરીકે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની સાથે 10 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસ હરકતમાં આવી અને મુખ્ય આરોપી ગણેશ જાડેજા સહિત તમામ 10 આરોપીને પકડી પાડીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે. હાલ મુખ્ય આરોપી ગણેશ જાડેજા સહિત તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ત્યારે આજે વિરોધના ભાગરૂપે દલિત સમાજ દ્વારા જુનાગઢથી ગોંડલ સુધીની બાઈક રેલીનું આયોજન કરાયું હતું, જ્યાં દલિત સમાજના આગેવાનો દ્વારા આંબેડકરની પ્રતિમા ખાતે સભાનું આયોજન પણ કરાયું છે.