દાહોદ: જિલ્લાના સંજેલી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે દારપણાના દાખલા માટે રૂપીયા 5000 ની લાંચની માંગણી કરતા ઓફિસર વતી લાંચ લેતાં સ્ટેમ્પ વેન્ડર વચેટિયો રંગે હાથ ઝડપાયો હતો. પંચમહાલ એસીબીએ બંને રિશ્વતખોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અરજી કર્યા છતાં પણ દારપણાનો દાખલો ન મળ્યો: મળતી માહિતી અનુસાર ઘટના અંગે જાણવા મળે છે કે, સંજેલી તાલુકાના નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસ તરીકે ફરજ બજાવતા મેહુલ ચંદ્રકાંતભાઈ રાજપાલ પાસે એક જાગૃત નાગરિકે પોતાના મોટાભાઈના નામે દારપણાના દાખલા માટે આવ્યો હતો. ત્યારે ઓફિસમાં તેને અરજી આપવાનું જણાવવામાં આવ્યું હતું. બાદ જાગૃત નાગરિકે સ્ટેમ્પ વેન્ડર મોહન સોમા બારીઆને મળતાં તેણે દારપણાનો દાખલો મેળવવા માટે જાગૃત નાગરિકના મોટાભાઈના નામે અરજી તૈયાર કરાવી આપી હતી. બાદમાં તેણે 7 નવેમ્બરે અરજી કરી હતી. પરંતુ અરજી કર્યા છતાં પણ દારપણાનો દાખલો ન મળતાં જાગૃત નાગરીકે ફરીથી 11 નવેમ્બરના રોજ મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ ઓફિસમાં તપાસ કરી હતી.
સ્ટેમ્પ વેન્ડર મોહનભાઈ:તપાસ કરતાં નાગરિકને ઓફીસના કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્ટેમ્પ વેન્ડર મોહન હાજર ન હોવાથી આવતીકાલે 12 નવેમ્બરના રોજ આવે. બીજા દિવસે જાગૃત નાગરિક મામલતદાર કચેરી, સંજેલી ખાતે જઈ નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં મેહુલ ચંન્દ્રકાંત રાજપાલને મળતાં મેહુલ ચંન્દ્રકાંત રાજપાલે સ્ટેમ્પ વેન્ડરને મળી લેવા જણાવ્યું હતું, જેથી જાગૃત નાગરિક મોહનભાઈની ઓફિસે જઈ મળ્યાં હતાં.