દાહોદઃ સમગ્ર રાજ્યમાં આકસ્મિક મૃત્યુના કિસ્સા વધી રહ્યા છે. જેમાં મોટાભાગના કિસ્સામાં હાર્ટ એટેક જવાબદાર હોવાનું સામે આવે છે. આવોજ એક કિસ્સો દાહોદના સંજેલી તાલુકાના મોટા કાળીયા ગામે બન્યો છે. સામાજિક પ્રસંગમાં ડીજે સાંભળી રહેલો યુવક અચાનક ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું અનુમાન અત્યારે સૌ કોઈ લગાડી રહ્યા છે. યુવકના મૃત્યુનું સાચું કારણ પીએમ રીપોર્ટ બાદ જાણી શકાશે.
દાહોદના મોટા કાળીયા ગામે સામાજિક પ્રસંગમાં ડીજે સાંભળી રહેલો યુવક અચાનક ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું અનુમાન - Dahod - DAHOD
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મોટા કાળીયા ગામે ચાંદલા વિધિ પ્રસંગમાં ડીજે સાંભળી રહેલો આશરે 35 વર્ષીય આશાસ્પદ યુવાન બેહોશ થઈ ગયો હતો. પરિવાર દ્વારા તાત્કાલિક સારવાર અર્થે સંજેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. યુવકના મૃત્યુનું સાચું કારણ પીએમ રીપોર્ટ બાદ જાણી શકાશે. Dahod Sanjeli
Published : Mar 27, 2024, 5:53 PM IST
સમગ્ર ઘટનાક્રમઃ તારમી ગામે પરમાર ફળિયા રહેતા મૃતક ખુમાન બારીયા પોતાના પિતરાઈ બહેનને ત્યાં ચાંદલા વિધિ પ્રસંગમાં ગયા હતા. મામેરુમાં ડીજે સંગીત વાગતું હતું. આ દરમિયાન મોટા કાળિયા ગામે સ્થાનિક લોકોએ કહ્યું હતું કે અમારા પરિવારમાં મૃત્યુ થયેલ હોવાથી આપ ડીજે બંધ કરી દો. તેથી મોમેરામાં આવેલ લોકોએ ડીજે બંધ કરી દીધું હતું. મોમેરુ કર્યા બાદ ખુમાન બારીયા દૂર ખેતરમાં બેભાન અવસ્થામાં ઢળી પડ્યા હતા. આ વાત સાંભળતા તેમના પત્ની મંજુલાબેન અને પરિવારજનો ત્યાં દોડી ગયા હતા. તેમને ખુમાનભાઈને તાત્કાલિક સારવાર અર્થ માટે સંજેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
અસામાન્ય મૃત્યુની ફરિયાદ નોંધાઈઃ અચાનક થયેલા મૃત્યુને પરિણામે પરિવારજનોમાં શોકનો માતમ છવાઈ જવા પામ્યો હતો. મૃતકના પત્ની મંજુલાબેને સંજેલી પોલીસ સ્ટેશન અસાધારણ મૃત્યુ અંગે ફરિયાદ નોંધાવી હતી. વધુમાં પોલીસે મૃતકના મૃત્યુનું સાચું કારણ જાણવા માટે મૃતદેહને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવકના મૃત્યુનું સાચું કારણ પીએમ રીપોર્ટ બાદ જાણી શકાશે. આશાસ્પદ યુવકનું મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.