દાહોદ : દાહોદ જિલ્લામાં તથા રાજ્યમાં ઘરફોડ ચોરી આંતકં મચાવનાર માતવા ગેંગના મળીને 2 સાગરીતો દાહોદ એલસીબીએ ટેકનિકલ સોર્સના મદદથી ઝડપી પાડી 12થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. જેમાં માતવા ગેંગનો વિનોદભાઈ લાલાભાઇ વેસ્તાભાઈ ભાભોર માતવા મકોડિયા ફળિયુને અને જેસનભાઈ ઉર્ફે મુકેશભાઈ નાગજીભાઈ ભાભોર છરછોડા વેડ ફળિયું દાહોદ એલસીબીએ હોવાની માહિતીના આધારે ઝડપી પાડી તેની પાસેથી 2,75,350થી પણ વધુના ચાંદીના દાગીનાનો રોકડ વગેરે મળીને મુદ્દામાલ કબજે કર્યો હતો.
બાતમી મળી હતી : આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે જે અગાઉથી પણ ગુનામાં ઝડપાઈ ચૂકેલ છે તથા દાહોદ એલસીબીએ નસિરપુર ગામેથી દરગાહ સામે રસ્તા ઉપર બે વ્યક્તિ શંકાસ્પદ માલ સામાન સાથે ઉભા છે. તેવી બાતમીના આધારે તે દરમિયાન દાહોદ એલસીબીએ બંને શકમંદો ઝડપી પાડી વધુમાં જણાવ્યું હતું.
ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના સાગરીતો સાથે મળી એક મકાનનો ધક્કો મારી દરવાજા તોડી અંદર પ્રવેશી દંપતિને બાનમાં લઈ માર મારી તેમણે પહેરેલા સોનાચાંદીના દાગીના તથા એક રૂમમાં બંધક બનાવી લોખંડના સળિયાથી તિજોરી અને કબાટ તોડીને તેમાંથી ચોરી કરેલ હતી. જેમાંથી તેમની પાસેથી સોનાની વીટી એક સોનાની ચેન બે ચાંદીના છડા એક જોડ ચાંદીની લકી 10 પીળી ધાતુની રુદ્રાક્ષની ઇમિટેશન ચેન એક લોખંડનો સળીયો બે નંગ એક મોબાઈલ એક ચાર્જર 1 અને બંને આરોપી પાસેથી મળેલ 22,500 મળી કુલ રુપિયા 2,75,350 નો મુદ્દામાલ કબજે કરાયો હતો...કે. સિદ્ધાર્થ ( એએસપી દાહોદ )