વડોદરા:ડભોઇ પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રૂપિયા 3.87 વિદેશી દારૂ સાથે બે ઈસમની ઘર પકડ કરી છે જ્યારે ૭ જેટલા ઈસમો વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દારૂના વેપલામાં ડભોઇ નગરપાલિકાના ભાજપના વોર્ડ નંબર બેના કોર્પોરેટર હિતેશ ઉર્ફે મોન્ટુ પાટણવાડીયાનું નામ આવતા જ વડોદરા જીલ્લા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
શું હતી ઘટના:ડભોઇની હદ વેગા ગામમાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો વેપલો ચાલી રહ્યો હોવાની મળેલી બાતમીને ધ્યાને લઈને તારીખ ૩ અને ૪ માર્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ડભોઇ નગરમાં સપાટો બોલાવ્યો હતો અને કડક કાનૂની કાર્યવાહી કરી હતી. જેમાં મોટી માત્રામાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે બે વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી અને આ ઘટનામાં સંડોવણી જણાતાં અન્ય સાત ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં.
ભાજપના કોર્પોરેટર હિતેશ પાટણવાડીયા પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ હિતેશ પાટણવાડીયા સસ્પેન્ડ:સમગ્ર ઘટનામાં ડભોઇ નગર પાલિકામાં વોર્ડ નંબર -૨ માંથી ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂટણીમાં વિજય હાંસલ કરનાર હિતેશભાઈ પાટણવાડિયાની પણ સંડોવણી હોવાનું બાહર આવ્યું હતું. જેથી ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લાના પ્રમુખ સતિષભાઈ પટેલે તાત્કાલિક કડક પગલાં ભર્યા હતાં અને તેઓને પક્ષમાંથી છ વર્ષ માટે બરતરફ કર્યા હતાં. પક્ષ તરફથી કરાયેલી આ કડક કાર્યવાહીના પડઘા ડભોઈ નગર અને પાલિકાનાં રાજકારણમાં પડયાં હતાં. પક્ષ તરફથી તત્કાળ કાર્યવાહી હાથ ધરાતાં ડભોઇ નગરમાં પણ ભારે ચકચાર મચી જવા પામી હતી.
હિતેશભાઈ પાટણવાડિયાએ ડભોઇ નગરમાં વોર્ડ નંબર 2માંથી ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ મેળવીને જંગી જીત હાંસલ કરી હતી. ત્યારબાદ તેઓએ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કામ કરવા લાગી ગયા હતા. જેના પડદા પાછળ આ વેપલો શરૂ કરવાની શંકા પક્ષના કાર્યકર્તાઓને આવી હતી અને જેનો પર્દાફાસ સ્ટેટ વિજિલન્સે કર્યો હતો.
હાલ તો હિતેશભાઈ પાટણવાડીયાને ભારતીય જનતા પાર્ટીમાંથી છ વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યાં છે.પરંતુ હવે રાજકીય તજજ્ઞોમાં ચાલતી ચર્ચાઓ મુજબ શું તેઓને આવનાર સમયમાં ડભોઇ નગરપાલિકાના સભ્ય પદ ઉપરથી પણ દૂર કરવામાં આવશે ? જેવા અનેક સવાલો રાજકીય તજજ્ઞોએ માંડી દીધાં છે. પણ હવે આગળ શું થાય છે એ તો આવનારનો સમય જ બતાવશે.
- Sabarkantha Lok Sabha Seat: સાબરકાંઠા બેઠક પર OBC કાર્ડ ચાલશે કે આદિવાસી ?
- PM Modi: ચૂંટણી નજીક આવતાં જ PM મોદીની લોકપ્રિયતા વધી, ફેબ્રુઆરીમાં PM મોદીનું એપ્રુવલ રેટિંગ વધીને 75 ટકા થયું