ગુજરાત

gujarat

ETV Bharat / state

ડભોઇની પીપલ્સ કોપરેટીવ ક્રેડિટ સોસાયટી બંધ હોવાનું સાચું કારણ આવ્યું બહાર - Credit Society Closed - CREDIT SOCIETY CLOSED

ડભોઇની પીપલ્સ કોપરેટીવ ક્રેડિટ સોસાયટી થોડા દિવસથી અચાનક બંધ જોવા મળી રહી હતી. ત્યારે ખાતેદારોની લેવડદેવડ અટકી જતાં લોકો ચિંતામાં હતાં. ત્યારે શુક્રવારે આ મામલે ડભોઇની પીપલ્સ કોપરેટીવ ક્રેડિટ સોસાયટીના હોદ્દેદારોએ ખુલાસો કર્યો હતો.

ડભોઇની પીપલ્સ કોપરેટીવ ક્રેડિટ સોસાયટી બંધ હોવાનું સાચું કારણ આવ્યું બહાર
ડભોઇની પીપલ્સ કોપરેટીવ ક્રેડિટ સોસાયટી બંધ હોવાનું સાચું કારણ આવ્યું બહાર (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 18, 2024, 11:03 AM IST

હોદ્દેદારોએ ખુલાસો કર્યો (ETV Bharat)

વડોદરા : ડભોઇની મધ્યમાં ચોકસી બજાર ખાતે આવેલ પીપલ્સ કોપરેટીવ ક્રેડિટ સોસાયટી છેલ્લા ચારથી પાંચ દિવસથી અચાનક બંધ રહેતાં ગ્રાહકો અટવાયા હતાં. જાણવા મળતી માહિતી મુજબ નાણાકીય પરિસ્થિતિ કઠિન બનવાને કારણે અને મેનેજર અચાનક હોદ્દેદારોને જણાવ્યા વગર રજા ઉપર ઉતરી જતાં ક્રેડિટ સોસાયટીનો વહીવટ ખોરંભે પડ્યો હોવાનું બહાર આવ્યું હતું.

ડિરેકટરોએ લેવડદેવડનો વ્યવહાર ચાલુ કરાવ્યો : જાણવા મળતી માહિતી મુજબ અચાનક મેનેજર સહિતના કર્મચારીઓએ પણ સ્વૈચ્છિક રાજીનામાં ધરી દેતા ડિરેક્ટરો પાસે વહીવટ ચલાવવા માટે પણ કોઈ કર્મચારી ન હોવાના કારણે સોસાયટીને છેલ્લા ચાર - પાંચ દિવસથી ખંભાતી તાળા વાગેલા હતાં. પરંતુ શુક્રવારે પ્રમુખ અને સોસાયટીનાં અન્ય ડિરેકટરો હાજર રહ્યાં હતાં અને લેવડદેવડનો વ્યવહાર ચાલુ કરાવ્યો હતો. પરંતુ જાણવા મળતી માહિતી મુજબ ગ્રાહકોને તેની જમા પૂરેપૂરી રકમનું ચૂકવણું હાલ કરવામાં આવતું નથી. તેમ છતાં પ્રમુખ અને અન્ય હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, તમામનાં નાણાં સલામત છે, ધીમે ધીમે પૂરેપૂરી રકમનું ચૂકવણું કરવામાં આવશે.

અચાનક નાણાકીય વ્યવહારો અટક્યાં : ડભોઇમાં છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી કો - ઓપરેટીવ ક્ષેત્રમાં પીપલ્સ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી કાર્યરત હતી અને ડભોઇના નગરજનોનો તેને વિશ્વાસ કેળવ્યો હતો. એટલું જ નહીં આ ક્રેડિટ સોસાયટી દ્વારા વેપારીઓ પાસેથી ડેઈલી સેવિંગના રૂપિયા પણ કલેક્ટ કરવામાં આવતાં હતાં. પરંતુ અચાનક નાણાકીય વ્યવહારો અટકી જતાં વેપારીઓને પણ પોતાનાં નાણાકીય વ્યવહારો અટવાઈ જવાનો મોટો ભય ઊભો થયો છે. જેથી વેપારીઓનો એકાએક સોસાયટી ઉપર ધસારો થતાં વેપારીઓએ વીલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો.

વેપારીઓ ચિંતાતુર : વેપારીઓએ જણાવ્યું હતું કે, અચાનક વ્યવહારો અટકી જવાને કારણે અમારાં ડેઈલી સેવિંગ્સના અને થાપણના રૂપિયાનું શું ? અમારી મહેનતાના અને અમારા પરસેવાની આ મૂડી હતી. પરંતુ આ ડિરેક્ટરોનો વહીવટના કારણે વેપારી આલમમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. પરંતુ પ્રમુખ સહિતનાં અન્ય હોદ્દેદારો અને ડિરેક્ટરો હાજર રહ્યાં હતાં અને સોસાયટીની ઓફિસ પુન: શરૂ કરાવી હતી.પ્રમુખે જણાવ્યું હતું કે, તમામનાં નાણાં સલામત છે અને તબક્કાવાર ચૂકવણું કરવામાં આવશે. તેમજ સોસાયટીને રજીસ્ટાર સહકારી મંડળી તરફથી કોઈ નોટિસ અપાઈ નથી અને કોઈ કાયદેસરનાં પ્રશ્રો હાલ ઉપસ્થિત થયાં નથી.

ગ્રાહકોનો વિશ્વાસ પુનઃ સંપાદિત થાય તેવાં પ્રયત્નો : હાલ સોસાયટીની ઓફિસ બંધ રહેવા બાબતે પ્રમુખે મેનેજર રજા ઉપર હોવાનું કારણ બતાવી હાલ સમગ્ર મામલો ઠાળે પાડવા પ્રયત્ન કર્યો હતો. હવે જોવું એ રહે છે કે, તમામ ખાતેદારોને તેમની જમા પૂરેપૂરી રકમ કયારે મળે છે. તેમજ અન્ય કોઈ કારણો આગળ જતાં સામે આવે તો નવાઈ નહીં, હાલ તો સોસાયટીની ઓફિસ ખૂલી હતી અને કર્મચારીઓ, પ્રમુખ અને અન્ય હોદ્દેદારોએ આવીને અને ગ્રાહકોનો વિશ્વાસ પુનઃ સંપાદિત થાય તેવાં પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં.

  1. " ડભોઇ નગર પાલિકાનાં હાલનાં સદસ્ય અને પૂર્વ પ્રમુખ કાજલબેન દુલાણીને કમિશ્ર્નર મ્યુનિસિપાલિટીનું તેડું " - Dabhoi Nagar Municipality
  2. કોઓપરેટિવ બેંકોની સફાઇની તાતી જરુરિયાત, મની લોન્ડરિંગ અને કાળાં નાણાંને લગતો મોટો મુદ્દો

ABOUT THE AUTHOR

...view details