ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ઘરફોડ ચોરી કરતી ગેંગના 1 સભ્ય સહિત સગીરની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ - BURGLARY THIEVES ARRESTED

ક્રાઇમ બ્રાંચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં થયેલી ઘરફોડ ચોરી કરનારા 1 સગીર સહિત 1 આરોપીની ધરપકડ કરી છે.

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ઘરફોડ ચોરી કરતી ગેંગના 1 સભ્ય સહિત સગીરની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ઘરફોડ ચોરી કરતી ગેંગના 1 સભ્ય સહિત સગીરની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 15, 2024, 4:44 PM IST

રાજકોટ: જિલ્લા સહિત જેતપુર, વંથલી અને સાવરકુંડલામાં થયેલ ચોરીના ભેદ ઉકેલી દીધો છે. મધ્યપ્રદેશની તસ્કર ગેંગના 1 સગીર સહિત 2 આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપીને રૂ. 88175 નો ચોરી કરેલો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે પરપ્રાંતીય ગેંગના વધુ 3 આરોપીઓના નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરી હતી.

પોલીસ કમિશ્નરના આદેશ અનુસાર ટીમ તપાસ પર હતી: બનાવની મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડીશ્નલ સીપી મહેન્દ્ર બગડીયા, DCP (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ACP (ક્રાઇમ) ભરત બસીયાએ મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ, વિગેરે અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવાની મળેલી સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ PI એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોરના સીધા માર્ગદર્શન હેઠળ PSI એ.એન પરમાર ટીમ સાથે તપાસ પર હતાં.

ક્રાઇમ બ્રાંચે આરોપી સહિત 1 સગીરને ઝડપ્યો: PSI એ. એન પરમાર તેઓ પોતાની ટીમ સાથે હેડ કોન્સ્ટેબલ વિજયરાજસિંહ જાડેજા, દિપક ચૌહાણ, કોન્સ્ટેબલ ગોપાલભાઈ પાટીલ, મૈસુર કુંભારવાડીયાને મળેલી સંયુકત બાતમી, હ્યુમન સોર્સીસ અને રાજકોટ શહેર તથા ગ્રામ્યના નૈત્રમની મદદથી ચોરી કરેલી બાઈક સાથે મધ્યપ્રદેશના રહેવાસી 21 વર્ષીય દિનેશ ભુવનસિંગ મુવેલ અને 1 સગીર આરોપીને પોલીસે ઝડપ લીધા હતા.

3 આરોપીઓના નામ સામે આવ્યા: આરોપી અને 1 સગીર પાસેથી ચોરી કરેલા ચાંદીના દાગીના અને રોકડ મળી આવતા કુલ રુ. 88715 નો મુુદ્દામાલ કબ્જે કરીને બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી હતી. પૂછપરછમાં ગેંગના અન્ય 3 સભ્યો ચોરીમાં સાથે રહેતા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેમાં બળવંતસિંગ ગુલાબસિંગ બઘેલ, સુનીલ રવજી મોહનિયા, જીતેન શંકર મેહડા નામના આરોપીઓના નામ સામે આવતા ક્રાઇમ બ્રાંચ પોલીસે શોધખોળ હાથ ધરી હતી.

આરોપીઓ ચોરી કરવા સૌરાષ્ટ્ર આવતા: વધુમાં આરોપીએ કબુલાત આપી હતી કે, તેઓ પાંચેય શખ્સો મધ્યપ્રદેશથી બસમાં સૌરાષ્ટ્રમાં આવી પ્રથમ બાઇકની ચોરી કરતાં અને તેમાં ત્રિપલ કે ચાર સવારીમાં નીકળતા હતા. તેઓ એક જગ્યાએ રોકાઈ દિવસ દરમિયાન જે તે ઘરની રેકી કરીને રાત્રી સમયે ચોરીને અંજામ આપી બીજા શહેરમાં નાસી છૂટતાં હતાં. ત્યાં પણ આજ મોડ્સ ઓપરેન્ડીથી ચોરી કર્યા બાદ તેઓ ફરી વતન જવા નીકળી જતા હતા. ત્યારે ચોરી કરેલું બાઈક વ્યવસ્થિત પાર્ક કરીને જતાં હતાં.

આરોપીઓની મોડેસ ઓપરેન્ડીથી ચોરી કરતા હતા: વતનમાં ચોરી કરેલો માલ સગેવગે કરી 15 દિવસના અંતરે ફરીવાર ચોરી કરવાં સૌરાષ્ટ્રમાં આવતાં હતા અને પાર્કિંગ કરેલું બાઈક ફરીવાર લઈ અન્ય બાઈકની ચોરી કરીને ચોરી કરવાં નિકળી પડતાં હતાં. ઉપરાંત આ આરોપીઓ સૌરાષ્ટ્રમાં ખેતમજૂરી કરવા આવતા હતા, જે દરમિયાન જે તે વિસ્તારથી પરિચીત થઈ બાદમાં પોતાના વતન જઈને ગેંગ ઉભી કરી ચોરી કરવાં ત્રાટકતા હતાં. ક્રાઈમ બ્રાન્ચે રાજકોટ શહેરના ઘરફોડ ચોરીના ચાર ગુના તેમજ અમરેલી અને વંથલી પોલીસ મથકનો એક ગુનો ડિટેકટ કર્યો હતો.

આ પણ વાંચો:

  1. અંતે ધાડપાડુ ગેંગ ઝડપાઈ...48 ગુના નોંધાયા છે આ ગેંગના નામે...જાણો
  2. વડોદરા ગેંગરેપ કેસના આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા આજે ફરી કોર્ટમાં હાજર કરાશે, અત્યાર સુધી શું ખુલાસા થયા?

ABOUT THE AUTHOR

...view details