ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ TRP અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસના સરકારને સવાલો, સરકાર તાત્કાલિક ન્યાય આપે અને દાખલો બેસાડે: હેમાંગ રાવલ - Rajkot Game Zone Fire Accident

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકોના ડીએનએ મેચ થયા અને પરિવારજનોને તેમના પાર્થિવ દેવ સોંપી દેવામાં આવ્યા છે. એક તરફ ગુજરાત હાઇકોર્ટે દોષિત જાહેર કરી તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રવકતા હેમાંગ રાવલે હાલ ઘટનાના દોષિતો ઉપર પર થઈ રહેલી કાર્યવાહી ઉપર પ્રશ્નો ઊભા કર્યા હતા. Rajkot Game Zone Fire Mishap

કોંગ્રેસ પ્રદેશ પ્રવકતા હેમાંગ રાવલે હાલ ઘટનાના દોષિતો ઉપર પર થઈ રહેલી કાર્યવાહી ઉપર પ્રશ્નો ઊભા કર્યા હતા
કોંગ્રેસ પ્રદેશ પ્રવકતા હેમાંગ રાવલે હાલ ઘટનાના દોષિતો ઉપર પર થઈ રહેલી કાર્યવાહી ઉપર પ્રશ્નો ઊભા કર્યા હતા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 31, 2024, 11:26 AM IST

અગ્નિકાંડના દોષિતો પર કરવામાં આવેલ કાર્યવાહી અંગે હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તા સંબોધન કરી હતી. (ETV bharat Gujarat)

અમદાવાદ:અગ્નિકાંડના દોષિતો પર કરવામાં આવેલ કાર્યવાહી અંગે હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તા સંબોધન કરતાં જણાવ્યું હતું કે, "રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા ગોઝારા અકસ્માતને અકસ્માત નહીં પરંતુ હત્યાકાંડ ગણવો જોઈએ. આ એક વ્યવસ્થિત આયોજનપૂર્વકનું ગુનાહિત બેદરકારીનું કૃત્ય હતું. ટી.આર.પી હોય કે તક્ષશિલા કોઈ ફરક નહિ પડે." કહેવાતા સંવેદનશીલ - મૃદુ મુખ્યમંત્રીને, પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ રાજકોટની મુલાકાત લઈને સરકાર પાસે સ્પષ્ટ માગણી કરી હતી કે,સંડોવાયેલા તમામ અધિકારીઓ, નેતાઓ અને ગાંધીનગર સુધી હપ્તા પહોંચાડતા વચેટીયાઓને એફઆઇઆરમાં સામેલ કરીને તાત્કાલિક ધોરણે ધરપકડ કરીને દાખલો બેસાડવો જોઈએ.

હેમાંગ રાવલે આક્ષેપ કરતા કહ્યુંહતું કે, જે પ્રમાણે સરકારે નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે અને મોટા અધિકારીઓને માત્ર બદલી કરીને દેખાડો કર્યો છે તે મુખ્ય આરોપીઓને બચાવવા માટે થઈને કાર્યવાહી થઈ રહી હોય એમ લાગી રહ્યું છે. જો સરકાર એમ સ્વીકારતી હોય કે અધિકારીઓ આઈએસ આઈપીએસ ઓફિસર દોષિત હોવાથી તેમની બદલી કરવામાં આવી છે તો શા માટે તેમનું નામ એફઆઈઆરમાં લખીને ગુનો દાખલ કરીને તેમની અટકાયત નથી કરવામાં આવતી?

મુખ્ય આરોપી ધવલ ઠક્કર: તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ ટીઆરપી કાંડમાં મુખ્ય આરોપી ધવલ ઠક્કરએ માત્ર મોહરું છે. જેની અમદાવાદમાં સીટીએમ પાસે સાઇકલ રીપેરીંગ અને પંચરની દુકાન હતી અને થોડા વર્ષોથી રાજકોટ રહેવા ગયેલ હતો. આ વ્યક્તિ રાજકોટમાં ભાડાના ઘરમાં રહે છે તો કરોડોના રોકાણ કરાવી ધવલ કોર્પોરેશન ઉભા કર્યા હોય શકે તે વિચારની બાબત છે. રાજકોટમાં સલૂન- સ્પામાં નોકરી કર્યા પછી TRP માં 14 હજારના પગારે નોકરી કરતો હતો પણ મૂળ માલિક વિકાસ જૈને એગ્રીમેન્ટ સાઈન કરાવી લીધેલ અને મોટાભાગનું કામ ધવલના નામે ચલાવવામાં હતું. ત્યારે એક દુકાન અપાવી દેવાની લાલચે સહી કરાવ્યા પછી દુકાન ન અપાવતા નામ બદલવાની અને પોતાને મુક્ત કરવાની વાત કરી તો અસલ માલિકે એમ કહ્યું કે એમાં 10- 15 લાખનો ખર્ચો થાય, ત્યારબાદ નામ ન બદલતા તે ધવલના નામ પર જ ચાલું રહ્યું હતું.

IAS, IPS ને આરોપી બનાવવા જોઈએ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માંગણી કરતા કહ્યું કે, બદલી કરાયેલા આઈએએસ, આઈપીએસ અધિકારીઓને તાત્કાલિક ધોરણે એફઆઇઆરમાં નામ નોંધી આરોપી બનાવવા જોઈએ, મુખ્ય આરોપી ધવલ ઠક્કરની ઉલટ તપાસ કરીને ધવલ કોર્પોરેશનમાં કયા અધિકારી કયા નેતાના પૈસા રોકાયેલા છે તેની એસઆઇટી તપાસ કરે અને સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવીને મૃતકોને ન્યાય આપે.

  1. રાજકોટ અગ્નિકાંડમાં કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ અધિકારી સહિત 4ની અટકાયત - Rajkot Game Zone Fire Accident
  2. ઉપલેટા કટલેરી બજાર એસોસિએશન દ્વારા રાજકોટમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓને આપાઈ શ્રધ્ધાંજલિ - rajkot fire incidence

ABOUT THE AUTHOR

...view details