ગુજરાત

gujarat

ETV Bharat / state

AMC માં કોંગ્રેસનો હોબાળો, વટવા આવાસ મામલે અધિકારીઓની બોલતી બંધ - AMC Standing Committee Meeting - AMC STANDING COMMITTEE MEETING

અમદાવાદ ગતરોજ AMC સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં વટવા ખાતે બનાવવામાં આવેલા આવાસો તોડવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી જ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ કામગીરી પર સવાલો ઉઠતા હતા. ત્યારે AMC વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ સહિત કોંગ્રેસના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ જોડાયા હતા. AMC Standing Committee Meeting

AMC માં કોંગ્રેસનો હોબાળો
AMC માં કોંગ્રેસનો હોબાળો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2024, 8:09 PM IST

અમદાવાદ: ગતરોજ AMC સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં વટવા ખાતે બનાવવામાં આવેલા આવાસો તોડવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી જ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ કામગીરી પર સવાલો ઉઠતા હતા. ત્યારે AMC વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ સહિત કોંગ્રેસના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

કૉર્પોરેશનમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે: ETV BHARAT સાથે વાત કરતા AMC વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, વટવામાં EWS આવાસો વપરાશ વગર તોડી પાડવાના નિર્ણયથી કોર્પોરેશનમાં વ્યપ્ત ભ્રષ્ટાચારનું વધુ એક ઉદાહરણ છે. તે પહેલા હાટકેશ્વર બ્રિજનો ભ્રષ્ટાચાર, શહેરમાં પાણી ભરવાના અંગેના પ્રશ્નો અને હવે આ વટવા આવાસના મકાનોમાં ભ્રષ્ટાચાર થયો છે.

AMC માં કોંગ્રેસનો હોબાળો (Etv Bharat Gujarat)

અસામાજિક તત્ત્વો દ્વારા સળિયા કઢાયા: AMC ના મેયર પ્રતિભાબેન જૈન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વટવા ખાતેના આવાસ મેસ્કોન ટેકનોલોજી, RCC ટેકનોલોજીથી બનાવવામાં આવ્યા હતા. પરંતુ અમુક અસામાજિક તત્વો દ્વારા સળિયા કાઢી નાખવામાં આવ્યા છે. મેયર જણાવે છે કે, આ સમગ્ર મુદ્દાની મને પણ પ્રેસ મીડિયા દ્વારા ખબર પડી હતી.

અસામાજિક તત્વો દ્વારા આવાસોમાં તોડફોડ:વટવામાં આવેલા આ આવાસોની ફાળવણી ન થતાં તેનો દુરૂપયોગ થતો હતો. અસામાજિક તત્વો દ્વારા આવાસોમાંથી સળિયા, ટાઇલ્સ, પાઇપ પણ ઉખાડીને લઈ જવામાં આવ્યા છે. પરિસ્થિતિ એ હદે ખરાબ થઈ કે, પીલરનાં સળિયા કાઢી લેવામાં આવતા સ્ટ્રક્ચર્સ સ્ટેબિલિટી રિપોર્ટ (STRUCTURES STABILITY REPORT) પણ નેગેટિવ આવ્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર રિધ્ધેશ રાવલ જણાવે છે કે, આ આવાસો 2014 માં 6 ફેઝમાં કુલ 8,960 મકાનો બનાવવામાં આવ્યા હતા. 6 ફેઝમાં થયેલ કામગીરીનો વટવા આવાસ એક ફેઝ છે. વટવા આવાસ યોજના ફેઝમાં કુલ 1,888 મકાન બનાવાવમાં આવ્યા હતા.

એમ. વી. ઓમની પ્રા. લિ. કંપનીને કોન્ટ્રાકટ: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર રિધ્ધેશ રાવલ જણાવે છે કે, વધુમાં આ આવાસો બનાવવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ એમ. વી. ઓમની પ્રા. લિ. કંપનીને આપવામાં આવ્યો હતો. આ આવાસોની જવાબદારીની ગેરંટી માત્ર 3 વર્ષની હતી. જે 2017 માં પૂર્ણ થઈ ગયેલી છે. ત્યાં કુલ 59 બ્લોક હતાં. જેમાથી 52 તોડી પાડવામાં આવ્યા છે. હાલમાં 1664 મકાનો તોડ્યા છે. 224 મકાનોમાં હાલમાં લોકો રહે છે.

આવાસ તોડવાનું કામ એલ. જે. પુરાણી કંપની અપાયો: આ આવાસ તોડવા માટે કોઈપણ પ્રકારનો ખર્ચ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો નથી. આવાસ તોડવા માટે એલ. જે. પુરાણી કંપનીને આપવામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. બદલામાં આ વાત તોડ્યા બાદ બધો કાટમાળ તે કંપનીને મળશે. તે પ્રકારનો આ કોન્ટેક્ટ કરવામાં આવ્યો છે.

આ પણ જાણો:

  1. રાહુલ ગાંધી વિરુદ્ધ આપત્તિજનક નિવેદન અને હત્યાની ધમકી આપતા ભાજપ નેતાઓ સામે જુનાગઢ પોલીસ વડાને આપ્યું આવેદન - JUNAGADH CONGRESS
  2. કોંગ્રેસે 57 વર્ષના શાસનમાં પછાત સમાજને અન્યાય કર્યો- ડો. પ્રેમચંદ બૈરવા - Dr Premchand Bairwa on Congress

ABOUT THE AUTHOR

...view details