ગુજરાત

gujarat

ETV Bharat / state

રત્નકલાકાર કલ્યાણ બોર્ડ ફરીથી બનાવો: સુરતના હિરા ઉદ્યોગ અંગે બોલ્યા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ - Shaktisinh Gohil press conference - SHAKTISINH GOHIL PRESS CONFERENCE

સુરતના હિરા ઉદ્યોગ કટોકટીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જે અંતર્ગત અનેક લોકોએ આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. જેને લઈને શક્તિસિંહ ગોહિલે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જાણો..., Congress president Shaktisinh Gohil

કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2024, 7:00 PM IST

Updated : Oct 3, 2024, 7:49 PM IST

અમદાવાદ: કોંગ્રેસ પ્રમુખ શક્તિસિેહ ગોહિલે આજે એક પ્રિસ કોનફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે,'સુરતના હિરા ઘસવાનો ઉદ્યોગ કટોકટીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જેમાં 100 થી વધુ હીરા ઘસવાવાળા કારીગરોએ આત્મહત્યા કરી છે. પહેલા 40 થી 45 હજાર રૂપિયા કમાતા વ્યક્તિઓ અત્યારે મંદીના કારણે 12 થી 15 હજાર કમાય છે. મંદી વચ્ચે કોઈ હાથ પકડવા વાળુ નથી. એટલે તેઓ આત્મહત્યા કરે છે.'

શક્તિસિંહે કહ્યું કે,'ભાજપની ગુજરાત અને કેન્દ્રની સરકાર હીરા ઉદ્યોગની ચિંતા નથી કરતું, આપણી વિદેશ નીતિ દેશના હિતની ચિંતા નથી કરતા, પીએમ મોદી અમેરિકા ગયા ત્યારે તેમની જવાબદારી હતી કે પ્રેસિડેન્ટને કહે કે અમુક નિર્ણયના કારણે અમારા હીરા ઉદ્યોગમાં મંદીમાં છે. ચાઈનામાં લેબમાં બનેલા ડાયમંડના કારણે પણ મંદી સર્જાઈ છે.'

કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ (Etv Bharat Gujarat)

વિશ્વ બજારમાં આપણી પ્રતિષ્ઠા ખરડાઇ: તેમણે વધુમાં કહ્યું કે,'1992 માં રત્નકલાકાર બોર્ડ બનાવ્યું હતું. જે ભાજપની સરકાર આવી અને તેને બંધ કરાવ્યું. 2008 માં નરેન્દ્ર મોદીએ 1200 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. માત્ર છ જણાને લાભ મળ્યો અને 2012 માં યોજના બંધ કરી. આ સરકાર શ્રમિકો પાસેથી વેરો ઉઘરાવે છે.'

જી 7ને પોતાનો નિર્ણય પાછો ખેંચવા કેન્દ્ર સરકાર નિર્ણય કરે. અને જે રત્નકલાકાર કારીગરોએ આત્મહત્યા કરી છે તેમને આર્થિક મદદ કરે તેમજ વ્યવસાય વેરો શ્રમિકો પાસેથી લેવાય છે તેને બંધ કરવામાં આવે. ઉપરાંત રત્નકલાકાર કલ્યાણ બોર્ડ ફરીથી બનાવવું જોઈએ. રત્નકલાકારની નોંધણી સરખી કરવામાં આવે અને તેમને મળવા પાત્ર ગ્રેજ્યુઇટી મળે તેવી માંગ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચો:

  1. અમદાવાદથી LIVE, ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન, - Home Minister Amit Shah
  2. દાહોદ બાળકીની હત્યા કેસમાં પોલીસે દાખલ કરી 1700 પાનાની ચાર્જશીટ, જાણો કેસ સ્ટ્રોંગ કરવા કયા કયા પુરાવાઓ કર્યા એકત્ર - Dahod girl Murder case
Last Updated : Oct 3, 2024, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details