ગુજરાત

gujarat

ETV Bharat / state

'કાંડ અને કૌભાંડ એ ભાજપા સરકારની વિશિષ્ટ સિદ્ધી': નસબંધી કાંડને લઈને ડૉ.મનીષ દોષીના સણસણતા આરોપ - STERILIZATION SCANDAL IN GUJARAT

નસબંધી કાંડને કોંગ્રેસ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ કહ્યું કે, ભાજપ સરકારમાં આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એ.પી.સેન્ટર બની ગયું છે.

નસબંધી કાંડને લઈને ડૉ.મનીષ દોષીના ભાજપ સરકાર પર આરોપ
નસબંધી કાંડને લઈને ડૉ.મનીષ દોષીના ભાજપ સરકાર પર આરોપ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 9, 2024, 6:26 PM IST

અમદાવાદ:મહેસાણા નસબંધી કાંડને કોંગ્રેસ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ આ અંગે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી જેમાં નસબંધીકાંડને લઈને રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતાં.

ભાજપ સરકારમાં આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એ.પી.સેન્ટર

મહેસાણા નસબંધી કાંડમાં એકપછી એક થઈ રહ્યાં છે મોટા ખુલાસા થઈ રહ્યાં છે ત્યારે ગુજરાત કોંગ્રેસે રાજ્ય સરકાર પર આ મામલે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ મજૂરીની લાલચમાં બે યુવકોની નસબંધી કરી દેવાયાની ઘટનાને ગંભીર ગણાવતા કહ્યું કે, ભાજપ સરકારમાં આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એ.પી.સેન્ટર બની ગયું છે. કોરોના જેવી મહામારીના સમયમાં પણ મોટા પાયે ખરીદીમાં ભ્રષ્ટાચારની સાથે નકલી રેમડીસીવર ઈન્જેક્શન અને નકલી વેન્ટીલેટરે અનેકના જીવને જોખમમાં મુક્યા હતાં.

નસબંધી કાંડને લઈને ડૉ.મનીષ દોષીની પ્રેસ કોન્ફરન્સ (Etv Bharat Gujarat)

નસબંધી માટે સરકારે તાલુકા આરોગ્ય અધિકારીઓને ટાર્ગેટ આપ્યા

અહીંથી ન અટકતા દોશીએ તાલુકા આરોગ્ય અધિકારીના પત્રનો હવાલો આપતા કહ્યું કે, નસબંધી માટે સરકારે તાલુકા આરોગ્ય અધિકારીઓને ટાર્ગેટ આપ્યા છે,જોકે, આરોગ્ય મંત્રી આ મુદ્દા પર ના કહી રહ્યાં છે. તાજેતરમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ ખ્યાતિ કાંડમાં બે નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.આયુષ્યમાન કાર્ડ હેઠળ રાજ્યમાં અનેક ખાનગી હોસ્પિટલો ભાજપા સરકારની સાંઠગાંઠથી ભ્રષ્ટાચાર કરી રહી છે.

નસબંધીકાંડના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત

મહત્વપૂર્ણ છે કે, મહેસાણા જિલ્લાના શેઢાવી ગામમાં એક યુવકના લગ્નના એક મહિના પહેલા જ તેની નસબંધી કરાવી દીધી હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના એક દિવસ બાદ આ જ વિસ્તારમાં જમનાપુરમાં એક 30 વર્ષીય પરિણીત યુવકની બારોબાર નસબંધી કરી દેવાની બીજી ઘટના સામે આવી હતી. મહેસાણા જિલ્લાના જમનાપુર ગામમાં એક ઠાકોર યુવકની બારોબાર નસબંધી કરી દેવામાં આવી હતી. હકીકતમાં નિયમ એવો છે કે, પુરુષની નસબંધીના ઓપરેશન હોય તો! પત્નિની મંજૂરી લેવી ફરજિયાત છે. એમ છતાંય નિયમોનું પાલન ન થતુ હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યાં છે. અડાલજની સરકારી હોસ્પિટલ જ નસબંધી કાંડનું એપી સેન્ટર હોય તેવો પણ આરોપ લાગ્યો છે. નવી શેઢાવી બાદ જમનાપુરમાં જ નસબંધીકાંડ બહાર આવ્યું હતું ત્યારે મહેસાણા જિલ્લા કલેક્ટરે સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યાં છે.

  1. PMJAY-મા યોજનામાં ગેરરીતિ સહિતની હરકતોને પગલે ગુજરાતની વધુ પાંચ હોસ્પિટલ સસ્પેન્ડ
  2. હવે મહેસાણામાં નસબંધી કાંડ: અપરિણીત યુવકને દારૂ પીવડાવીને નસબંધી કરી નખાઈ! પરિવારના ગંભીર આરોપ

ABOUT THE AUTHOR

...view details