ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Apr 13, 2024, 6:35 AM IST

ETV Bharat / state

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરુદ્ધ ચૂંટણી આચારસંહિતા ભંગની કોંગ્રેસે ફરિયાદ કરી - Shankar Chaudhary Broke Rules

કોંગ્રેસ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરુદ્ધ ચૂંટણી આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે.

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરુદ્ધ ચૂંટણી આચારસંહિતા ભંગની કોંગ્રેસે ફરિયાદ કરી
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરુદ્ધ ચૂંટણી આચારસંહિતા ભંગની કોંગ્રેસે ફરિયાદ કરી

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરુદ્ધ ચૂંટણી આચારસંહિતા ભંગની કોંગ્રેસે ફરિયાદ કરી

ગાંધીનગર:ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વિરુદ્ધ કોંગ્રેસે આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડો.મનીષ દોશીએ આદર્શ આચારસંહિતાનો તથા સંસદીય પ્રણાલીઓ ભંગ બદલ તાત્કાલિક પગલા ભરવા ભારતીય ચૂંટણી પંચને વીડિયો પુરાવા સાથે ફરીયાદ કરી છે.

વિધાનસભાના અધ્યક્ષ શા માટે ન કરી શકે પ્રચાર ?

ચૂંટણી પંચ દ્વારા 17 માર્ચના રોજ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી ત્યારથી આચારસંહિતા સમગ્ર દેશમાં લાગુ પડેલ છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બંધારણીય હોદ્દા પર છે. જેઓ બંધારણીય રીતે અધ્યક્ષપદે નિયુક્ત થાય તે દિવસથી કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી. અને તેવી જોગવાઈ ‘સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-૧’ ના પ્રકરણ-૯ માં આપેલ છે. વિધાનસભાના અધ્યક્ષ રાજકીય પક્ષના પ્રચાર કરી શકતા નથી. તેમ છતાં ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં બેઠક યોજી રાજકીય પક્ષ માટે પ્રચાર કરેલ છે. તે જ રીતે વાવ-થરાદ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરેલ છે.

અધ્યક્ષ શંકર ચૌધરીનો વાયરલ વીડિયો:

કોંગ્રેસ દ્વારા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો એક વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં શંકર ચૌધરી લોકોને સંબોધન કરતાં જણાવે છે કે દાતા અને વાવ વિધાનસભામાં કોંગ્રેસને લીડની અપેક્ષા હશે પરંતુ કોંગ્રેસની કલ્પના કરતા મોદીને વધુ મત મળશે. હું આ બે વિધાનસભાની ભવિષ્યવાણી તમારી વચ્ચે કરી શકું છું. દાતા અને વાવ વિધાનસભામાં કોંગ્રેસે ન ધારેલી લીડ ભાજપને મળશે. મેં આ બંને વિધાનસભામાં કામ કર્યું છે તેથી વિધાનસભામાં ભાજપને લીડ જોઈ રહ્યો છું.

સમગ્ર પ્રકરણમાં etv ભારતે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તેઓ મિટિંગમાં વ્યસ્ત હોવાથી સંપર્ક થઈ શક્યો ન હતો.

  1. ભાવનગરના એવા વિસ્તારો કે જ્યાં આજે પણ ઘર દીઠ રોજ એક જ ટીપડું પાણી અપાય છે, મત લેવા રિક્ષા મૂકાય અને પાણી માટે વર્ષોથી ટાંકા મૂકાય !!! - Bhavnagar Water Crisis
  2. ક્ષત્રિયો અને રૂપાલાના વિવાદમાં નિરાકરણ લાવવું જોઈએ: અવિચલદાસ મહારાજ - Parshottam rupala controversy

ABOUT THE AUTHOR

...view details