રાજકોટ:સૌરાષ્ટ્ર સૌથી મોટો લોકમેળા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ લોકમેળો સૌરાષ્ટ્રના રાજકોટમાં થાય છે. આ વખતે યોજાનાર લોકમેળામાં ટીઆરપી અગ્નિકાંડમાં સરકારની ખામીઓ દર્શાવતો સ્ટોલ જોવા મળે તો તેમાં નવાઈ નહીં. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ દ્વારા સરકારની ખામીઓને ઉજાગર કરતો સ્ટોલ નાખવાની તૈયારીઓ થઈ રહી છે. આ અંગે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર પાસે મંજૂરી પણ માગવામાં આવશે. જો જિલ્લા વહીવટી તંત્ર કોંગ્રેસને મંજૂરી આપશે તો કોંગ્રેસ સરકારની ખામીઓને ઉજાગર કરતો સ્ટોલ લોકમેળામાં જોવા મળશે.
રાજકોટના લોકમેળામાં કોંગ્રેસનો એક સ્ટોલ આપવાની માંગ, અગ્નિકાંડ સંબંધિત સ્ટોલ મુકાશે - stall in Rajkot Lok Mela - STALL IN RAJKOT LOK MELA
સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકોટ જિલ્લામાં યોજાનાર આ મેળામાં અગ્નિકાંડ દરમિયાન સરકારની ખામીઓ દર્શાવતો સ્ટોલ લગાવવાની લોકોની માંગ છે. આ મુદ્દે કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ પણ વાત કરી છે. શું તંત્ર આની મજૂરી આપશે તે જોવું રહ્યું. જાણો. stall in Rajkot Lok Mela
Published : Jul 17, 2024, 5:58 PM IST
સ્ટોલ મૂકવો અમારો હક છે: રાજકોટમાં આજે કોંગ્રેસ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં રાજકોટમાં થયેલા અગ્નિકાંડ વિષે વાત કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું હતું કે, લોક મેળામાં TRP ગેમઝોન અગ્નિકાંડ અંગે લોકોની જાગૃતતા માટે સ્ટોલની માંગ કરીશું. જો સરકાર લોકમેળામાં પોતાની વાહવાહીના સ્ટોલ મુકતા હોય છે તો TRP ગેમઝોનના પિડીતોના ન્યાય માટેની માંગ કરતો સ્ટોલ મૂકવો અમારો હક છે. જોકે સૌથી મોટો સવાલ એ છે કે, શું જિલ્લા વહીવટી તંત્ર આની મંજૂરી આપશે? કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમ અંગે પણ વાત કરવામાં આવી હતી.