ગુજરાત

gujarat

ETV Bharat / state

કંડક્ટરની પરીક્ષા આપતા આ ઉમેદવારોને મળશે મફત ST બસની સુવિધા, સરકારનો મોટો નિર્ણય - CONDUCTOR EXAM

કંડક્ટરની પરીક્ષામાં ભાગ લેનારા અનુસૂચિત જનજાતિ-ST અને અનુસૂચિત જાતિ- SCના ઉમેદવારોને એસ. ટી. નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઇ જવાની સુવિધા આપવામાં આવશે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 27, 2024, 8:37 PM IST

ગાંધીનગર: આગામી રવિવારના રોજ કંડકટરની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચાડવા માટે રાજ્ય સરકાર તેમજ ST બસ નિગમ સજ્જ છે. આગામી તા. 29 ડિસેમ્બરે રવિવારના રોજ રાજ્યના વિવિધ કેન્દ્રો ઉપર કંડકટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાવા જઈ રહી છે.

ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રથી લાવવા લઈ જવાની સુવિધા
કંડક્ટરની પરીક્ષામાં ભાગ લેનારા અનુસૂચિત જનજાતિ-ST અને અનુસૂચિત જાતિ- SCના ઉમેદવારોને એસ. ટી. નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઇ જવાની સુવિધા આપવામાં આવશે. એસ. ટી. નિગમની યાદીમાં જણાવ્યા અનુસાર, પરીક્ષા આપવા માટે ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે અને પરીક્ષા આપ્યા બાદ ઘરે પરત ફરી શકે તેના માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

STના તમામ ડેપોમાં અપાઈ સુચના
જે માટે નિગમ દ્વારા પોતાના તાબા હેઠળનાં તમામ વિભાગો, ડેપો અને સંચાલનમાં રહેલા સ્ટાફને પરીક્ષાના દિવસે ઉમેદવારોને કોઈ અગવડતા કે મુશ્કેલીઓ ન વેઠવી પડે તે બાબતને ધ્યાને લઇ તમામ વિભાગોને સુચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ વિશેષ સુવિધાનો મહત્તમ લાભ લેવા રાજ્યભરના પરીક્ષાર્થીઓને ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

  1. 6000 કરોડના BZ કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલાની આખરે ધરપકડ, 1 મહિનાથી ક્યાં છુપાયો હતો?
  2. લગ્ન કે છૂટાછેડામાં નોટરી એફિડેવિટ નહીં ચાલેના પરિપત્રની અસર, લોકોની વધી મુશ્કેલીઓ

ABOUT THE AUTHOR

...view details