સુરત :શહેરના પૂર્વ કોર્પોરેટર તથા તેના દીકરા અને ભાઈઓ સામે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. ત્રણ ચાર દિવસ અગાઉ કોર્પોરેટરની ભત્રીજીના લગ્નમાં ઝઘડો થયા બાદ બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બીજી બાજુ પૂર્વ કોર્પોરેટરે પણ સામેના પક્ષ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે.
શું હતો મામલો ? લિંબાયત વિસ્તારમાં ઓમ નગરમાં રહેતા પૂર્વ કોર્પોરેટર અક્રમ અન્સારીની ભત્રીજીના ત્રણ દિવસ અગાઉ લગ્ન હતા. આ લગ્નમાં અક્રમ અન્સારી, તેના દીકરાઓ અને ભાઈઓની લિંબાયતમાં જ રહેતા પઠાણ પરિવાર સાથે બોલાચાલી થઈ હતી. આ ઝઘડાની અદાવતમાં પઠાણ પરિવારના સભ્યોએ ગતરોજ લિંબાયત પોલીસ મથકમાં અક્રમ અન્સારી, તેના પુત્ર આસિફ અક્રમ અંસારી, રસીદ અંસારી, અનિશ અન્સારી, સાહિલ અનિશ અન્સારી તથા લાલગેટ હોડી બંગલામાં રહેતા અક્રમ ફરાન અંસારી સામે છેડતીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
છેડતીનો આરોપ :લિંબાયત પોલીસ મથકના PI એસ.બી. પઢેરિયાના જણાવ્યા અનુસાર અક્રમ અન્સારીએ તેના ભાઈઓ અને પુત્રો સાથે ભેગા મળી 27 જાન્યુઆરીની રાત્રે 11 વાગ્યે ફરિયાદી યાસીન પઠાણને ગાળો આપી ઢીક-મુક્કાનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમની દીકરીનો હાથ પકડી છેડતી કરી ઝપાઝપી કરી હતી અને તેની પત્ની તથા પુત્રી બચાવવા જતા તેની સાથે પણ ઝપાઝપી કરી હતી.
પોલીસ ફરિયાદ : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અકરમ અંસારી દ્વારા યાસીન ઈસ્માઈલખાન પઠાણ, પઠાણ ફેઝાન, યાસીન પઠાણ, પરવીન યાસીન પઠાણ સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે ગત 28 જાન્યુઆરીની રાત્રે 11 વાગ્યાના અરસામાં આ તમામ લોકોએ ભેગા મળી અન્સારી પરિવારના આસીફ અંસારીને ગાળો આપી ઢીકા-મુક્કાનો માર માર્યો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી અને પરિવારની મહિલાઓની છેડતી કરી હતી.
- Surat News: કીમ ગામે 22 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ
- Surat News: દેવુ ભરપાઈ કરવા માટે ચેન સ્નેચર બન્યો, આરોપીએ પોલીસને કરેલી કબુલાત