ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરણ 10ના પરિણામમાં દાહોદ કેન્દ્ર રાજ્યમાં 24મા ક્રમ પર - class 10 result 2024

આજે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું દાહોદ જિલ્લાનું પરિણામ 81.67 ટકા જાહેર થયું છે. ગત વર્ષે એટલે કે 2023 માં દાહોદ જિલ્લા SSC બોર્ડનું પરિણામ ઘટ્યું હતું. છતાં નીચા પરિણામની ગંભીરતાને ધ્યાનમાં રાખી ખાસ આયોજનો કરવામાં આવ્યા હતા તેની અસર આ પરિણામમાં જોવા મળી રહી છે. Class 10 Board Exam Result

ધોરણ 10ના પરિણામમાં દાહોદ કેન્દ્ર રાજ્યમાં 24મા ક્રમ પર
ધોરણ 10ના પરિણામમાં દાહોદ કેન્દ્ર રાજ્યમાં 24મા ક્રમ પર (Etv Bharat Guajrat)

By ETV Bharat Gujarati Team

Published : May 11, 2024, 7:34 PM IST

દાહોદ: ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓએ કરેલા પરિશ્રમની પ્રતિક્ષાનો આજે અંત આવ્યો છે. આજે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું દાહોદ જિલ્લાનું પરિણામ 81.67 ટકા જાહેર થયું છે. ગત વર્ષે એટલે કે 2023 માં દાહોદ જિલ્લા ssc બોર્ડનું પરિણામ ઘટ્યું હતું. છતાં નીચા પરિણામની ગંભીરતાને ધ્યાનમાં રાખી ખાસ આયોજનો કરવામાં આવિયા હતા. જિલ્લાનું પરિણામ ઉંચુ લાવવા માટે શિક્ષકો સતત કાર્યશીલ રહેતા દાહોદ જીલ્લામાં પરિણામ સારું જોવા મળી રહ્યું છે. જિલ્લામાં સૌથી વધુ પરિણામ ધરાવતું દેલસર સેન્ટરનું 96.20 % આવ્યું હતું, જ્યારે જિલ્લામાં સૌથી ઓછું પરિણામ ધરાવતી ધાબળા સેન્ટરનું 59.15% આવ્યું છે.

ગત વર્ષ 2023માં 40.75 કરતાં બમણું પરિણામ

  • માર્ચ 2023માં દાહોદ જિલ્લામાં 22 શાળાઓ 0 પરિણામ વાળી શાળાઓ હતી
  • આ વખતે 0 પરિણામ વાળી શાળાની સંખ્યા 8 નોંધાઈ છે
  • 2023માં 100 ટકા પરિણામ વાળી શાળાઓ સંખ્યાઓ 1 પણ નહોતી
  • જ્યારે 2024માં 29 શાળાઓ 100% પરિણામ વાળી બની
  • 30% ઓછા પરિણામ વાળી શાળાઓ 2023માં 115 હતી
  • જે ઘટીને 2024માં 30% ઓછા પરિણામ વાળી શાળાઓ 16 થઈ

2024માં 29,678 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાં 28,625 વિદ્યાર્થિનીઓ હતી. જે પૈકી A1 ગ્રેડ માં 143 વિદ્યાર્થીઓ , A2 ગ્રેડમાં 858 વિદ્યાર્થીઓ , B1 ગ્રેડમાં 2925 વિદ્યાર્થીઓ, B2માં 5988 વિદ્યાર્થીઓ, C1ગ્રેડ માં 7571 વિદ્યાર્થીઓ , C2 ગ્રેડ માં 5290 વિદ્યાર્થીઓ, D ગ્રેડમાં 602 વિદ્યાર્થીઓ, જયારે E1 ગ્રેડમાં 02 વિદ્યાર્થીઓ , જયારે E1 ગ્રેડમાં 2566 વિદ્યાર્થીઓ , જયારે E2 માં ગ્રેડ 2680 વિદ્યાર્થીઓ, જયારે EQC માં 23,379 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં.

આદિવાસી સમાજના આગેવાનો, સંસ્થાઓ, ટ્રસ્ટ, વહીવટી તંત્રના સહયોગથી તેમનાં દ્વારા સામજિક પ્રસંગોમાં ડીજે અશ્લિલ ગીતો પાબંધી લગાવવામાં આવી છે. જેનાથી બાળકો માનસિક સ્તરમાં સુધારો વિદ્યાર્થીના SSC પરિણામ પર સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. આ વખતે એસએસસીની પરીક્ષા સમયે સામાજિક આગેવાનો સમાજના આગેવાનો ટ્રસ્ટો સંસ્થાઓ દ્વારા સામાજિક પ્રસંગો મુલ્વતી રખાતા તેનો લાભ વિદ્યાર્થીઓમાં અભ્યાસ પર અને પરીક્ષા ઉપર સ્પષ્ટપણે જોવા મળ્યો છે. -રાજેશભાઈ બિલવાળ, શિક્ષક,દાહોદ

  1. ધોરણ 10નું પરિણામ જાહેર, છેલ્લા 30 વર્ષનું રેકોર્ડબ્રેક પરિણામ, તલ ગાજરડાનું સૌથી વધુ પરિણામ - SSC Result
  2. વાહ ! નંદિનીએ ચાર વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા : 98 ટકા સાથે સૂર્યાદીપસિંહે પાથર્યો પ્રકાશ - Class 10 Board Exam Result

ABOUT THE AUTHOR

...view details