ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારતીય નાગરિકતા મળવાથી પાકિસ્તાની શરણાર્થીઓમાં ખુશીની લહેર, જમીન ખરીદવાના હક્ક મળશે - Citizenship to refugees

કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવાનો માર્ગ મોકળો થયો છે. સરકારના નિર્ણયને લઇને અમદાવાદમાં શરણાર્થીઓમાં ખુશીની લહેર ફેલાઇ છે. Citizenship to refugees

ભારતીય નાગરિકતા મળવાથી પાકિસ્તાની શરણાર્થીઓમાં ખુશીની લહેર
ભારતીય નાગરિકતા મળવાથી પાકિસ્તાની શરણાર્થીઓમાં ખુશીની લહેર (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 18, 2024, 7:11 PM IST

ભારતીય નાગરિકતા મળવાથી પાકિસ્તાની શરણાર્થીઓમાં ખુશીની લહેર (Etv Bharat gujarat)

ગાંધીનગર: કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવાનો માર્ગ મોકળો થયો છે. સરકારના નિર્ણયને લઇને અમદાવાદમાં શરણાર્થીઓમાં ખુશીની લહેર ફેલાઇ છે. તેમજ પાકિસ્તાનમાં તેમની સાથે કરાયેલા ખરાબ વર્તનની વ્યથા ઠાલવી હતી. ભારતમાં તેઓ ખુશ છે અને ઝડપથી તેમને નાગરિકતા મળી રહે તેની ખુશી જોવા મળી હતી. સુરેન્દ્રનગરમાં વસતા અત્યંત ગરીબ કોળી સમાજના શરણાર્થીઓના બાળકોના ઉજવળ ભવિષ્યની આશા ભારતીય નાગરિકતાથી બંધાઇ છે.

ભારતીય નાગરિક તરીકેના હક્ક મળશે:પાકિસ્તાનમાંથી છેલ્લા અનેક દાયકાઓ દરમિયાન ભારત આવી ગયેલા શરણાર્થીઓને ભારતના નાગરિક તરીકેના તમામ હક્ક મળશે. સરકારના નિર્ણયની દાયકાઓથી રાહ જોઇ રહેલા શરણાર્થીઓના પરિવારમાં ખુશીનો માહોલ છે. શરણાર્થીઓ પાસે ભારતની નાગરીક્તા ન હોવાથી નોકરી, રહેઠાણ, જમીન અને રોજગારને લઇને ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. જો કે હવે નાગરિકતા મળ્યા બાદ તમામ શરણાર્થીઓ દેશમાં ગમે ત્યાં રહેવા, રોજગાર ધંધા ખોલવા અને જમીન ખરીદવાના હકદાર બનશે.

શરણાર્થીઓને જમીન ખરીદવાનો હક્ક મળશે: CAAનો લાભ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા લઘુમતિઓને મળવાનો છે. ગુજરાતમાં પણ દાયકાઓથી આ દેશના શરણાર્થીઓ વસવાટ કરે છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, મહેસાણામાં રહેતા શરણાર્થીઓ વર્ષોથી સરકાર પાસે નાગરિકતા માગી રહ્યા હતા. હવે કાયદો લાગુ થતા તેમને નાગરિકતા મળવાનો માર્ગ મોકળો થયો છે. આ કાયદા અન્વયે 31 ડિસેમ્બર 2014 પહેલા ભારત આવેલા શરણાર્થીઓને નાગરિકતા મળશે. ટૂંકા સમયમાં ગુજરાતમાં શરણ લઇ રહેતા પરિવારોને નાગરિકતા મળશે. CAA બાદ શરણાર્થીઓને જમીન ખરીદવાનો અધિકાર મળશે.

કોળી સમાજના પરિવારો સુરેન્દ્રનગરમાં વસે છે: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં મજૂરી કરતા કોળી સમાજના અનેક પરિવારો હાલ સુરેન્દ્રનગરમાં વસવાટ કરી રહ્યા છે. તેઓ સુરેન્દ્રનગરમાં પણ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અત્યંત ગરીબ પરિસ્થિતિમાં હોવા છતાં તેમની પાસે ભારતીય નાગરિકતા ન હોવાથી તેમને કોઈ પણ સરકારી યોજનાઓના લાભો મળતા નથી. આજે તેમને નાગરિકતા મળતા તેમના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થવાની તેમને આશા વ્યક્ત કરી છે.

  1. જામનગરમાં 36 વર્ષીય યુવકની હત્યા, જાણો સમગ્ર મામલો - MURDER IN JAMNAGAR
  2. ભારત આવ્યાને 34 વર્ષ થયા છતાં ભારતીય નાગરિકતાથી વંચિત શંકર ઠક્કર - Shankar Thakkar

ABOUT THE AUTHOR

...view details