વલસાડ: જિલ્લાના કપરાડામાં આયોજિત તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં મહિલા સુરક્ષા માટે રજૂ કરવામાં આવેલ એકલેરા પ્રાથમિક સ્કૂલની કૃતિએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. હાલ જે મહિલાઓની સુરક્ષાને લઇને જે પ્રશ્નો સર્જાય છે. આ સાથે છેડતી, દુષ્કર્મ અને અપહરણના કિસ્સાઓ પણ વધી ગયા છે. ત્યારે મહિલાઓની ચપ્પલ કે સેન્ડલ તેમને બચાવશે અને ગુનેગારોને ઝટકો આપશે.
કરપડામાં તાલુકા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન: GSERTC દ્વારા આયોજિત તાલુકા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન કપરાડા તાલુકામાં આવેલી પી એમ શ્રી સ્કૂલમાં યોજાયું હતું. જેમાં કુલ 75 જેટલી વિવિધ કૃતિઓ બાળ વિજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેમાં રોબોટિક પદ્ધતિ સાથે વિવિધ સેન્સર વડે બનાવેલી કૃતિઓની સામે મહિલા સુરક્ષાને લઇને ધ્યાન આકર્ષિત કર્યું હતું.
કરપાડામાં વિજ્ઞાન મેળામાં બાળ વૈજ્ઞાનિકોએ મહિલા સુરક્ષા માટે બનાવ્યા 'ઇલેક્ટ્રીક સેન્ડલ' (Etv Bharat gujarat) એકલેરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની કૃતિ:કપરાડા ખાતે આયોજિત બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં 75 જેટલી શાળાઓમાંથી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં કપરાડા તાલુકાના અંતરિયાળ ગામ એકલેરાના બાળ વૈજ્ઞાનિકો વળવી પિયુષભાઈ અને કોંતિ નંદિનીબેન દ્વારા બનાવવામાં આવેલી 'સેફટી ફોર વુમન' નામની કૃતિએ ધ્યાન આકર્ષિત કર્યું હતું. જેમાં મહિલાઓની સેન્ડલમાં એક નાનકડી બેટરી સાથે એક સર્કિટ લગાવી સેન્ડલના આગળના ભાગમાં જોડવામાં આવી હતી.
કરપાડામાં વિજ્ઞાન મેળામાં બાળ વૈજ્ઞાનિકોએ મહિલા સુરક્ષા માટે બનાવ્યા 'ઇલેક્ટ્રીક સેન્ડલ' (Etv Bharat gujarat) શું છે આખી કૃતિની રચના:તાજેતરમાં મહિલાઓની સુરક્ષા સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે મહિલાઓ સ્વયં પોતાની આત્મરક્ષા કરી શકે. તે માટે કોઇ એવું ડિવાઇસ બનાવવામાં આવે કે મહિલા પોતાની સુરક્ષા કરી શકે. તે માટે બાળ વૈજ્ઞાનિકોએ મહિલાના સેન્ડલમાં નાનકડી બેટરી સાથે એક સર્કિટ જોડીને સેન્ડલના આગળના ભાગમાં 2 નાની જાળીઓ લગાડી દીધી હતી. આ જાળીને એકબીજાથી 1 મીલીમીટર દૂર રાખવામાં આવી હતી. આ બંને જાળીની વચ્ચે જો કોઈ હાથ રાખે કે કોઇ અડે તો તેમાં સ્પાર્ક થતો હતો અને સ્પર્શ કરનાર વ્યક્તિને જોરદાર કરંટ લાગતો હતો. જો કે મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત સમજે તો તેવા સમયે આ સેન્ડલનો આગળનો ભાગ મહિલાની છેડતી કરતા ગુનેગારને અડાડશે. તો તેને જોરદાર કરંટનો ઝટકો લાગી શકે છે અને મહિલાઓની સુરક્ષા જળવાશે.
કરપાડામાં વિજ્ઞાન મેળામાં બાળ વૈજ્ઞાનિકોએ મહિલા સુરક્ષા માટે બનાવ્યા 'ઇલેક્ટ્રીક સેન્ડલ' (Etv Bharat gujarat) જિલ્લામાં રેપ વિથ મર્ડરનો કેસ નોંધાયો: વલસાડ જિલ્લામાં તાજેતરમાં જ 12 દિવસ પહેલા એક 19 વર્ષીય યુવતી ટ્યુશનથી પરત ફરી રહી હતી. ત્યારે એક વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિએ યુવતીને જાડીમાં ખેંચી જઇને દુષ્કર્મ આચર્યા બાદ તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટના સામે આવી હતી. તેથી ફરી આવી કોઇ ઘટના ન બને અને મહિલાઓ પોતાનો બચાવ કરી શકે તે માટે બાળ વૈજ્ઞાનિકોએ આ પ્રકારની કૃતિ બનાવી છે.
મહિલાઓ પોતાની સેન્ડલ સાથે રાખે છે: મહિલાઓ કે યુવતીઓ જ્યારે પણ કોઈક જગ્યાએ જાય છે. ત્યાં તેમની સાથે કોઈ ઘટના બને. ત્યારે તેમની પાસે કોઈ એવી ચીજવસ્તુઓ હોતી નથી. જેથી તેઓ પોતાની આત્મરતક્ષા કરી શકે. તેમની સાથે એવી ચીજવસ્તુઓ હોય જેનો ઉપયોગ આત્મરક્ષા માટે થઇ શકતો નથી. પરંતુ તેમની પાસે ચપ્પલ કે સેન્ડલ તો હોય છે. ત્યારે આ પ્રકારની ચીજોમાં આવા આત્મરક્ષાનું ડિવાઇસ લગાડીને વાપરવાથી ઘણું ઉપયોગી સાબિત થઇ શકે છે.
ગ્રામીણ વિસ્તારના બંને બાળ વૈજ્ઞાનિકો: કરપાડા તાલુકાના અંતરિયાળ ગામ એકલેરામાં પ્રાથમિક શાળા આવેલી છે. જેમાંથી આવતા બંને બાળ વૈજ્ઞાનકો ગ્રામીણ કક્ષાના છે. પરંતુ તેમના મહિલા શિક્ષિકા દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરી સમગ્ર બાબતની જાણકારી આપી આ કૃતિ બનાવવા માટે તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેથી કરીને આ બંને બાળ વૈજ્ઞાનિકોએ 'સેફ્ટી ફોર વુમન' નામની કૃતિ બનાવી શક્યા છે અને બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં લોકો સમક્ષ લાવીને મૂકી શક્યા છે. આમ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આયોજિત બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં મહિલા અને યુવતીઓ સુરક્ષિત રહે તે માટે બાળ વૈજ્ઞાનિકોઓએ ચિંતા કરી આત્મરક્ષા માટે ઉપયોગમાં આવી શકે એવી કૃતિ પ્રદર્શનમાં મૂકી હતી.
આ પણ વાંચો:
- સૂર્ય ઉર્જા અંગે જાગૃતતા લાવવા વિશ્વ સફરે નીકળેલા સ્વિત્ઝરલેન્ડના પ્રોફેસર વલસાડ પહોંચ્યા, વિદ્યાર્થીઓને આપી જાણકારી
- ફાયદાકારી 'ફિંગર મિલેટ', આદિવાસી સમાજનું પરંપરાગત ભોજન રાગીના રોટલા અને અડદનું શાક