ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં CM ભુપેન્દ્ર પટેલ, વરસાદ બાદની સ્થિતિની સમીક્ષા કરીને અધિકારીઓને આપ્યા આ આદેશ - Bhupendra Patel held a meeting - BHUPENDRA PATEL HELD A MEETING

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ બાદ રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. અને પોરબંદર જિલ્લા પ્રશાસનને વરસાદી પાણીના કાયમી નિકાલના આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું., વાંચો વિગતે અહેવાલ..., Bhupendra Patel held a review meeting

ભુપેન્દ્ર પટેલે પોરબંદર કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી
ભુપેન્દ્ર પટેલે પોરબંદર કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 9, 2024, 12:19 PM IST

ભુપેન્દ્ર પટેલે પોરબંદર કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી (ETV Bharat Gujarat)

પોરબંદર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોરબંદર કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. તાજેતરમાં પોરબંદર જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદના કારણે લોકોના પાક, જમીનને પ્રતિકૂળતા અને લોકોના રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જવાથી થયેલી અસર બાબતે જિલ્લા પ્રશાસન દ્વારા લેવાયેલા પગલાની સમીક્ષા કરી હતી.

ભુપેન્દ્ર પટેલે પોરબંદર કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી (ETV Bharat Gujarat)

મુખ્યમંત્રી એ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી વરસાદી પાણીના નિકાલ અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તત્કાલ લેવાઈ રહેલા પગલા અંગે જિલ્લા પ્રશાસનને માર્ગદર્શન આપ્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે અતિવૃષ્ટિની સ્થિતિમાં સરકાર લોકોની સાથે છે. સરકારની જોગવાઈ મુજબ જરૂરી રાહતો અને જ્યાં જરૂર પડે ત્યાં વિશેષ મદદ કરવાની પણ મુખ્યમંત્રી એ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જિલ્લા પ્રશાસન દ્વારા અન્ય જિલ્લાઓ માંથી પાણી નિકાલ માટે મશીનરી પંપ મંગાવી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને રાજકોટ જિલ્લામાંથી સફાઈની ટીમ બોલાવી સફાઈ કરી દવાનો છંટકાવ કરવા સહિતની થયેલી કામગીરી અંગેની માહિતી કલેક્ટર કે.ડી લખાણીએ મુખ્યમંત્રીને આપી હતી.

પોરબંદરમાં ભરાતા પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા થાય તેવું આયોજન કરવા પણ સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, અશોકભાઈ મોઢા, જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કર સહિતના અધિકારીઓ અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  1. રાજકોટમાં 10મીએ રાજકોટથી હર ઘર તિરંગાયાત્રા અંગે મનપા કમિશ્નર પત્રકાર પરિષદ યોજી - Triranga Yatra
  2. અમદાવાદમાં "સેન્ટર ઓફ એક્સલન્સ ફોર MSME"નું લોન્ચિંગ, IACC દ્વારા આગવી પહેલ - Ahmedabad MSME

ABOUT THE AUTHOR

...view details