Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) છોટા ઉદેપુર: તાલુકાની એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલમાં રહી ને અભ્યાસ કરતા 91 વિદ્યાર્થીઓની તબિયત અચાનક લથડતા ચકચાર મચી જવા પામી હતી. રાત્રે ભોજન બાદ વિદ્યાર્થીઓને અચાનક ઝાડા ઉલ્ટી અને પેટમાં દુખાવાની સમસ્યાઓ થઈ હતી. આ તમામ ૯૧ જેટલા બાળકોમાંથી સારવાર અર્થે છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલમાં 44 તથા તેજગઢ સરકારી દવાખાનામાં 44 અને પાવી જેતપુર ખાતે 3 બાળકોને એડમિટ કરવામાં આવ્યા હતા. જેમાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોય તેવું તબીબોનું અનુમાન હતું.
91 વિદ્યાર્થીઓની તબિયત લથડીઃ છોટા ઉદેપુર તાલુકાના પુનીયાવાંટ ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલમાં કુલ 328 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાંથી 91 જેટલા વિદ્યાર્થીઓની તબિયત અચાનક લથડી ગઇ હતી. તબિયત બગડતાં બાળકોના ટોળે ટોળા તેજગઢ, છોટા ઉદેપુર તથા પાવી જેતપુર ના સરકારી દવાખાનામાં ઉભરાયા હતા. ઘટનાની જાણ જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાએ અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પણ બાળકોની તબિયત જાણવા હોસ્પિટલ દોડી આવ્યા હતા.
ગાંધીનગર-વડોદરાની આરોગ્ય ટીમઃ ઘટના સંદર્ભે છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેજગઢ ખાતે વડોદરા તથા ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ આવી પહોંચી હતી. જેમાં બાળરોગોના 5 નિષ્ણાત અને 5 MD ડોક્ટર્સ દ્વારા બાળકોની તપાસ અને સારવાર કરવામાં આવી હતી. બીમાર પડવાનું કારણ બાબતે તપાસ હાથ ધરી હતી. એકાએક બીમાર પડેલા 91 બાળકો માંથી 8 બાળકોને વધુ અસર છે. જેમાં ફૂડ પોઇઝનીંગની અસર હોય તેવું અનુમાન છે. જ્યારે હાલમાં 27 બાળકો ને સંપૂર્ણ પણે સારું છે. બાકીના તમામ બાળકો સારવાર હેઠળ છે.
ધારાસભ્યએ હોસ્પિટલની મુલાકાત લીધીઃ છોટા ઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે, બનેલ ઘટના સંદર્ભે અમોએ હોસ્પિટલમાં દાખલ બાળકોની મુલાકાત લીધી હતી અને કઈ રીતે બનાવ બન્યો તે બાબતે જાણકારી મેળવી હતી. વડોદરા અને અમદાવાદથી તબીબો ની ટીમ છોટા ઉદેપુર આવી છે. હાલ 8 જેટલા બાળકો ને વધુ અસર થઈ હોય જેમની યોગ્ય સારવાર કરવા અમોએ અધિકારીઓને સૂચન કર્યું છે અને હાલ તમામ બાળકોની તબિયત સારી છે.
- હિંમતનગરમાં કથિત શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 4 બાળકોના મોતની ખબરથી ખળભળાટ, તંત્ર દોડતું થયું - Sabarkantha News
- એસોસિયેટ પ્રોફેસર ડો. સુમિત રાવતના સંશોધનને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી, બાળકોમાં ફરી ઓરીનો રોગચાળો - international recognition