ગુજરાત

gujarat

ETV Bharat / state

ધંધામાં વધુ પૈસાની લાલચ આપી છેતરપિંડી કરાઈ, આરોપીઓની આર્થિક ગુના નિવા૨ણ શાખા દ્વારા ધરપકડ - Fraud by lure of money

ડ્રાયફ્રુટના ધંધામાં ટૂંકા ગાળામાં વધારે પૈસા મળશે તેવું બહાનું કાઢીને સુરતના વ્યક્તિએ અમદાવાદના વ્યક્તિ સાથે છેતરપિંડી કરી. ડ્રાયફ્રુટના ધંધાના નામે પૈસા લૂંટવાવાળા આરોપીઓની આર્થિક ગુના નિવા૨ણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે. Fraud by lure of money

ધંધામાં વધુ પૈસાની લાલચ આપી છેતરપિંડી કરાઈ
ધંધામાં વધુ પૈસાની લાલચ આપી છેતરપિંડી કરાઈ (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 20, 2024, 6:07 PM IST

ધંધામાં વધુ પૈસાની લાલચ આપી છેતરપિંડી કરાઈ (Etv Bharat gujarat)

અમદાવાદ:શહેરમાં છેતરપિંડી કરનારા શાતિર લોકો અવનવા પેંતરા રચીને લોકોને છેતરતા હોય છે અને લોકોનો ફાયદો ઉઠાવતા હોય છે. ત્યારે ડ્રાયફ્રુટના ધંધામાં ટૂંકા ગાળામાં વધારે પૈસા મળશે તેવું બહાનું કાઢીને સુરતના વ્યક્તિએ અમદાવાદમાં રહેતા વ્યક્તિ સાથે છેતરપિંડી કરી હતી. ડ્રાયફ્રુટના ધંધાના નામે પૈસા લૂંટવાવાળા આરોપીની આર્થિક ગુના નિવા૨ણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઇને છેતરપિંડી કરી:આરોપીએ ફરીયાદી પાસેથી પોતે BAPS સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલ હોવાની હકીકત જણાવી ફરીયાદીને વિશ્વાસમાં લઇને પોતાના MD એન્ટરપ્રાઈઝ નામની ડ્રાયફુટના ધંધાની પ્રોપરાઈટર ફર્મ કે જેનું ગોડાઉન કઠવાડા GIDC ખાતે આવેલ છે તેવું જણાવ્યું હતું. ત્યારે તેના સમગ્ર કામકાજ માટેની ઓફિસ નવરંગપુરા ખાતે હોવાનુ જણાવી પોતાની ફર્મમાં રોકાણ કરશો ત્યારે ટુંકાગાળામાં સારૂ વળતર મળશે તેવું ફરિયાદીને જણાવ્યું હતું.

હાલમાં મુખ્ય આરોપી ફરાર છે:જ્યારે આરોપીની વાતમાં આવીને ભોગ બનનાર વ્યક્તિ 1,75,84000 /- જેટલી મોટી રકમ આરોપીને આપી હતી. હાલમાં મુખ્ય આરોપી ફરાર છે અને અન્ય બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. ત્યારે મળતી માહિતી મુજબ પકડાયેલ આરોપી મુખ્ય આરોપીના સબંધમાં સાસુ અને સાળો થાય છે. આ કામે પકડાયેલ આરોપી પૈકી પાર્થ કનુભાઈ મિસ્ત્રી જે એસ.જી.હાઈવે વૈષ્ણવ દેવી સર્કલ પાસે આવેલ કન્સ્ટ્રકશન સાઈટમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે અને તેની માતા હંસાબેન કનુભાઈ મિસ્ત્રી ઘરકામ કરે છે.

પોલીસે આરોપીઓના રિમાંડ મેળવ્યા:પકડાયેલ આરોપીઓએ ફરીયાદી પાસેથી મેળવેલ રૂપિયા ગુનાના સહ આરોપી નિકિતાબેન દીપેશ મકવાણાના બેંકના ખાતામાં તથા પાર્થ કનુ મિસ્ત્રીના બેંકના ખાતામાંથી રૂપિયા 1,31000/ તથા તથા હંસાબેન કનુ મિસ્ત્રીના બેંકના ખાતામાંથી રૂ.33000 મળી કુલ રૂ 1,64000 UPI પેમેન્ટથી આપેલ હોવાનું તપાસ દરમ્યાન જણાઈ આવેલ છે. બન્ને આરોપીઓની પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવી આગળની વધુ તપાસ આર્થિક ગુના નિવા૨ણ શાખા ચલાવી રહી છે.

  1. રાંચીમાં ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ખામી, બે બાઇક સવારોની ધરપકડ - AMIT SHAH SECURITY LAPSE IN RANCHI
  2. જુનાગઢ જિલ્લામાં રેડ એલર્ટને પગલે ફરી એક વખત અતિ ભારે વરસાદ, સુરક્ષા હેતુ માટે માર્ગો બંધ - Heavy rain in Junagadh

ABOUT THE AUTHOR

...view details