નડિયાદમાંથી સસ્તા અનાજનું કૌભાંડ ખેડા: જીલ્લાના નડીયાદમાંથી લાભાર્થીઓનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. મોટાપાયે ગેરરિતિ થતી હોવાની બાતમીને આધારે પડાયેલા સ્ટેટ પુરવઠા વિભાગના દરોડામાં નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરની સસ્તા અનાજની દુકાનમાંથી ગેરરિતિ ઝડપાઈ હતી. જેને લઈ શહેર મામલતદાર દ્વારા સસ્તા અનાજની દુકાનના સંચાલક અને કોમ્પ્યુટર ઓપરેટર વિરૂદ્ધ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવાઈ છે. કૌભાંડી કાઉન્સિલર સંજય સચદેવને ભાજપના તમામ હોદ્દા પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સ્ટેટ પુરવઠા વિભાગના દરોડામાં ડમી ફિંગરપ્રિન્ટના આધારે કૌભાંડ આચરવામાં આવતું હોવાની વિગતો બહાર આવવા પામી છે.
શંકાસ્પદ સામગ્રી ઝડપાઈ
રાજ્યના સ્ટેટ પુરવઠા વિભાગે નડિયાદમાં સંજય રમેશચંદ્ર સચદેવની વ્યાજબી ભાવની દુકાનમાં દરોડો પાડયો હતો. દુકાનમાંથી મળી આવેલ લેપટોપમાં તેમજ પેનડ્રાઇવમાં તપાસ કરાત શકાસ્પદ અંદાજીત 316 ફિંગર પ્રિન્ટ ઇમેજીસ તથા માય ડેટા નામની મોબાઇલ એપ્લીકેશનના સ્ક્રીનશોટની અંદાજીત 2171 ફિંગર પ્રિન્ટ ઇમેજીસ મળી એમ કુલ અંદાજીત 2487 ફિંગર પ્રિન્ટ ઇમેજીસ મળી આવેલ હતી. તેમજ આ ટીમ દ્વારા તપાસ દરમ્યાન દુકાનમાથી શંકાસ્પદ સામગ્રી મળી આવેલ હતી. જેમાં વધારાના 23 રેશનકાર્ડ, 1 ચુંટણીકાર્ડ,4 આધારકાર્ડ,1 લેપટોપ,3 મોબાઈલ,મંત્રા ડિવાઇસ અને પેનડ્રાઈવ મળી આવ્યા હતા.જેલશંકાસ્પદ સામગ્રી કબજે લઈ તેની સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ગોડાઉનમાં તપાસ કરતા ત્યાં ઓનલાઇન દર્શાવાતા અનાજના જથ્થા અને હયાત અનાજના જથ્થામા વધઘટ જોવા મળી હતી.
આ બાબતે ડીવાયએસપી બી.આર. બાજપેયીએ જણાવ્યુ હતું કે શહેર મામલતદાર શરદકુમાર બાંભરોલીયાની ફરિયાદ મુજબ સંજય રમેશચંદ્ર સચદેવની સસ્તા અનાજની દુકાનમાં તપાસ કરતા જાહેર વિતરણ વ્યવસ્થાના જથ્થામાં વધ માલૂમ પડી હતી.જે બાબતે તપાસ કરતા દુકાનમાંથી રેશનકાર્ડ વધારાના મળી આવેલા, આધારકાર્ડ,ચુંટણી કાર્ડ,લેપટોપ,મોબાઈલ,મંત્રા ડિવાઈસ અને પેન ડ્રાઈવ જેવી વસ્તુઓ મળી આવેલ.તે બાબતે તે બાબતે જે ઓપરેટર રાજવીર છે તેની પૂછપરછ કરેલી.દરમિયાન તેમને એવી જાણકારી મળેલી કે આ જે શંકાસ્પદ ફિંગરપ્રિન્ટ છે તેનો ઉપયોગ કરી તેના આધારે આ સસ્તા અનાજની દુકાનનો માલસામાન સગેવગે કરવામાં આવી રહેલો.તે આધારે પૂરતી તપાસ હાથ ધરી આ અનુસંધાને ગુનો નોંધવામાં આવ્યો છે.જેની તપાસ હાલમાં ચાલુ છે.
ડમી ફિંગરપ્રિન્ટના આધારે કૌભાંડ:સ્ટેટ પુરવઠા વિભાગની તપાસમાં ડમી ફિંગરપ્રિન્ટના આધારે અનાજ બારોબાર સગેવગે કરવામાં આવતુ હોવાની વિગતો બહાર આવી છે. દુકાનેથી મળી આવેલ શંકાસ્પદ ફિંગર પ્રિન્ટ ઇમેજીસનો બિન અધિકૃત રીતે સંગ્રહ કરી તેનો દુર ઉપયોગ કરી અનાજ તેના લાભાર્થીઓ સુધી નહી પહોંચાડી સગેવગે કરેલ હોવાનુ પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું. જે બાબતે દુકાનના સંચાલક અને કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો.
સંચાલક અને ઓપરેટર સામે ગુનો નોંધાયો: તપાસમાં સંચાલક દ્વારા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ભંગ અનવ્યે ગેરરીતિ આચરી હોવાનું સ્પષ્ટ થયું હતું.જેને લઈ નડિયાદ શહેર મામલતદાર શરદકુમાર બાભરોલીયાએ ફરિયાદી બની આ દુકાનના સંચાલક સંજય રમેશચંદ્ર સચદેવ અને કોમ્પ્યુટર ઓપરેટર રાજવીરસિંહ પ્રવિણસિંહ છાસટિયા વિરૂદ્ધ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.
કાઉન્સિલર ભાજપમાંથી સસ્પેન્ડ:સસ્તા અનાજનું કૌભાંડ આચરનાર સંજય રમેશચંદ્ર સચદેવ નડીયાદ નગરપાલિકામાં વોર્ડ નંબર 3 માંથી ભાજપનો કાઉન્સિલર છે. કૌભાંડ બહાર આવતા ખેડા જીલ્લા ભાજપ દ્વારા તાત્કાલિક અસરથી ભાજપના તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
- ડ્રિન્ક પાર્ટીમાં ખેડાના 3 પીઆઈનો મારામારી કરતો વીડિયો વાયરલ, ત્રણેય સસ્પેન્ડ
- Veraval drug case : વેરાવળ ડ્રગ રેકેટના આંતરરાષ્ટ્રીય કનેક્શન ખુલ્યા, ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું ?