હૈદરાબાદઃસેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી છે. જેઓ સરકારી નોકરી મેળવવા ઈચ્છે છે તેઓએ મોડું ન કરવું જોઈએ. માહિતી અનુસાર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-1ની પોસ્ટ માટે સૂચના આપી છે. તમને જણાવી દઈએ કે, આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 9 ફેબ્રુઆરી 2025 છે. વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટ પર લૉગિન કરી શકો છો.
મહત્વપૂર્ણ તારીખો પર એક નજર
આ પોસ્ટ માટે ઑનલાઇન અરજીની શરૂઆત - 21 જાન્યુઆરી 2025
આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ - 9 ફેબ્રુઆરી 2025
શૈક્ષણિક લાયકાત :
આ પોસ્ટ માટે અરજી કરનારાઓની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષની હોવી જોઈએ (30 નવેમ્બર 2024 સુધીમાં). જ્યારે, મહત્તમ મર્યાદા 32 વર્ષ છે.
અરજદાર કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવું આવશ્યક છે. આ સિવાય જો તમારી પાસે મેડિકલ, એન્જિનિયરિંગ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી છે તો તમે અરજી કરી શકો છો.