ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુરમાં ઘોળા દિવસે હત્યાની ઘટના, ભાઈ-ભાભીએ મળી નાના ભાઈનું ઢીમ ઢાળી દીધું - palanpur crime - PALANPUR CRIME

બનાસકાંઠામાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ભાઈ અને ભાભીએ જ નાના ભાઈનું ઢીમ ઢાળી દીધું છે. જાણો...,palanpur crime

પાલનપુરમાં ઘોળા દિવસે હત્યાની ઘટના
પાલનપુરમાં ઘોળા દિવસે હત્યાની ઘટના (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2024, 5:29 PM IST

બનાસકાંઠા: પાલનપુરમાં આવેલી બેંક સોસાયટીમાં ધોળા દિવસે હત્યાનો બનાવ બન્યો છે. તીક્ષ્ણ હથિયારના ઘા મારી ભાઈ અને ભાભીએ હત્યાને અંજામ આપ્યો છે. ભંગારની લારી લઈને જઈ રહેલા નાના ભાઈના પાછળ દોડતા આવી ભાઈએ ચક્કાના ઘા ઝિંકી અને ભાભીએ બોથડ પ્રદાર્થ મારીને હત્યા કરતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં ભાઈ અને ભાભી દોડતા આવી ભંગારની લારી લઈને જઈ રહેલા નાના ભાઈ પર તૂટી પડે છે અને તેને બે રહેમીપૂર્વક હત્યા કરતા સીસીટીવીમાં નજરે પડી રહ્યા છે.

ઘટનાની જાણ થતા જ પૂર્વ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક ગોપાલ દેવીપૂજકના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પરિજનોના ટોળેટોળા સિવિલ હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા અને પરિજનોના આક્રંદ વચ્ચે સિવિલમાં હોસ્પિટલનો માહોલ ગમગીન બન્યો હતો.

પાલનપુરમાં ભાઈ અને ભાભીએ મળીને નાના ભાઈની હત્યા કરી દેતા ચારે તરફ ભાઈ અને ભાભી ઉપર ફિટકારની લાગણી લોકો વરસાવી રહ્યા છે. બીજીતરફ પૂર્વ પોલીસની ટીમ દ્વારા પોસમોર્ટમ કરાવ્યા બાદ મૃતકના મૃતદેહને પરિજનોને સોંપવામાં આવ્યો છે. તેમજ હત્યાના આરોપી મોટાભાઈ અશોક દેવીપુજક અને ભાભી રમીલા સામે પોલીસે ગુનો નોંધી તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી દીધા છે. જોકે આ હત્યા કેમ કરવામાં આવી હતી તે હવે પોલીસની વધુ કાર્યવાહીમાં સ્પષ્ટ થશે. હાલ પોલીસ આ મામલામાં મૃતકના પોસ્ટ મોર્ટમ સહિતના પુરાવાઓ એકત્ર કરી રહી છે.

આ પણ વાંચો:

  1. અમદાવાદમાં વકફ સંશોધન બિલ અંગે JPCની બેઠક, વિપક્ષે કર્યા સૂત્રોચ્ચાર, હર્ષ સંઘવીએ કહ્યું... - Wakf Amendment Bill 2024
  2. સુરતમાં સાડી અને કેમિકલના ગોડાઉનમાં આગ લાગતા એક વ્યક્તિનું મોત - fire in a saree and chemical godown

ABOUT THE AUTHOR

...view details