ગુજરાત

gujarat

ETV Bharat / state

Tapi Murder : 24 વર્ષીય યુવકની હત્યા મામલે વાતાવરણ ગરમાયું, ડોલવણ સજ્જડ બંધનું એલાન - Tapi Murder

તાપી જિલ્લાના ડોલવણ ગામેથી 24 વર્ષીય યુવકની હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી હતી. જોકે પોલીસે આ મામલે કાર્યવાહી કરી હત્યારાને ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નજીવી બાબતે ઝઘડો થતા આરોપીએ 24 વર્ષીય યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

તાપીના ડોલવણ ગામે યુવકની હત્યાનો મામલો
તાપીના ડોલવણ ગામે યુવકની હત્યાનો મામલો

By ETV Bharat Gujarati Team

Published : Mar 19, 2024, 5:37 PM IST

યુવકની હત્યા મામલે ડોલવણ સજ્જડ બંધ

તાપી :તાપી જિલ્લાના ડોલવણ ગામમાં 13 માર્ચે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં અને પીએમ રિપોર્ટમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે ગત મોડી રાત્રે ગ્રામજનોએ ડોલવણ પોલીસ મથક ખાતે આક્રોશ ઠાલવ્યો હતો. ઉપરાંત આદિવાસી પંચે ડોલવણ બંધનું એલાન પણ કર્યું હતું. જોકે આખરે પોલીસ વિભાગે આ મામલો થાળે પાડ્યો છે.

યુવકની હત્યાનો મામલો :તાપી જિલ્લાના ડોલવણ ગામમાં 13 માર્ચના રોજ 24 વર્ષીય યુવક અંકુર ચૌધરીનો મૃતદેહ મળ્યા હતો. પોલીસ તપાસમાં મૃતદેહનો પીએમ કરતા હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે હત્યાનો આરોપી મૃતકનો જ મિત્ર નીકળતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી લીધો હતો.

હત્યારો મિત્ર :પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં મળતી માહિતી અનુસાર મૃતક અને આરોપી દિશિલ ખટીક ફિલ્મ જોવા બેઠા હતા. જે દરમિયાન બંને વચ્ચે ફિલ્મને લઈ કોઈ મુદ્દા પર ઝઘડો થયો હતો. આરોપી દિશિલ રાજુભાઈ ખટીકે આવેશમાં આવી યુવાનનું ગળું દબાવી અને ટેબલ સાથે પછાડી દેતા યુવાનનું મોત થયું હતું.

પોલીસ તેમની કામગીરીમાં ઢીલાશ કરી રહી છે. આરોપીને કડક સજા થાય અને તેની સાથે સંકળાયેલા તમામ લોકોને જલ્દી પકડવામાં આવે તેવી માંગ સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવો અને નેશનલ હાઇવે નંબર 56 નો ઘેરાવો કરવામાં આવ્યો છે. -- લાલસિંગ ગામીત (આદિવાસી આગેવાન)

ડોલવણ સજ્જડ બંધ :ઉલ્લેખનીય છે કે આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં ગામડે ગામડે પરપ્રાંતીઓ વસી રહ્યા છે. આ યુવકની હત્યાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી હતી. યુવકની હત્યામાં પરપ્રાંતીય શખ્સનું નામ સામે આવતા લોકોમાં રોષની લાગણી વ્યાપી હતી. પોલીસ હત્યારા વિરુદ્ધ કડક પગલા ન લેતા હોવાના આક્ષેપ સાથે લોકો રસ્તા પર ઉતર્યા હતા. ઉપરાંત ડોલવણ ગામ સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.

ગ્રામજનોમાં રોષ કેમ ?આજે મંગળવારના રોજ ડોલવણ ગામ બંધનું એલાન આપી સ્થાનિકોએ ત્યાં રહેતા પરપ્રાંતીય લોકો સામે આક્રોશ ઠાલવ્યો હતો. બાદમાં પોલીસે મામલો શાંત પાડ્યો હતો. ગ્રામજનોએ આગલી રાત્રે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો અને આજે નેશનલ હાઈવે નંબર 56 પર ચક્કાજામ કર્યો હતો. ગ્રામજનોની માંગ હતી કે આરોપીને તેમની સમક્ષ લાવવામાં આવે અને તેને કડક સજા આપવામાં આવે.

આરોપીને અમને બતાવો તેવી તેમની રજૂઆત હતી. ઉપરાંત કેટલાક આરોપીની પૂછપરછ દરમિયાન કડક પૂછપરછ થઈ છે, તો એવું કેમ કરવામાં આવ્યું તે સંદર્ભે અમારા દ્વારા સમજાવવામાં આવ્યા છે. -- પ્રમોદ નરવડે (DySP, તાપી)

પોલીસ કાર્યવાહી :તાપી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક પ્રમોદ નરવડેએ માહિતી આપી હતી કે, ડોલવણ ગામે 12 અને 13 માર્ચની મધ્યરાત્રીએ એક હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં અંકુર ચૌધરીની હત્યા થઈ હતી. પ્રથમ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી IPC કલમ 302 અને 201 મુજબ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ સ્ટાફે CCTV નું વેરિફિકેશન કરી હત્યા કરનાર આરોપી દિસિલ રાજુભાઈ ખટીકને પકડી લીધો હતો.

પોલીસે મામલો શાંત પાડ્યો :ગ્રામજનોની માંગ અંગે જણાવતા નાયબ પોલીસ અધિક્ષકે કહ્યું હતું કે, આરોપીને અમને બતાવો તેવી તેમની રજૂઆત હતી. ઉપરાંત કેટલાક આરોપીની પૂછપરછ દરમિયાન કડક પૂછપરછ થઈ છે, તો એવું કેમ કરવામાં આવ્યું તે સંદર્ભે અમારા દ્વારા સમજાવવામાં આવ્યા છે.

  1. Tapi Crime : ગાંગપુરમાં ઉકરડામાંથી યુવતીની હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો
  2. બિલ્ડર નિશિષ શાહ હત્યા કેસ: સાળાએ જ કરી બનેવીની હત્યા, વ્યારા પોલીસ કરશે આરોપીની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details