ગુજરાત

gujarat

ETV Bharat / state

બટરફલાય ગાર્ડનમાં 'નો બટરફ્લાય', ભાવનગરમાં 2 કરોડના બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયા જ નથી - BUTTERFLY GARDEN

ભાવનગરના જંગલ અને તળાવ વચ્ચે બટરફલાય ગાર્ડન બનાવવામાં આવ્યું છે. 2 કરોડના બનેલાં ગાર્ડનમાં 2 પતંગિયા જોવા મળતા નથી.

ભાવનગરમાં 2 કરોડના બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયા જોવા નથી મળતા
ભાવનગરમાં 2 કરોડના બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયા જોવા નથી મળતા (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2024, 8:24 PM IST

ભાવનગર:જિલ્લામાં ભાવનગર મહાનગરપાલિકાએ 2 કરોડના ખર્ચે બટરફ્લાય ગાર્ડન બનાવ્યું છે. ભાવનગર શહેર અને બોરતળાવની વચ્ચે આવેલી જગ્યામાં પતંગિયાઓ માટે બટરફ્લાય ગાર્ડન તૈયાર કરાયું છે. હાલમાં નાના-મોટા ફૂલ છોડ પણ રોપવામાં આવ્યા છે, પરંતુ હાલ ત્યાં પતંગિયા નથી. પરંતુ આ બાબતે તજજ્ઞો ધ્યાન આપે તો આ ગાર્ડન દેશનો દેશનો નંબર 1 ગાર્ડન બની શકે છે.

મનપાએ 2 કરોડનું બટરફલાય ગાર્ડન બનાવ્યું:ભાવનગર મહાનગરપાલિકાના સિટી એન્જીનીયર સી.સી. દેવમુરારીએ જણાવ્યું હતું કે, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બોરતળાવ અને વિક્ટોરિયા વચ્ચે બોરતળાવના ડાઉનશીપમાં મહાનગરપાલિકાની એક જમીન હતી. ત્યારે તળાવ અને જંગલ વચ્ચે એક બટરફ્લાય પાર્ક બનાવી શકાય એવા કોન્સેપ્ટ સાથે ભાવનગર મનપાએ લોકો માટે 2 કરોડના ખર્ચે ગાર્ડન બનાવ્યો હતો.

ભાવનગરમાં 2 કરોડના બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયા જોવા નથી મળતા (Etv Bharat gujarat)

શું છે બટરફલાય ગાર્ડની ખાસિયત:વધુમાં સિટી એન્જિનિયર દેવમુરારીએ જણાવ્યું હતું કે, ગાર્ડનમાં ઓકવે છે, પતંગિયા પાર્ક છે, હરિયાળી છે. ગાર્ડનમાં અલગ અલગ જાતના પતંગિયાને આકર્ષણ થાય એવા ફૂલોના છોડ છે. ડેમેલીયા,ઓટીકા, નિકોદેવી, ઓર્નામેન્ટલ રૂપના છોડ આવેલા છે. આ ઉપરાંત નાળિયેરી, કદમ જેવા ઓર્નામેન્ટલ વૃક્ષ પણ છે. લોકોની બેસવાની વ્યવસ્થા પણ છે અને ખાસ બાળકો અને લોકોને પણ મજા આવે એ પ્રકારના ગાર્ડનનું નિર્માણ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.

ભાવનગરમાં 2 કરોડના બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયા જોવા નથી મળતા (Etv Bharat gujarat)

અધિકારીઓના મતે પોતાની જાતે આવશે પતંગિયા:સિટી એન્જિનિયર સી.સી. દેવમુરારીએ જણાવ્યું કે, બટરફ્લાય પાર્કમાં વનસ્પતિઓ અને આબોહવા હોય અને આજુબાજુ જે લીલોતરી છે, બાજુમાં જંગલ પણ આવેલું છે અને બાજુમાં તળાવ છે. ત્યારે એની આસપાસ નિવાસ કરતા પતંગિયા પોતાની રીતે આકર્ષાઇને આપોઆપ ગાર્ડનમાં આવશે.

ભાવનગરમાં 2 કરોડના બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયા જોવા નથી મળતા (Etv Bharat gujarat)

પતંગિયા કઈ જાતિના અને તેઓને શું પસંદ હોય: મરીન સાયન્સના પ્રોફેસર ઇન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે પતંગિયા એ કીટક વર્ગનું પ્રાણી કહેવાય, લપીડોપટેરા પ્રજાતિમાં એનો સમાવેશ થાય છે. એના વર્ગીકરણ મુજબ પતંગિયાને સામાન્ય રીતે હુંફાળું, ભેજવાળું અને જ્યાં આગળ પાણીનું પ્રમાણ હોય, આજુબાજુ પુષ્કળ ફૂલો વનસ્પતિ હોય એવા વિસ્તારને પતંગિયાઓ પસંદ કરે છે. કેટલાક પ્રકારના ઘાસ છે જે પતંગિયાઓને આકર્ષિત કરે છે.

ભાવનગરમાં 2 કરોડના બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયા જોવા નથી મળતા (Etv Bharat gujarat)

બટરફ્લાય ગાર્ડનની બરોબર માવજત જરૂરી છે: પ્રોફેસર ઇન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાએ બહુ સરસ કામ કર્યું છે. પતંગિયાઓ માટે બટરફ્લાય ગાર્ડન બનાવ્યું છે, કારણ કે એક બાજુ બોરતળાવ છે અને એક બાજુ વિક્ટોરિયા પાર્ક છે. જેના લીધે આબોહવા સારી રહેશે, હવે પતંગિયાને આકર્ષી શકે એવા વૃક્ષો અને છોડ વાવવા જોઈએ. પતંગિયા આવી શકે. સામાન્ય રીતે માર્ચ અને એપ્રિલ મહિનામાં પતંગિયા જોવા માટેની શ્રેષ્ઠ સિઝન ગણાય, ચોમાસું બેસે ત્યારે પતંગિયાને ઈંડા મુકવાનો સમય હોય અને ચોમાસુ પૂરું થવાના સમયે તરત જ પુષ્કળ વનસ્પતિઓ અને ફુલ ઊગી નીકળે છે એટલે પતંગિયાને પુષ્કળ ખોરાક મળી રહે છે. ચોમાસુ અને ફેબ્રુઆરી મહિનાથી લઈને એપ્રિલ મહિનો છે એ પતંગિયા માટે શ્રેષ્ઠ સિઝન ગણાય છે.

ભાવનગરમાં 2 કરોડના બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયા જોવા નથી મળતા (Etv Bharat gujarat)

દેશનું શ્રેષ્ઠ બટરફલાય ગાર્ડન ક્યાં છે: ઇન્દ્ર ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતનું રાષ્ટ્રીય પતંગિયું ઓરેન્જ ઓકલીફ નામનું પતંગિયું છે. ભારતનો સારામાં સારું બટરફ્લાય ગાર્ડન સિક્કિમનું છે, એનો અભ્યાસ કરી અને અહીંયા એ પ્રમાણે જો ડેવલપમેન્ટ કરવામાં આવે તો ભાવનગરના નાગરિકો માટે એક અગત્યનું જોવાલાયક પ્રવાસન સ્થળ બની શકે તેમ છે.

ભાવનગરમાં 2 કરોડના બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયા જોવા નથી મળતા (Etv Bharat gujarat)

આ પણ વાંચો:

  1. જૂનાગઢની મુક્તિ માટે લડત લડનારા લડવૈયાઓ માટે મુક્તિ સ્તંભ સ્થાપનની સરકાર સમક્ષ માંગ
  2. અમરેલીમાં 5 ચોપડી ભણેલા ખેડૂતની કમાલ, પ્રાકૃતિક ખેતીથી આ રીતે 12 હજારના ખર્ચની સામે મેળવે છે 80 હજારનું ઉપ્તાદન

ABOUT THE AUTHOR

...view details