ગુજરાત

gujarat

ETV Bharat / state

Budget 2024-25: વચગાળાના કેન્દ્રીય બજેટથી માછીમારી ઉદ્યોગ નિરાશ, સરકારે ઘોર અવગણના કરી-માછીમારો - મત્સ્ય મંત્રાલય

આજે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. માછીમાર ઉદ્યોગ સાથે સંકળાયેલા માછીમારો, વેપારીઓ અને બોટ માલિકો આ બજેટથી નિરાશ થયા છે. મત્સ્યઉદ્યોગની સરકારે ઘોર અવગણના કરી હોવાનું માછીમારો જણાવી રહ્યા છે. વાંચો કેન્દ્રીય બજેટ પર માછીમારોના પ્રતિભાવો વિગતવાર. Budget 2024-25 Fishers Industry Saurashtra Porbandar Veraval

વચગાળાના કેન્દ્રીય બજેટથી માછીમારી ઉદ્યોગ નિરાશ
વચગાળાના કેન્દ્રીય બજેટથી માછીમારી ઉદ્યોગ નિરાશ

By ETV Bharat Gujarati Team

Published : Feb 1, 2024, 6:38 PM IST

સરકારે ઘોર અવગણના કરી-માછીમારો

ગીર સોમનાથઃ સૌરાષ્ટ્રના માછીમારોએ વચગાળાના કેન્દ્રીય બજેટને નિરાશાજનક ગણાવ્યું છે. માછીમારોના મતે સરકારે મત્સ્ય ઉદ્યોગની ઘોર અવગણના કરી છે. આ બજેટમાં માછીમારોને લગતી કોઈ વિશેષ યોજના કે સહાયક જાહેરાતનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેને કારણે માછીમાર ઉદ્યોગ સાથે સંકળાયેલા માછીમારો અને ઉદ્યોગપતિઓ કેન્દ્રીય બજેટથી નિરાશ થયા છે.

અલગ મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય ન બનાવાયુંઃ બજેટમાં મત્સ્ય ઉદ્યોગમાં એક્સપોર્ટ વધ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે. માછીમાર ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો અને સ્થાનિક માછીમારો આ બજેટથી નિરાશ ગણાવ્યું છે. કેન્દ્ર સરકારે અલગ મત્સ્ય મંત્રાલય બનાવવાની જાહેરાત વારંવાર કરે છે પણ આ મંત્રાલયની હકીકતનું સ્વરુપ આપવામાં આવતું નથી. જો અલગ મંત્રાલય બને તો આ વિભાગમાં થતી બજેટ ફાળવણી માછીમારો સુધી પહોંચી શકે તેમ છે. સરકારે એકવાકલ્ચર ને સહાય આપવાની વાત કરી છે જે આડકતરી રીતે પારંપરિક માછીમારો માટે નુકસાનકારક સાબિત થશે.

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાઃ માછલીઓની નિકાસ વધી રહી છે પરંતુ તેની સાથે માછીમારોની સમસ્યા વધી રહી છે. ખર્ચા વધી રહ્યા છે અને આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. માછીમારી સમાજને આ સમસ્યાઓમાંથી બહાર કાઢતી એક પણ જોગવાઈ આજના બજેટમાં જોવા મળી નથી. પાછલા વર્ષો દરમિયાન પણ કેન્દ્ર સરકાર દ્વારા 2,500 કરોડનું બજેટ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનામાં ફાળવવામાં આવ્યું હતું. જો કે તેનો ઉપયોગ, ફાળવણી આજ દિન સુધી ક્યાં કરવામાં આવી તે માછીમારો જાણતા નથી.

સરકાર પાછલા 10 વર્ષથી માછીમાર મંત્રાલય શરૂ કરવાની વાત પ્રત્યેક અંદાજપત્રમાં કરતી રહે છે. જો કે તેનો અમલ ક્યારે થશે તેની રાહ મત્સ્ય ઉદ્યોગ જોઈ રહ્યો છે. પાછલા વર્ષોની સરખામણીએ માછલીઓની નિકાસમાં વધારો થયો છે પરંતુ તેની સાથે માછીમારોની સમસ્યામાં વધી છે, ખર્ચા વધ્યા છે. સરકારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ડિઝલ સબસિડીનું કંઈક કરવું જોઈએ...ચંદ્રકાંત માલમ(માછીમારી ઉદ્યોગકાર, વેરાવળ)

માછલીઓના ભાવને લઈને કેન્દ્ર સરકાર દ્વારા કોઈ નીતિ નિર્ધારિત કરવામાં આવી હોત તો માછીમારો માટે ખૂબ જ ઉપયોગી બની રહેત. આજના બજેટમાં પરંપરિક માછીમારો માટેની કોઈ યોજના કે ફાળવણીની જાહેરાત કરવામાં આવી નથી. તેથી આ બજેટનેમાછીમારો માટે આવકારદાયક માનવું ખૂબ જ મુશ્કેલ છે...દીપક ખોરભા(માછીમાર, વેરાવળ)

  1. Budget 2024-25: વિક્સિત ભારત 2047 અભિયાનનું પ્રથમ સ્ટેપ, કેન્દ્રીય બજેટનું તાર્કિક વિશ્લેષણ
  2. Budget 2024-25: ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બજેટ આવકારાયું, જો કે MSME સેક્ટરની અપેક્ષાઓ અધૂરી રહી ગઈ

ABOUT THE AUTHOR

...view details