રાજકોટ: ઉપલેટાના કોલકી રોડ પર બપોરના સમયે દલાલીનું કામ કરતા અને કોલકી ગામે પેઢી ધરાવતા વ્યક્તિ પર હુમલો કરી દિન દહાડે રૂપિયા 12 લાખની લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને રાજકોટ જિલ્લા પોલીસ વડા પણ ઉપલેટાના કોલકી ગામ પાસે બનેલ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. લૂંટની ઘટના બાદ લૂંટારાઓને પકડવાને તેમની શોધખોળ શરૂ કરવા માટે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ઉપલેટામાં દિન દહાડે દલાલ પર હુમલો કરી 12 લાખની લૂંટ, પોલીસ દ્વારા ડ્રોનથી લૂંટારાઓની શોધખોળ શરૂ - Rajkot 12 Lakhs Loot - RAJKOT 12 LAKHS LOOT
રાજકોટના ઉપલેટા કોલકી રોડ પર દિન દહાડે દલાલ પર હુમલો કરી 12 લાખની લૂંટ ચલાવી લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે ડ્રોન કેમેરાની મદદથી લૂંટારાઓની શોધખોળ શરૂ કરી હતી. જાણો વિગતો આ અહેવાલમાં.
Published : Mar 31, 2024, 8:10 AM IST
'ઉપલેટા માર્કેટિંગ યાર્ડ માંથી રોકડ રકમ લઈને કોલકી ગામ ખાતે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં મોટરસાયકલ સવાર બે વ્યક્તિઓ તેમના પાછળથી આવી અને તેમની પૈસા ભરેલ થેલી આંચકી ગયા હતા અને તેમને ધક્કો મારી પછાડવાની કોશિશ કરેલ હતા. પરંતુ તેઓ હેમખેમ મોટરસાયકલ કાબુમાં લઈ લૂંટારાઓને પકડવા માટે તેમનો પીછો કરી રહ્યા હતા તે દરમિયાન કોલકી ગામ પહેલા આવતા ખાખીજાળીયા રોડ પર પહોંચતા લૂંટ કરી નીકળેલા વ્યક્તિઓ પુલની દીવાલ સાથે ટકરાયા હતા અને પડી ગયા હતા. જેમાં પડી ગયા બાદ લુંટારાઓએ ફરી વખત હુમલો કરી ઝપાઝપી કરી હતી અને તેમનું મોટરસાયકલ ત્યાં બંધ પડી જતાં તેઓ રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા.' - પ્રફુલભાઈ સાવલિયા, ભોગ બનનાર
ઉપલેટાના કોલકી રોડ પર બનેલા લોટના બનાવ અંગેની જાણ થતા ઉપલેટા પોલીસ કાફલો તેમજ ભાયાવદર પોલીસ કાફલો ઘટના સ્તરે દોડી આવ્યો હતો. આ મામલાની જાણ થતા રાજકોટ જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘટનાને લઈને પોલીસે દ્વારા લૂંટારાઓને ઝડપી પાડવા માટે ડ્રોન કેમેરાની મદદથી શોધખોળ હાથ ધરી હતી. આ હુમલાની ઘટના બાદ ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે પોલીસે દ્વારા અલગ-અલગ ટીમો બનાવી લૂંટારાઓને શોધી કાઢવા માટેની તજવીજ હાથ ધરી છે.