ગાંધીનગર:ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. અમદાવાદ એરપોર્ટ પર નડ્ડાનું સ્વાગત કરવા માટે ભાજપના અગ્રણી નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
26 સાંસદોના કાર્યલયોના ઉદ્ધાટન: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના લોકસભા સાંસદ અમિત શાહના કાર્યાલયનું આજે અમદાવાદમાં જેપી નડ્ડા ઉદ્ધાટન કર્યુ હતું. આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. મહાનુભાવોના હસ્તે ગુજરાતના 26 લોકસભા સાંસદોના કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે જ્યારે કેટલાંક કાર્યાલોનું વર્ચ્યુઅલી ઉદ્ધાટન કરવામાં આવ્યું. એવું પણ જાણવા મળ્યું છે, જેપી નડડ્ડા અને અમિત શાહ ભાજપના અગ્રણી નેતાઓ સાથે બેઠક પણ કરશે અને આગામી લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણાની સાથે પ્રચાર અભિયાનને લઈને પણ રણનીતિ ઘડશે. જોકે, એ પહેલાં જેપી નડ્ડાએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે ભાજપની આગામી વ્યૂહરચના અને સરકારની ઉપલબ્ઘીઓ વિશે વાત કરી હતી.