મહેસાણા: સમગ્ર રાજ્યમાં રાજકીય લેબોરેટરી તરીકે ઓળખાતી મહેસાણા બેઠક પર કોંગ્રેસ હજુ ઉમેદવાર જાહેર નથી કરી શકી, ત્યારે ભાજપના ઉમેદવારે ઉમેદવાર જાહેર કર્યા બાદ પ્રચારના પણ શ્રીગણેશ કરી દીધા છે. ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલે આજે સવારે ઉંઝા ખાતે તેમના કુળદેવી મા ઉમિયાના દર્શન કરી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. પ્રચારની શરૂઆતમાં દર્શન કરી જીત બાદ નેજો ચઢાવવાનો હરિભાઈ પટેલે સંકલ્પ લીધો હતો.
ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલે પ્રચારના શ્રી ગણેશ કર્યા પાટીદારોનો ગઢ ગણાતી મહેસાણા બેઠક:ઉલ્લેખનીય છે કે, રાજકીય લેબોરેટરી અને પાટીદારોના ગઢ મહેસાણામાં ભાજપનો પાટીદાર ઉમેદવાર મેદાને ઉતારી દેવાયો છે. હજુ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કર્યો નથી. મહેસાણા બેઠક પરનો ઈતિહાસ જોઈએ તો વર્ષ 1952 થી કુલ 13 પૈકી 9 સાંસદ પાટીદાર રહી ચૂક્યા છે. જેમાંથી એક સાંસદ 5 ટર્મ અને બીજા સાંસદ વે ટર્મ રહી ચૂક્યા છે.
વડાપ્રધાન અને ગૃહપ્રધાનનું વતન:વડાપ્રધાનનું વતન મહેસાણા છે અને કેન્દ્રીય ગૃહ પ્રધાનનું વતન પણ મહેસાણા લોકસભા બેઠકમાં સમાવિષ્ઠ માણસા છે. એટલે કે , વડાપ્રધાન અને ગૃહપ્રધાન ના વતન પર બેઠક જીત સાથે વધુ લીડ લાવવા ઉમેદવારની જવાબદારી પણ વધી જાય છે . મહેસાણા જિલ્લામાં સૌથી વધુ મતદારો પણ પાટીદાર સમાજના અને ત્યાર બાદ ઠાકોર , રાજપૂત , દરબાર સમાજના છે. હરિભાઈ પટેલ દરેક સમાજને સાથે લઈને 5 લાખથી વધુ લીડની આશા સાથે આજથી પ્રચારમાં લાગી ગયા છે.
મહેસાણા બેઠક પર પાટીદાર વધુ ઉમેદવારો રહી ચૂક્યા છે
(1) કિલાચંદ તુલસીદાસ 1952
(2) શાંતિલાલ ગિરધરલાલ પરીખ 1952
(3) પુરષોત્તમદાસ રણછોડદાસ પટેલ 1957
(4) માનસિંહ પૃથ્વીરાજ પટેલ 1962
(5) આર. જે. અમીન 1967
(6) નટવરલાલ અમૃતલાલ પટેલ 1971
(7) મણીબેન વલ્લભભાઈ પટેલ 1977
(8) મોતીભાઈ ચૌધરી 1980
(9) એ. કે. પટેલ 1984, 1989, 1991, 1996, 1998
(10) આત્મારામ મગનભાઈ પટેલ 1999
(11) ઠાકોર પૂંજાજી સદાજી 2002
(12) જીવાભાઈ અંબાલાલ પટેલ 2004
(13) જયશ્રીબેન પટેલ 2009, 2014
(14) શારદાબેન પટેલ 2019
- શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી ભાજપમાં જૂથબંધી અને પત્રિકા કાંડ બાદ વડોદરા અને સાબરકાંઠા બેઠક પર જાહેર ઉમેદવારોની પીછેહઠ - Lok Sabha Election 2024